ગુજરાત સ્ટેટ કો-પરેટીવ હાઉસીંગ ફાયસાંસ કોર્ફપોરેશન લિમાં ૨૨ વર્ષ બાદ ઓડીટ વર્ગ માંથી ઓડીટ મળેલો છે. તથા ૨૨ વર્ષ બાદ સતત ખોટ્ની જ્ગ્યાએ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના વર્ષમાં રૂ.૮ કરોડનો નફો નોંધાયો છે. આવર્ષે સભ્યમંડળીઓને ડિવિડન્ડ ફાળવી શકાયું છે. રાજ્યમાં આ કોર્પોરેશનની ૬૧૨૪ ગૃહમંડળીઓ હતી. ૨,૩૨,૮૩૬
લાભાર્થીઓને મકાનની સુવિધા આપવામાં આ કોર્પોરેશનનો ફાળો રહ્યો છે. લોનધારકોના અવસાન તથા કેટલાક લોકોની લોન પરત નહીં કરવાની માનસિકતાના પગલે દેવું વધી ગયું હતું પરંતુ સંસ્થાને ફડચામાં જતી અટકાવવા કેન્દ્ર સરકારે મદદ કરી હતી. જ્યારથી ભાજપની સરકારો આવી છે ત્યારથી તે ખોટ કરતી રહી હતી. કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના મુખ્ય પ્રધાન પદ સુધી તે સતત ખોટ કરતી રહી હતી. હવે તેમાં 22 વર્ષ પછી નફો થયો છે.