નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 18 વર્ષમાં 43 ટકાથી વધી 87 ટકા થયું

ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠાનાગ્રામ્ય વિસ્તારમાં દરિયાના ખારા પાણી ખંભાતના અખાતથી 40 કિલોમીટર ઘસી જતાં નર્મદાનો કિનારો સોલ્ટપામમાં ફેરવાઈ ગયું છે. નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 2000ની સાલમાં 43 ટકા હતું તે વધીને 87 ટકા નોંધવામાં આવ્યું છે. ઓછામાં ઓછી 10,000 હેક્ટર જમીન ખારી બની ગઈ છે. ખારા પાણીથી પ્રભાવિત નર્મદા કાંઠાના 18 ગામોની ગ્રામસભામાં આ ઇસ્યુ રેઇઝ કરવામાં આવ્યો હતો. આ ગામના સરપંચોએ મળીને જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે.

નર્મદા ડેમમાંથી પાણી નદીમાં વહાવવામાં આવે તો સોલ્ટપામ બનેલા વિસ્તારોની જમીન સુધરી શકે તેમ છે. 2013મા નિરીએ નર્મદા નદીમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાનો સ્ટડી કર્યો હતો. આ સંસ્થાએ તેના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 2000ની સાલમાં 43 ટકા હતું તે વધીને 87 ટકા નોંધવામાં આવ્યું છે. એટલું જ નહીં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ખારા પાણી નર્મદામાં ઘૂસી રહ્યાં હોવા અંગે ગુજરાત સરકારને ચેતવણી પણ આપી હતી પરંતુ રાજ્ય સરકારે આ દિશામાં કોઈ પગલાં ભર્યા નથી.