નર્મદાનું પાણી મળતું નથી, જાહેરાત ફોકટ

રાજ્ય સરકારે નર્મદા બંધનું પાણી આપવાની જાહેરાત કરી છે પણ જ્યાં વરસાદ ઓછો પડતાં સિંચાઈ માટે પાણીની જરૂર છે ત્યાં નહેરનું પાણી મળતું નથી.

કચ્છ જિલ્લાના લખપતમાં માત્ર અડધો ઈંચ વરસાદ થયો છે. રાપરમાં 1 ઇંચ વરસાદ થયો છે. ગુજરાતના 33 થી વધુ તાલુકામાં 50% કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.  12 જિલ્લામાંથી  સૌરાષ્ટ્ર-કચ્છના 10 જીલ્લામાં સરેરાશ 50% વરસાદ પડ્યો છે. તેનો મતલબ કે 50 ટકા વરસાદ ઓછો થયો છે. તેથી કૃષિ પાક પર જોખમ ઉભું થયું છે. મોટા ભાગના તાલુકા અને ગામડાઓ હાલમાં પણ વરસાદથી વંચીત રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
કચ્છ, મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગર જીલ્લાની હાલત સૌથી વધારે ખરાબ છે. કચ્છના ગાંધીધામને બાદ કરતા એક પણ તાલુકામાં 50%થી વધુ વરસાદ થયો નથી. સુરેન્દ્રનગર જીલ્લાના 10 માંથી 7 તાલુકામાં 50% થી ઓછો વરસાદ નોંધાયો છે. રાજકોટ જીલ્લાના 11 તાલુકામાં 6 માંથી 50% થી ઓછો વરસાદ પડયો છે. મોરબીના ટંકારાને બાદ કરતા તમામ તાલુકામાં 50% થી ઓછો વરસાદ થયો છે.

દ્વારકા જીલ્લાના ખંભાળીયાને બાદ કરતા તમામ જીલ્લામાં 50% થી ઓછો અને જામનગર જીલ્લાના 6 માંથી 3 તાલુકામા 50% થી ઓછો વરસાદ નોંધાયો છે.
અમરેલી, ભાવનગર, બોટાદ જીલ્લામાં મોટા ભાગના તાલુકામાં વરસાદની સરેરાશ 25 થી 75% ઘટ છે.

ખેતરોમાં પાણીની કટોકટી છે. નર્મદા ડેમ ભરાઈ ગયો હોય જયાં નર્મદાનું પાણી સિંચાઈમાં આપવામાં આવે તો ખેતી બચી શકે તેમ છે. સરકારે જાહેરાત કરી છે પણ પાણી આપવામાં આવતું નથી.

સરેરાશ મીમીમાં વરસાદ મીમીમાં સરેરાશ %માં

જિલ્લો – સરેરાશ – પડ્યો – ટકા

કચ્છ 417 – 110 – 26.44

મોરબી 523 – 226 – 43.29

દેવભૂમિ દ્વારકા 632 – 275 – 43.50

સુરેન્દ્રનગર 585 – 245 – 41.83

જામનગર 635 – 336 – 52.88

રાજકોટ 662 – 362 – 54.61
પોરબંદર 706 – 428 – 60.58
બોટાદ 613 – 373 – 71.99
ભાવનગર 606 – 438 – 72.21
અમરેલી 646 – 493 – 76.34

જૂનાગઢ 912 – 834 – 91.43

ગીરસોમનાથ 900 – 1257 – 139.69

સૌરાષ્ટ્ર 679 – 489 – 71.99