નર્મદામાં ભ્રષ્ટાચાર, સતત ત્રીજી વખત નહેર તૂટી

રાધનપુર અને આસપાસની નર્મદા નહેર વારંવાર તૂટી રહી છે. જે સાબિત કરે છે કે નર્મદા નહેર નબળી બની છે. જેમાં પુરતો સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. અહીં જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તે ભાજપના મળતીયાઓ છે. આમ અહીં બનેલી નર્મદા નહેરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો માની રહ્યાં છે.

રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે નર્મદા બંધનું પાણી લઈ જતી નહેર સતત ત્રીજીવાર તૂટ્યા બાદ રીપેર કર્યા વગર જ પાણી છોડતા તૂટેલી કેનાલમાંથી ખેતરોમાં પાણી ઘુસી જતા જુવારના પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂત દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં નહેરનું સમારકામ ના થતા આ નુકશાન થવા પામ્યું છે.

બંધવડ થી સાતુન જતી કેનાલમાંથી નજુપુરા સાયફન કેનાલ નીકળે છે. આ કેનાલ અગાઉ શબ્દલપુરા ગામ પાસે  તૂટી જવા પામી હતી. જેમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા,ત્યારબાદ ત્રીજીવાર પણ કેનાલ તૂટી જતા ખેડૂતોએ નર્મદા યોજનાના અધિકારીઓ રીઝવી અને રાઠોડને ફોન અને રૂબરૂમાં અને વાર રજુઆત કરી હતી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર વીરજીભાઈનો નંબર આપવામાં આવ્યો હતો. પરંતુ વીરજીભાઈ ફોન ઉપાડતા નહોતા.