નર્મદા નહેરનું અંડરગ્રાઉન્ડ કરવામાં ભ્રષ્ટાચાર

બનાસકાંઠામાં 2017માં આવેલા પુરથી તૂટી પડેલી નહેર બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. સમી તાલુકાની ગાજદીનપુરા માઇનોર 2 કેનાલમાં અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનમાં તૂટેલી પાઈપો નાખવામાં આવી રહી છે. ગયા વર્ષે આવેલાં ભારે પૂરના કારણે પાઈપલાઈન સંપૂર્ણ ધોવાઈ ગઈ હતી. તેથી કેનાલને અન્ડરગ્રાઉન્ડ કરવાનું નક્કી કરાયું હતું. છેલ્લા એક વર્ષથી આ કેનાલનું કામ ચાલુ ન કરાતાં આ વિસ્તારના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી. જેથી તંત્ર દ્વારા કામકાજ ચાલુ કરી દેવાયું છે, પણ ધીમે ચાલતાં  કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી છે. કેનાલ નાંખવામાં ન આતાં ગયા વર્ષે ખેડૂતોને જીરાના પાક માટે પાણી ન મળતાં પાક નિષ્ફળ ગયો હતો. આ વર્ષે પણ કરોડો રૂપિયાનું કૃષિ ઉત્પાદન સરકારની આળસના કારણે નુકસાન થઈ રહ્યું છે.

સમશેરપુરા ગામના ખેડૂતો એવું માને છે કે, કેનાલનું કામ કરતા જેસીબી અને હિટાચીના ડ્રાઇવરો કોન્ટ્રાક્ટરે આપ્યા નથી. કોન્ટ્રાક્ટર એવું કહે છે કે, લોકો ડીઝલનો બારોબાર વહીવટ કરી દીધો છે. આગામી દિવસોમાં કેનાલના કામમાં ઝડપ નહીં આવે તો નર્મદા વિભાગ સામે ધરણા કરી કરવાની જાહેરાત ખેડૂતોએ કરી દીધી છે.