નવસારીના વિજલપોરમાં વિજય કોનો, ભ્રષ્ટાચાર કે સદાચારનો ?

ભાજપમાં હુમશાહી – ખાસ અહેવાલ

નવસારીના વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ કેટલાક સભ્યોએ બળવો કરી વિજલપોર વિકાસ મંચ નામથી અલગ રાજકીય જૂથ રચીને ભાજપના પાલિકા પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે 13 મતની સામે 18 મને વિશ્વાસનો મત મોદી જીતી ગયા હતા. 11 સપ્ટેમ્બર 2018ના રોજ વિજલપોરના પ્રમુખ જગદીશ મોદી વિરુદ્ધ પાલિકાની કામગીરીથી નારાજ થયેલા BJPના સભ્યોએ દરખાસ્ત મૂકી દીધી હતી. 25મી સપ્ટેમ્બર 2018ના રોજ સામાન્યસભા બોલાવવામાં આવી હતી. પણ વારંવાર મુલતવી રાખીને ભાજપને મદદ રૂપ થવા માટે અધિકારીઓ પર દબાણ હતું.

વિકાસ મંચના સભ્યો સામે પોલીસ કેસ કરીને તેમને સભાથી દૂર કરીને ભાજપે વિશ્વાસનો મત મેળવી લીધો હતો. ભાજપના નેતાઓની જોહુકમી સામે વિરોધ કરીને નવું જૂથ રચનારા પાંચ સભ્યો હાજર ન રહે એવું ષડયંત્ર ગોઠવવામાં સફળતા મળી હતી. જેમાં લક્ષ્મી ટુંડીયા, મનોહર – દીપક બોરસે, ઈન્દ્ર રાજપૂત, ભાલચંદ્ર પાટીલ તથા જ્યોતિ રાજભર ગેરહાજર રહ્યાં હતા. આ પાંચેય સામે પોલીસ ફરિયાદ થઈ હતી તેથી તેઓ હાજર રહે તો પણ તેમની અટકાયત કરવાની શક્યતા હતી. જેમાં ભાલચંદ્ર પાટીલ તથા મનોહર – દીપક બોરસેની ધરપકડ કરી દેવામાં આવી હતી. ઈન્દ્ર રાજપૂત પોલીસ સામે હાજર થઈ જતાં ધરપકડ કરાઈ હતી. લક્ષ્મી અને જ્યોતિ બન્નેની ધરપકડ કરવામાં આવી નથી. આમ પાંચ જો હાજર હોત તો 18 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખઆસ્ત પસાર થઈ ગઈ હોત અને ભાજપનું શાસન સમાપ્ત થઈ ગયું હોત.

અવિશ્વાસ માટે ભાજપના સભ્યોએ આંગળી ઊંચી કરી

જોકે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આવા માટે આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવતાં ભાજપના સભ્યોએ હાથ ઊંચા કરીને મત આપ્યો હતો. પણ તુરંત ભાજપના શાણા સભ્યોએ તેમને સમજાવીને આંગળી નીચે કરાવી હતી. જે વાત મુખ્ય અધિકારીએ ચલાવી લીધી હતી.

સભ્યોની ખરીદીમાં બબાલ થઈ

29 નવેમ્બર 2018ના રોજ પાલિકા પ્રમુખ અને કોર્પોરેટર વચ્ચે રૂપિયાની લેતી દેતીમાં વિવાદ થતાં છુટાહાથની મારા મારી થઈ હતી. વિજલપોર શહેર ભાજપના કોશાઘ્યક્ષ બબલુ શર્માએ ભાજપના જ વિકાસ મંચના નગર સેવક જ્યોતિ રાજભરને માર્યો હતો. રાતે પાલિકા પ્રમુખ જગદીશ મોદી અને ભાજપના  નગરસેવક જ્યોતિ રાજભર વચ્ચે રૂપિયાની લેતીદેતીમાં વિવાદ સર્જાયો હતો.

કોના કેટલા સભ્યો

ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદો ઊભા થયા છે, જેમાં 18 સભ્યો ભાજપના નેતાઓની નીતિથી નારાજ છે. તેથી તેઓ પક્ષના મોવડી મંડળ સમક્ષ કુશાસન સામે વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે. છતાં ભાજપના નેતાઓ સાંભળવા તૈયાર ન થતાં 13 સભ્યોએ પોતાના પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. પોતાના જ પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને પોતાના ભાજપના પ્રમુખને હાંકી કાઢવા માટે કહ્યું છે. આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર ભાજપમાં લેવામાં આવી હતી. ચૂંટણી થઈ હતી ત્યારે કૂલ 36 સભ્યોમાંથી 33 સભ્યો ભાજપમાં જંગી બહુમતિથી ચૂંટાઈ આવ્યા હતા. તેથી એકહથ્થું શાસન કરવા લાગ્યા હતા. પાલિકાના પ્રમુખ તરીકે જગદીશ મોદી નિયુક્ત કરાયા હતા. જગદીશ મોદીએ પોતાના જ પક્ષના સભ્યો ઉપર જુલમ શરૂ કર્યો હતો. જગદીશ મોદીની સાથે બીજા 14 સભ્યોએ મળીને એકહથ્થું શાસન ચલાવી રહ્યાં હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી.

ભાજપ જિલ્લા પ્રમુખ સામે રજૂઆત

સમગ્ર પ્રકરણને શાંત પાડવા માટે ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ પટેલ અને મહામંત્રી દ્વારા પક્ષમાં બેઠકો બોલાવવામાં આવી હતી પરંતુ તેઓ આ સમગ્ર પ્રશ્નોને ઉકેલવા માટે નિષ્ફળ રહ્યા હતા. આ પ્રશ્ન ક્યારે સૌથી ઉગ્ર બન્યું હતું કે જ્યારે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સત્તાધારી  જૂથ દ્વારા નારાજ જૂથને કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો. સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગનું ટેન્કર પણ આપવામાં આવ્યું નહોતું. તેના કારણે નારાજગી વધી ગઈ હતી. હવે એ પરાકાષ્ઠા ઉપર છે. 18 નારાજ સભ્યોમાંથી 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેક્ટર અને પાલિકાના અધિકારી સમક્ષ રાખી છે જેથી ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઇ છે.

લઘુ ભારત

નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્ત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતા બહારથી આવીને વસેલા લોકો વધુ છે.

સાંસદ સી. આર. પાટીલ અને ધારાસભ્ય આર સી પટેલ જવાબદાર

વિજલપોર નગરપાલિકામાં ભાજપમાં દિવાળી સમયે હોળી પ્રગટી છે. છેલ્લા એક વર્ષથી નવસારીના આ નાના શહેરમાં ભાજપની જૂથવાદ એટલી પરાકાષ્ઠાએ છે. પ્રમુખ જગદીશ મોદી સાથે ધક્કામુક્કી કરી હતી. બોલાચાલી કરીને અપમાનિત વ્યવહાર કરાયો હતો. મહિલા સભ્યએ તેમના સાથી સભ્યને તમાચો મારી દીધો હતો. ત્રણ સભ્યોએ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. આ એટલા માટે થયું હતું કે પ્રમુખ જૂથની સાથે બળવાખોર જૂથના ભીખુ પ્રવીણ પટેલે સમાધાન કરીને તેમના જૂથમાં જતાં રહેતાં આ હોબાળો થયો હતો. ભીખુ પટેલને ગાળો આપવામાં આવી હતી. તેમને ખતમ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભીખુ પટેલને મારમારવામાં આવ્યો હતો. આ બધુ કરવામાં ભાજપના સભ્યો લક્ષ્મી રામજી ટુંડીયા, ઈન્દ્ર રાજપૂત, ભાલચંદ્ર પાટીલ, મનોહર નીલકંઠ બોરસેએ કર્યું હતું. તેમની સામે 31 ઓક્ટોબર 2018ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. લક્ષીમી ટુંડીયાએ ભીખુ પટેલને નાલાયક કહીને ગાળો આપી હતી. તેનો હાથ ખેંચ્યો હતો. કોલર ખેંચી ગાલ પર તમાચો માર્યો હતો. તેમની સાથેના બીજા ત્રણ સભ્યઓએ જાતિવિષયક ગાળો આપી અપમાનિત કરીને ઢીક્કામુક્કી અને ધક્કામુક્કી કરે ફટકા માર્યા હતા.

કૃષ્ણની મટકી ફોડ વખતે વેરઝેર વધ્યા

સમગ્ર પ્રકરણને શાંત પાડવા માટે ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ પટેલ અને મહામંત્રી દ્વારા પક્ષમાં બેઠકો બોલાવવામાં આવી હતી, પરંતુ તેઓ આ સમગ્ર પ્રશ્નોને ઉકેલવા માટે નિષ્ફળ રહ્યા હતા. આ પ્રશ્ન ક્યારે સૌથી ઉગ્ર બન્યું હતું કે જ્યારે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સત્તાધારી  જૂથ દ્વારા નારાજ જૂથને કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો. સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગનું ટેન્કર પણ આપવામાં આવ્યું નહોતું. તેના કારણે નારાજગી વધી ગઈ હતી. હવે એ પરાકાષ્ઠા ઉપર છે. 18 નારાજ સભ્યોમાંથી 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેક્ટર અને પાલિકાના અધિકારી સમક્ષ રાખી છે જેથી ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઇ છે.

ગુપ્ત મતદાન ન આપ્યું

25 સપ્ટેમ્બર 2018માં ભાજપ બે જૂથોમાં વહેચાઇ જતા તત્કાલીન પાલિકા પ્રમુખ સામે 14 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને હતી, જેમાં પ્રમુખે વિશ્વાસનો મત જીતવાનો હતો. હોબાળો થતા ચૂંટણી અધિકારીએ સભા બરખાસ્ત કરી હતી. બળવાખોરોએ ગુપ્ત મતદાનની માંગણીઓ કરી હતી. ભાજપના શાસકોએ હાથ ઊંચો કરી મતદાનની માંગણી કરતા મામલો કાબુ બહાર જાય એવી શક્યતાને લઈને સભા બંધ કરવી પડી હતી. જોકે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સભા શરૂ થઇ હતી. ચીફ ઓફિસરે સભા બંધ કરાવતા બળવાખોરો નારાજ થયા હતા. કુલ 36 નગર સેવકોમા 33 ભાજપના અને 3 કોંગ્રેસના નગર સેવક છે. વધુ પડતી બહુમતી હોવાના કારણે આવું એક તરફી વલણ સત્તા પર બેઠેલાં લેતા હોય છે. અધિકારીએ પણ સત્તાની સાથે જ રહેવાનું પસંદ કરીને ગુપ્ત મતદાન આપવાનો ઇનકાર કર્યો હતો.

વિધાનસભામાં સમાધાન ન થયું

વિધાનસભામાં સમાધાન ન થતાં બે-અઢી મહિનાથી શાસક ભાજપમાં બે જૂથ પડી ગયા હતાં. જેમાં એક જૂથમાં પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન પ્રકાશ પાટીલ તથા અન્યો છે, તો બીજા જૂથમાં પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકર, શાસક પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ છે. પ્રમુખ સામે અવિશ્વાસના કારણોમાં 14 સભ્યોના પ્રજા લક્ષી પોતાના વિસ્તારોમાં કામો ન થવા, બળવાખોરોનો અવાજ દબાવી દેવો, મહિલાઓનું સન્માન ન જાળવવું, વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવા તથા સામાન્યસભાની જાણકારીઓ ન આપવી જેવી બાબતો આગળ ધરી હતી.

પોલીસ મથકને ઘેરાવ

વિજલપોર નગરપાલિકામાં ભાજપનાં બે બળવાખોર સભ્યોની પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન માટે કોર્ટમાં રજૂ નહીં કરતા 1 ઓગસ્ટે રાત્રે 200 લોકોના ટોળાએ પોલીસ મથકને ઘેરાવ કર્યો હતો. તેથી પોલીસે તુરંત તેમને છોડી મૂકવાની ફરજ પડી હતી. શાસક ભાજપમાં વરવી જૂથબંધીના કારણે એકબીજાને કાપવા માટે જાન પર આવી ગયા છે. ખૂલ્લો બળવો કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

લારી ઉપાડી લીધી તેથી બબાલ

બળવાખોરોનું નાક દબાવવા માટે સંગઠન જૂથે મહિલા સભ્યની લારી ટ્રાફિકને નડતરરૂપ હોવાનું કારણ દર્શાવી અધિકારી પાસે ઉંચકાવી લીધી હતી, જેમાં બળવાખોર સભ્યોએ અધિકારીઓની સાથે વાદવિવાદ કરતા અધિકારી મોહનભાઇ આહિરે વિજલપોર નગરપાલિકામાં વોર્ડ નં. 5માંથી ચૂંટાયેલા ઇન્દ્રસિંહ રાજપૂત અને વોર્ડ નં. 7માંથી ચૂંટાયેલી જ્યોતિ રાજભરની સામે પોલીસમાં ધાકધમકી આપવાની ફરિયાદ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપનાં બે સભ્યોને છોડાવવા માટે જલાલપોરનાં ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારી સાંસદ સી.આર.પાટીલે  કોઇ મદદ નહીં કરતા બંને સભ્યોના સમર્થકોમાં રોષ ફેલાયો હતો. તેથી તેઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. સી.આર.પાટીલે રાજકીય દબાણ કરીને તેમને પોલીસ ન છોડે એવી ખાનગી સૂચના આપી હોવાનું જણાતાં લોકો પોલીસ મથક સુધી ધસી ગયા હતા. સી.આર.પાટીલ ઇચ્છતા ન હોવા થતાં જ્યોતિ અને ઈન્દ્ર રાજપૂતને છોડવા પડ્યા હતા.

વિવાદના મૂળમાં સી આર પાટીલ

જલાલપોર બેઠક પર ભાજપના પાંચ ટર્મથી ચૂંટાતા આવેલા MLA આર.સી.પટેલને ફરીથી ટિકિટ આપતા વિજલપોર નગરપાલિકા ભાજપમાં 23 નવેમ્બર 2017માં ભડકો થઈ બળવો કરી પાલિકા ઉપપ્રમુખ અર્જુન પાટીલે પોતાના પક્ષની સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારથી અહીં વિવાદનું મંડાણ થયું હતું. લોકોની દલીલ હતી કે ગાંધીનગરથી એક જ ઉમેદવારને 30 વર્ષ સુધી ટિકિટ આપવામાં આવે તો બીજા સભ્યોને શું ધારાસભ્ય જ નહીં બનવાનું? આ મુદ્દે શરૂ થયેલી લડત એક વર્ષથી ચાલે છે. તેના ભાગરૂપે વિજલપોરના ચૂંટાયેલા ભાજપનાં સભ્ય મનીષભાઇ ઠાકુરે પોતાનાં સમર્થકો સાથે નગરપાલિકામાં જઇ પોતાનું રાજીનામું આપ્યું હતું. નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ભાજપમાં વિવાદો અને સરમુખત્યારશાહી ઘર કરી ગયા છે. કાર્યકરો અને સંગઠનના નેતાઓ વચ્ચે વારંવાર વિવાદો ઊભા થઈ રહ્યાં છે. ભાજપના નેતાઓ વિરુદ્ધ લાગણી એટલી ઘેરી બની છે કે સત્તા પરિવર્તન અને ભાજપને ઉખેડી ફેંકવા સુધી વાત પહોંચી છે.

MLAનો જૂથવાદ અને સરમુખ્યતારશાહી

વિજલપોર નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો-ચેરમેનો અને સભ્યોના બદલે MLAના માણસો જ સમગ્ર વહીવટ ચલાવતા હોવાની લાંબા સમયની ફરિયાદ રહી છે. જેનું કોઇ નિરાકરણ લાવવામાં  આવ્યું ન હતું. ઉપરાંત વિજલપોર નગરપાલિકામાં મહારાષ્ટ્રીયન સમાજની ખૂબ  મોટી સંખ્યા છે. તેમના ચૂંટાયેલા મહારાષ્ટ્રીયન સભ્યોની જાણી જોઇને અવગણના કરવામાં આવતી હોવાથી અસંતોષ ફેલાયો હતો. તેથી સી.આર.પાટીલ સામે પણ વિરોધ છે.

સમજૂતી નહીં સસ્પેન્ડનું એક તરફી હથિયાર

અવિશ્વાસની દરખાસ્ત મુકનાર 7 બાગી કોર્પોરેટરો સહિત વિજલપોર પાલિકાના ઉપપ્રમુખને પણ પક્ષ વિરોધી કામ કરવા બદલ 19 સપ્ટેમ્બર 2018ના રોજ સસ્પેન્ડ કરવા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આમ 19 સભ્યોની સામે માત્ર 7 લોકોને જ નોટિસ આપવામાં આવી હોવાથી ભાજપના 33 સભ્યો વચ્ચે બે જૂથ પડી ગયા હતા. 19 સભ્યો કલેક્ટર કચેરીઈ જઈને પક્ષની સામે રણશીંગુ ફૂંક્યું હોવા છતાં માત્ર 7 લોકો સામે જ આવાં પગલાં ભરાયા હતા. તે પ્રદેશ નેતાઓની પક્ષપાતી નીતિ જોવા મળે છે.

જગદીશ મોદી સામે ઝૂંબેશ

પાલિકાના પ્રમુખ જગદીશ મોદી અને વિજલપોર શહેર પ્રમુખ મુકેશ કાગડે સામે સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા. તેઓ પોતાના જૂથ સિવાય બીજા કોઈના કામ કરતાં ન હોવાનું તથા પ્રતાને કઈ રીતે પીડા આપી રહ્યાં છે તે અંગે સમગ્ર વિસ્તારમાં મોદી સામે લોકોએ સોશિયલ મીડિયામાં ઝૂંબેશ ચાલી રહી છે.

(દિલીપ પટેલ)