નવસારીના વિજલપોર ભાજપમાં સત્તા સામે સાવકાનો જંગ

નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં જનતા પાર્ટીના આંતરિક ઝઘડાઓ વધી ગયા છે. જેના કારણે ભાજપના સત્તાધીશો સામે વિરોધ ઊઠી રહ્યો છે. ભાજપના 33 સભ્યોમાંથી 15 જેટલા સભ્યો પાલિકા ગેરવહીવટ કરી રહ્યા હોવાનો આરોપ છે. તેઓ જે અનીતિ કરી રહ્યાં છે તેની સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. પાલિકાના ભાજપના કાર્યકરો સામે શાસકો સતત ઓરમાયુ વર્તન દાખવતા હોવાની ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ વિવાદ વધારે ઘેરો બની રહ્યો છે અને ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શું કરવું એના સ્પષ્ટ સંકેતો હજુ મોકલવામાં આવ્યા નથી. ભાજપ પ્રમુખ નરેશભાઇ પટેલ અને મહામંત્રી ભુરાલાલને ગાંધીનગર ખાતે બોલાવીને જે વચનો આપ્યા હતા, તે વચનો પરિપૂર્ણ થયા ન હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઇ છે. પ્રદેશ નેતાઓએ કોઈ જ કર્યવાહી કરવામાં આવી નથી. તેથી જે સત્તાધારી જૂથના સભ્યો વધારે મજબૂત બનતા હોવાનું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે. આ વિવાદ માત્ર ભારતીય જનતા પાર્ટીની આંતરિક મિટિંગમાં જ નહિ, જાહેરમાં પણ દેખાઈ રહ્યો છે. વિજલપોરના શિવાજી ચોક ખાતે ઉજવાયેલા મટકીફોડ કાર્યક્રમમાં પણ નારાજ જૂથ અને સત્તા ધારી જૂથ વચ્ચે અણબનાવ બન્યો હતો. નેતાઓ ગેરહાજર રહીને અસહકાર બતાવ્યો હતો. ફાયર બંબાની ફાળવણી પણ કરવામાં આવી ન હતી. તેથી જન્માષ્ટમીના દિવસે પણ મટકીફોડના કાર્યક્રમમાં ભાજપનો આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. આમ ભાજપના 33 સભ્યોમાંથી 18 સભ્યો એવો દાવો કરે છે કે તેમની સાથે સાવકું વર્તન દાખવે છે. પાલિકાના ઉપપ્રમુખ સંતોષ અને જ્યોતીન્દ્ર રાજવંશ, મહેન્દ્ર ટંડેલ સહિતના વિવિધ સભ્યોએ વિરોધ કર્યો છે. પાલિકાના માત્ર 15 સભ્યો દ્વારા મનમાની ચાલતી હોવાથી અઢાર સભ્યોની અવગણના થતી હોવાની પણ રજૂઆતો કરવામાં આવી છે. જૂથ એવું કે છે તેમની કોઈ માગણી સ્વિકારવામાં આવતી નથી. આ જોઈને કોંગ્રેસને પણ મોકો મળી ગયો છે.