નવા ઉદ્યોગમાં સફળ થવાના 8 પગલાં અમેરિકાના ફ્લોરિડાના રમેશ ભૂતાએ આપ્યા

સ્ટાર્ટ અપને સફળ બનાવવા પાંચ સૂત્રીય પદ્ધતિ અપનાવશો તો જીવનમાં કદીપણ નિરાશા નહિ મળે. ગ્લોબલ ટેક્નોલોજી નિષ્ણાત હિતેન ભુતાએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી – જીટીયુ -ના જીટીયુ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન સેન્ટરમાં યુવા ઉદ્યોગ સાહસિકોવિદ્યાર્થીઓને સફળતા માટે શીખ આપી હતી.

સીજીએસ ઈન્ફોટેક કંપનીના સ્થાપક અને સીઈઓ હિતેન ભુતા અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્જમેન્ટના ભૂતપર્વ વિદ્યાર્થી છે અને હાલમાં અમેરિકાના ફ્લોરિડામાં કંપનીના વિસ્તરણની જવાબદારી સાંભળી રહ્યા છે. ગુજરાતના યુવાનોના વિકાસ માટે સ્ટાર્ટઅપથી સકસેસ પ્રોગ્રામ કઈ રીતે મદદરૂપ થઇ શકે એના વિચાર માટે તેમણે અમેરિકાથી ખાસ આવીને આ કાર્યક્રમમાં વકતવ્ય આપ્યું હતું.

હિતેન ભુતાએ જણાવ્યું હતું કે ટેક્નોલોજીમાં અત્યંત ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. વિદ્યાર્થી ચાર થી છ વર્ષમાં ભણીને બહાર આવે ત્યાં સુધીમાં ટેક્નોલોજી બદલાય જાય છે. આવા સંજોગોમાં કંપનીને નિપુણ સ્ટાફ મળતો નથી અને વિદ્યાર્થીઓને સારી નોકરી નથી મળતી. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ, નવી ટેક્નોલોજી આધારિત કામ કરવાથી વિદ્યાર્થીઓમાં નિપુણતા અને આત્મવિશ્વાસ વધશે અને સાથોસાથ કંપનીઓને સરળતાથી શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવાની તક મળશે.

ભુતાએ આ કાર્યક્રમમાં નવા સ્ટાર્ટ અપ સાહસમાં ખાતરીપૂર્વક સફળતા પ્રાપ્ત કરવાના 8 પ્રેકટીકલ પગથિયા પરના પગલાં સમજાવ્યા હતા. તેમણે સમજાવ્યું કે,

1 સ્ટાર્ટ અપ સાહસમાં સૌપ્રથમ તમારી પ્રોડક્ટ કે સર્વિસનું મૂલ્ય ઊભું કરો.

2 અન્ય ઉદ્યોગો કરતા તેને અનોખું બનાવો.

3 ગ્રાહકોમાં તમારી પ્રોડક્ટ કે સર્વિસ બાબતે વિશ્વાસનું સર્જન કરો

4 ગ્રાહકોમાં તેની માલિકીની ભાવના ઉત્પન્ન કરો.

5 ઑફિસ કે કામકાજના સ્થળે ન હો છતાં તમારૂં કામ ચાલતું રહે એવી સાધનસામગ્રી, પ્રક્રિયા અને ટીમ વિકસાવો. ઑટોમેટિક કામ ચાલતું રહે એવી સિસ્ટમ વિકસાવશો તો વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે તમને પૂરતો સમય મળી રહેશે.

6 કર્મચારીઓ અને અધિકારીઓને પગાર ચૂકવતા હો તો તે બધા તમારા ગુલામ નથી. સ્ટાફને ગુલામ ગણીને ઠપકો જ આપતા રહેવાના જમાના ગયા. હવે તો સ્ટાફના વિકાસ માટે કંઈક કરશો તો જ પ્રગતિ થશે. તમે સ્ટાફને સાચવશો તો સ્ટાફ તમારા ગ્રાહકોને તે સાચવશે.

7 વ્યવસ્થા લાંબો સમય ટકાવી રાખવા શીખ આપી હતી.

8 બિઝનેસ પ્રોસેસ રિએન્જીનિયરીંગ અપનાવો.