રાજ્યના નવનિયુક્ત 283 પોલીસ સબ-ઇન્સ્પેકટર અને આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરને ફરજ પ્રત્યે નિષ્ઠા રાકવાના શપથ કે દિક્ષાંત પરેડ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇના ગ્રાઉન્ડ ખાતે 28 જૂલાઈ 2018ના દિવસે રાખવામાં આવ્યો છે. જેમાં બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે 168 અને બિન હથિયારી આસીસ્ટન્ટ પોલીસ સબ- ઇન્સ્પેકટરમાં 115 અધિકારીઓ ઇન્ડોર તથા આઉટડોર તાલીમ સહિત વિવિધ કેપ્સુલ કોર્ષ તેમજ સ્થળ વિઝિટ કરાવીને તાલીમબદ્ધ કરાયા છે. તેઓ ફરજ પર આવી રહ્યાં હોવાથી તેમની પહેલી ફરજ રાજ્યના નાગરિકો માટે રહેશે. તેઓ કોઈ દબાણ કે લોભ લાલચ વગર ફરજ બજાવીને પ્રજાને ન્યાય અપાવી ગુના ન થાય તે મટે કામ કરશે. સરકારના ખોટા દબાણને વશ નહીં થાય.
ગુજરાતી
English




