મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં એમ-3 વર્ઝનના નવા 83,000 ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા 67,000 વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPAT) ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. VVPATમાં ખામી હોય તો તેને ચાલુ કરતી વખતે VVPAT આપોઆપ ડીસ્પ્લે પર દર્શાવે તેવી નવી વ્યવસ્થા સાથે નવા મશીનો છે. એકથી વધુ ઈવીએમ મુકવાના થાય તો પણ એક જ VVPATની જરૂર રહે છે. 51,703 મતદાન મથકો પર લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. રાજ્યમાં 3 હજાર મતદાન મથકનો વધારો થયો છે. નવા EVM કંટ્રોલ યુનિટ અને VVPAT બેંગ્લોરથી Bell કંપનીમાંથી આવી ગયા છે. 15 નવેમ્બરથી નવા યુનિટસનું પ્રથમ તબક્કાનું ચેકીંગ હાથ ધરાયું હતું.
26 ઓક્ટોબર 2018માં 2400 કંટ્રોલ યુનિટ (CU) અને 2890 બેલેટ યુનિટ (BU) લવાયાં હતાં. કલેક્ટર એચ.કે.પટેલના માર્ગદર્શન અને રાજકીય પક્ષો સહિત અધિકારીઓની હાજરીમાં આ EVM મહેસાણા બહુમાળી ભવનમાં બનાવેલા સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવે ત્યારે આ તમામ EVMનું કંપનીના એન્જિનિયરો દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) વગેરે પ્રક્રિયા 11 જિલ્લામાં થઈ રહી છે. જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલ કહે છે કે નાના કદના નવા EVMમાં એક સ્ક્રુ ખોલતા આખું મશીન બંધ થઈ જાય એવી નવી સીસ્ટમ છે. ચેડાં થઈ શકતાં નથી.
ગઈ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ સમક્ષ અનેક ફરિયાદો થઈ હતી તેથી વિડિયો રેકોર્ડીંગ થઈ રહ્યું છે. યુટ્રીમ નામની વેબ સાઈટ પર તેનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.
50 મત પછી EVMમાં ગોલમાલ ?
એક બુથ EVM પર 1000 કે 1200 મત હોય છે. તેમાં પ્રથમ 50 મત જ કલેક્ટર કચીરઓમાં રાજકીય પક્ષોની હાજરીમાં ગણાય છે. પણ 500 કે 1000 મત સુધી ડેમો બતાવવામાં આવતો નથી. તેથી કોઈ મશીનમાં 50 મત પછી કોઈ એક જ પક્ષમાં મત જતા રહે એવું ઉમેદવારોના નામ EVMમાં નાંખતી વખતે કોઈ પક્ષ સેટીંગ કરે તો શું ? એ અંગે આજ સુધી કોઈએ વિચાર કર્યો નથી. આવું સેટીંગ કેટલાક રાજકીય પક્ષો કરી રહ્યાં હોવાનો આરોપ પણ જાણકારો મુકી રહ્યાં છે. સચિવાલયમાં આ અંગે એક કાવતરૂ ઘડાયું હતું અને તેની વિગતો અર્જુન મોઢવાડીયાને આપવામાં આવી હતી. પછી તે વ્યક્તિ આજ સુધી મળતી નથી.
મતપત્રકોની માંગ કેમ નહીં ?
આમ વિરોધ પક્ષ ચૂંટણી પૂરી થઈ ગયા પછી, હાર ભાળી જતાં EVMના ગોડાળા અંગે વિવાદ કરે છે. પણ તે અંગે નક્કર પગલાં ભરતા નથી. કોંગ્રેસ દ્વારા જૂના ગોટાળાની વિગતો મેળવવામાં આવતી નથી. કે નવા ગોટાળા રોકવા માટે કોઈ નિષ્ણાંત એન્જીનીયરોની સમિતિ બનાવી નથી. ચૂંટણી મતપત્રકથી જ થવી જોઈએ એવી કોઈ ઠોસ માંગણી કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી નથી. તો મતપત્રકથી ચૂંટણી નહીં થાય તો ચૂંટણીમાં ભાગ ન લેવાની પણ જાહેરાત રાહુલ ગાંધી કે બીજા મોટા પક્ષો દ્વારા કરવામાં આવી નથી. એવું રાજકીય નિરિક્ષકો માની રહ્યાં છે.
ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર
2017માં VVPAT (Voter-verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં 50,128 મતદાન મથકો પર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાયો હતો. ગુજરાતમાં 4.33 કરોડ મતદારો 25 સપ્ટેમ્બર 2017 મુજબ નોંધણી થયેલા હતા.
7 ટકા મશીનો ખામીવાળા નિકળ્યા
2907 બીયુ, 5245 સીયુ અને 3550 VVPET બોગસ નીકળ્યાં હતા. જે 7 ટકા EVM –VVPAT મશીનો ખામીયુક્ત હતા. ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં EVMમાં ગરબડ સર્જાવાની દહેશત હતી. ચૂંટણી પંચના ગુજરાત ખાતેના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને કબુલ્યું હતું કે અંદાજે 7 ટકા જેટલા ઈવીએમ-VVPET ટેકનિકલી ખામીવાળા જણાતાં તે પાછા મોકલી પ્રક્રિયામાંથી રદબાતલ કરાયા હતા.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ થયેલા ફર્સ્ટ લેવલ ચેકિંગ દરમિયાન મશીનમાં ગમે તે પાંચ બટન દબાવવાથી ભાજપને વોટ પડતા હોવાના સંખ્યાબંધ કિસ્સા બન્યા હોવા અંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવાયું હતું કે, રાજ્યમાં 75196 બેલેટ યુનિટ પૈકી 2907 યુનિટ, 62666 કંટ્રોલ યુનિટ પૈકી 5245 યુનિટ તથા 70182 VVPET પૈકી 3550 મશીનો ખામીવાળા હતા. કચ્છ-મહેસાણામાં 8 ટકા, આણંદમાં 7 ટકા, સુરતમાં 9 ટકા, પાટણમાં 19 ટકા VVPET ખામીયુક્ત જણાયાં હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 65 બીયુ 58 સીયુ અને 238 VVPET ખામીવાળા હોવાથી બધા મશીનોનો વપરાશ ચૂંટણી પ્રક્રિયામાંથી રદબાતલ કરી પાછા મોકલાયા હતા. ગુજરાતમાં વપરાનારા બીયુ અને સીયુ મશીનો પૈકી 52 ટકા મશીનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યા હતા.
EVM સામે ફરિયાદ
ગુજરાત વિધાનસભાની 2017ની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં EVM ખરાબ થવાની સૂરત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરિયાદ હતી. 98 EVM ખરાબ થયા હતા. જેમાંથી 70 ફરિયાદો સૂરતના શહેરીની હતી. બીજા તબક્કામાં તેનાથી થોડા વધારે ખરાબ નિકળ્યા હતા.
2017માં ક્યાં મતદાન મથક પર EVM મશીનો પર ખામી હતી ?
– પાટણમાં આનંદ પ્રકાશ હાઈસ્કુલ -158
– મહેસાણમાં ખેરાલુના કન્યાશાળા મતદાન મથકે EVM ખોટકાયું
– અંબાજીમાં એક પર
– તલોદના પુંસરી ગામે
– નવાનગર પ્રાથમિક શાળા
– સાબરકાંઠાના પુંસરી ગામે EVMમાં ખામી સર્જાઈ
– કાંકરી ગામના મથકે
– ખેરાલુના મલારપુર
– વડનગર ખાતે મતદાન મથકમાં EVM ખોટકાયું
– અરવલ્લીમાં 2 EVM મશીનો ખોટકાયા
– ધનસુરાના શિકા નંબર-૨
– મોડાસાના ઝાલોદર
– રાવપુરાના સમામાં પ્રશંશા વિદ્યાલય
– મોડાસાના ઝાલોદર
– પાટણની આદર્શ પ્રકાશ હાઇસ્કુલ
– ખેરાલુના ડભોડા ગામે બે EVM મશીન બંધ
– હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયમાં 1 EVM
– મહેસાણાના ખેરાલુના મલારપુર
– ઇડરના માનગઢમાં EVM બદલવામાં આવ્યું
– ખેડબ્રહ્માના કોલન અને કોટડા ગામના
– ધારાસભ્ય અશ્વિન કોટવાલએ ચુંટણી અધિકારીને ફરીયાદ કરી
– વડોદરા મેવલી ગામે નંબર 1નું 83 નંબર
– ઉંઝાના વિસોળ ગામે EVM ખોટવાયું
– વિદ્યાનગરની નલીની કોલેજના મતદાન મથક
– અરવલ્લી બાયડના 5 ગામોમાં મશીનમાં ગડબડી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાતું ન હોવાનો આક્ષેપ
– ઉભરાણ, અજબપુરા, વજેપુરા, હેમદપુરા ગામના મશીનોમાં ગડબડી
– વડોદરાના છાલિયેર, રાસાવાડી, તાડીયાપુરા, મેવલી ગામે
– મહેસાણા જિલ્લામાં મલારપુર ગામ
– મહેસાણાના સુદાસણા ગામ
-પંચમહાલ કલોલ 137 નંબર
– મહેસાણાની બહુચરાજી બેઠકના 3 બૂથો
– મીઠા બોરીયાવી, વડોસણ અને મગુના ગામ
– ખેરાલુની મલારપુર બેઠક
– પાટણનાં આનંદ પ્રકાશ સ્કુલનાં માં EVM મોકપોલમાં બંધ
– કાલોલમાં બાકરોલાની શાળામાં ત્રણ નંબરનું બટન પ્રેસ થતું ન હતું.
– દેરોલમાં ખામી સર્જાતા મતદાન મોટું થયું
– વડનગરમાં EVMમાં ખોટકાયું હતું.
– બનાસકાંઠામાં EVM બ્લુ ટૂથથી કનેક્ટ થતાં હોવાની ફરિયાદ
– મહેસાણામાં EVM બ્લુ ટૂથથી કનેક્ટ થતાં હોવાની ફરીયાદ
– વડોદરાનાં રાવપુરમાં VVPAT બદલવું પડ્યું.
– રાવપુરાના સમામાં પ્રશંશા વિદ્યાલયમાં EVM મશીન ખોરવાયું
– ધનસુરાના શિકા નંબર-૨
– મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
– કાંકરી ગામના મથક
– ખેરાલુના મલારપુર
– મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
– રાવપુરાના સમામાં પ્રશંશા વિદ્યાલય
– મહેસાણમાં ખેરાલુના કન્યાશાળા
– અંબાજીમાં એક
– નવાનગર પ્રાથમિક શાળા
– ખેરાલુના ડભોડા ગામે બે EVM
– હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલય
– મહેસાણાના ખેરાલુના મલારપુર
– ઇડરના માનગઢ
– ખેડબ્રહ્માના કોલન અને કોટડા ગામ
– વડોદરા મેવલી ગામે નંબર 1
– ઉંઝાના વિસોળ ગામે EVM ખોટવાયું
– વિદ્યાનગરની નલીની કોલેજ
– અરવલ્લી બાયડ 5 ગામોમાં EVM મશીનમાં ગડબડ કોંગ્રેસનો આક્ષેપ
– ઉભરાણ, અજબપુરા, વજેપુરા, હેમદપુરા ગામ
– વડોદરાના છાલિયેર, રાસાવાડી, તાડીયાપુરા, મેવલી ગામ
– મહેસાણાના મલારપુર ગામ
– મહેસાણાના સુદાસણા ગામ
– પંચમહાલ કલોલ 137 નંબર
– મહેસાણાની બહુચરાજી બેઠકના 3 બૂથો
– મીઠા બોરીયાવી, વડોસણ અને મગુના ગામ
– ઘાટલોડિયા ત્રણ બૂથ પર EVM સાથે બ્લૂટૂથ કનેક્ટ થતું હોવાની ફરિયાદ
– ગોધરામાં EVMમાં ખામી
– કૂલ 50 ઈવીએમમાં ખામી
– ગાંધીનગરમાં ચાર EVMમાં ખામી
– આણંદમાં 19 EVMમાં
– બનાસકાંઠામાં ચાર,
– ગોધરામાં ચાર,
– અમદાવાદમાં 15,
– મહેસાણામાં બે
– અરવલ્લીમાં બે મતદાન મથકોમાં ખામી
– મહેસાણાના ભેંસાણમાં EVMમાં મત ગમે તેને આપો, જાય છે ભાજ૫માં. ગ્રામજનોએ માગણી કરી હતી કે કલેક્ટર આવીને સમગ્ર મામલે તપાસ કરે ૫છી જ મતદાન શરૂ કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટે અરજી ફગાવી
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં 18મી ડિસેમ્બરે થનારા મતદાન માટે VVPATની 20 ટકા સ્લીપોને ઈવીએમમાં રેકોર્ડ થયેલા મતો સરખાવવાની માગ સાથે અરજી કરી હતી. જોકે, કોર્ટે તેને એમ કહેતા ફગાવી દીધી હતી કે, તે મતદાન ગણતરીની પ્રક્રિયામાં દખલ કરી શકે નહીં.
પ્રથમ તબક્કા કરતા ૫૦ ઓછા EVM બદલવામાં આવ્યા હતા.
બ્લુટુથથી EVM કનેક્ટ થાય છે
મહેસાણા
રાજ્યના અનેક સ્થળો પર EVM બંધ થવાની અને બ્લૂટૂથ કનેક્ટ થવાની માહિતી મળી હતી. કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર જીવાભાઈ પટેલે બ્લૂટૂથ દ્વારા ઈવીએમ કનેક્ટ થતાં હોવાની ફરિયાદ કરી હતી.
પોરબંદર
પોરબંદરના એક પર ઈવીએમ મશીન સાથે બ્લુટુથ કનેક્ટે થતાં પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસી આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેની સામે ભાજપના કાર્યકરો પણ બાબુ બોખિરીયાની સાથે જ મતદાન મથક પર પહોંચી ગયા હતા. બંને જુથો મતદાન મથક પહોંચતા જ કલેક્ટર દ્વારા મતદાન મથકની સુરક્ષા વધારી દીધી હતી.
પોલીંગ સ્ટેશનમાં જ બેઠેલા બસપાના પોલિંગ એજન્ટના મોબાઈલમાં બ્લુટુથ ચાલુ હોવાનું જાણવા મળ્યુ હતું બસપા એજન્ટના બ્લુટુથનુ નામ બદલતા કનેક્ટેડ બ્લુટુથનુ નામ પણ બદલાયુ હતું આમ બસપા એજન્ટનુ બ્લુટુથ મળી આવતા તેમને ફોન સ્વિચઓફ કરવા કહેવાયુ હતું. મતદાન ફરી શરુ કરવામાં આવ્યું હતું.
સુરત
કોંગ્રેસના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદ પણ કરી હતી કે સુરત અને મહેસાણામાં સ્ટ્રૉન્ગ રૂમની પાસે ‘નમો’નામથી વાઇ-ફાઇ નેટવર્ક મળ્યુ હતું. જ્યાં EVMરાખવામાં આવ્યું હતું. મતદાન સ્થળની પાસે બ્લૂટૂથ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં 44 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સિદ્ધપુર
પાટણના સિદ્ધપુરના સેવાલણીમાં3 EVM વાઇફાઇથી કનેકટ થતાં હતા. કોંગ્રેસ દ્વારા EVM અંગે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ હતી. ઉમેદવાર ડો.આશાબેન પટેલના મથક પર VVPETમાં ખરાબી સર્જાઈ હતી.
ભરૂચમાં EVM ભરેલી ટ્રક પલટી ગઈ
ભરૂચમાં ગુરુવારે એક ટ્રક 100 ઇલેક્ટ્રોનિંક વૉટિંગ મશીન (EVM) લઇને જઇ રહી હતી, આ દરમિયાન કોઇ કારણોસર ટ્રક પલટી ગઇ હતી. જે પછી પાસ કન્વીર હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને EVM પ્રતિ પોતાની અવિશ્વાસનીયતા બતાવી હતી. ટ્રકમાં રહેલા EVMનો પ્રયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવામાં આવ્યો ન હતો. જે EVM ભરેલી ટ્રક પલ્ટી ગઇ હતી તે સુરક્ષિત રાખવાની હતી.
હાર્દિક પટેલે વાંધો લીધો
હાર્દિકે ટ્વીટ કર્યુ કે, ”ફરીથી કાઉન્ટિંગની માંગ થતા જ EVM ભરેલી ટ્રક પલટી ગઇ. આ કાંડને શું નામ આપવામાં આવે?” હાર્દિક પટેલ સહિત અન્ય વિપક્ષી નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે EVMમાં ગરબડીનો આરોપ લગાવ્યા હતા. પણ વોટિંગ પૂરું થાય બાદ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્વીટ કરીને વોટિંગ પછી આટલો બધો સમય ઈવીએમ પડી રહે છે. EVM સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદની એક કંપનીના 140 સોફ્ટવેર એન્જિનિયર્સે મશીન સાથે છેડછાડ કરી છે, ખાસ કરીને તે ક્ષેત્રોમાં જ્યાં પાટીદાર અને આદિવાસી સમુદાયના લોકો રહે છે. તો.
ચૂંટણી પંચનું શોગંદનામુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં VVPAT, EVM મશીનનો ઉપયોગ થાય અથવા બેલેટ પેપરથી ચૂંટણી થાય એ માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન થયેલી તેમાં ચૂંટણી પંચને એફિડેવીટ અંગે જણાવેલું કે 12/5/2017 ના રોજ ખાત્રી આપેલ છે કે અમે આવનારી બધી ચૂંટણીઓ માં VVPAT સાથે EVMનો ઉપયોગ કરીશું.
15 ટકા EVM ખરાબ હોવાની શંકા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 13 નવેમ્બર 2017માં એવી શંકા હતી કે, EVM તથા VVPET મશીનો ખરાબ હતા તે બદલી નંખાયા બાદ પણ 10 થી 15 ટકા મશીનો હજુ પણ ખામીયુક્ત હોવાની શક્યતા છે.
ખરાબ EVM પર SC ની નોટિસ
24 માર્ચ 2017માં EVM મશીનોમાં છેડછાડ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણી પંચને નોટિસ આપી હતી. ને બસપા પ્રમુખ માયાવતી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેડરીવાલએ EVM મશીનોની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપે EVM મશીના સાથે છેડછાડ કરીને એમના વોટ લઇ લીધા છે, જેનાથી જોડાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પહેલા પણ છેડછાડની ફરીયાદ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આ મશીન વર્ષ 2000 થી ચલણમાં છે અને 2004, 2009 ઉપરાંત 2014માં 2017 વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2012માં ખરાબ EVM માંથી મત નિકળ્યા ન હતા.
વર્ષ 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં EVM થી 1581 મતોની ગણતરી થઈ શકી ન હતી. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 9 બેઠકો ઉપર જીત-હારનો નિર્ણય આશરે 1500 મતોથી થયો હતો. હાર જીતનું અંતર ખૂબ વધારે હોય તો ખરાબ મશીનમાં પડેલા મત ગણવામાં આવતાં નથી.
(દિલીપ પટેલ)