દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે નવી દિલ્હી બેઠક પરથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ફોર્મ ભરવાની આ છેલ્લી તારીખ હતી. કેજરીવાલની સામે લડવા માટે આ બેઠક ઉપર કુલ 65 ઉમેદવારોએ ફોર્મ ભરેલું હતું. તેમાંથી મોટાભાગના અપક્ષો છે. ઉમેદવારો એટલા બધા હતા કે, દસ્તાવેજોની ચકાસણી માટે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની બહાર કલાકો સુધી લાઈનમાં રાહ જોતા હતા. અરવિંદ કેજરીવાલને પણ 6 કલાક સુધી રાહ જોવી પડી. છેલ્લા દિવસે 40 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
50 થી વધુ ઉમેદવારો એવી પાર્ટીના હતા કે જેને માન્યતા નથી અથવા અપક્ષ હતા. એક અધિકારીએ કહ્યું. બપોરે 12.30 વાગ્યે 30 થી વધુ લોકો ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા. કેજરીવાલ તેમાંના એક હતા. ભાજપના ઉમેદવારો પણ મોડા આવ્યા અને ટોકન નંબર જારી કરવામાં આવ્યો હતો.