સારા શહેરી ગુજરાતી ચલચિત્રો આવ્યા બાદ ગુજરાતી ચલચિત્રની લોકપ્રિયતામાં ફરી વધારો થયો છે. રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તા ઊંચી લાવવા માટે નિર્માતાને મળતી સબસિડીમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2016માં ગુજરાતી ચલચિત્રોને લઇને નીતિ જાહેર કરી હતી. ગુજરાતી ચલચિત્રો પર સબસિડી પેટે રૂ.50 લાખની સહાય કરવામાં આવી હતી. નીતિમાં સુધારા કરીને હવે રૂ.75 લાખની સબસિડી આપવામાં આવશે.
ગુજરાતી ફિલ્મના નિર્દેશકોને 2016ની નીતિ પ્રમાણે 100માંથી 41 ગુણ મેળવવા પડતા હતા, ત્યારે તેમને ઓછામાં ઓછી રૂ.5 લાખની સબસિડી મળતી હતી. હવે નવી નીતિ પ્રમાણે ઓછામાં ઓછા 21 ગુણ મેળવનાર ફિલ્મને રૂ.5 લાખ સબસિડી આપવામાં આવશે. જે ગુજરાતી ફિલ્મને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવશે તેને સરકાર દ્વારા રૂ.2.5 લાખ પુરસ્કાર પણ આપવામાં આવશે. નવી નીતિ મુજબ 100 માર્ક્સમાંથી 20 માર્ક્સ મેળવવા માટે ઓછામાં ઓછી 50 હજાર ટિકિટોનું વેચાણ કરવું પડશે.
સરકારની નવી ચલચિત્ર નીતિમાં કેટલી સબસાડી રૂપિયા લાખમાં
A+ ગ્રેડ ફિલ્મને 75
A ગ્રેડ ફિલ્મને 50
B ગ્રેડ ફિલ્મને 40
C ગ્રેડ ફિલ્મને 30
D ગ્રેડ ફિલ્મને 20
E ગ્રેડ ફિલ્મને 10
F ગ્રેડ ફિલ્મને 5