નામ ન છાપવાના પ્રશ્ને ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો કોંગ્રેસ-એનસીપીએ બહિષ્કાર કર્યો

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ શિવસેનાના વડા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્રણેય પક્ષો વચ્ચે સંકલનનો અભાવ સતત સામે આવી રહ્યો છે. ઉદ્ધવ BMC ના કેટલાક બાંધકામોના ઉદઘાટનો કરવાના હતા.

સંકલનથી સરકાર ચલાવવા માટે મહાવીકસ આગાડી નામની સમિતિની રચના કરવામાં આવી છતાં પરિસ્થિતિ નિયંત્રણની બહાર હોવાનું જણાય છે. ભૂમિપૂજન-લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા અને જાહેરાતમાં નેતાઓના નામ અંગે વિવાદ થયો છે. બીએમસીની ઘણી સમિતિઓના અધ્યક્ષોનું નામ નથી. આથી નારાજ, બીએમસીમાં કોંગ્રેસના નેતા વિપક્ષ રવિ રાજા, સમાજવાદી પાર્ટીના રાયસ શેખ અને એનસીપીના રાખી જાધવે ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. નારાજ નેતાઓએ આ અંગે મેયર કિશોરી પેડનેકરને પત્ર પણ લખ્યો છે.

આ કાર્યક્રમોનો બહિષ્કાર: ઉદ્ધવ ઠાકરે રવિવાર 26 જાન્યુઆરી 2020ના રોજ મુંબઈ મહાનગર પાલિકાના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા બે ઓવર બ્રિજ, લોઅર પરેલનો એક ઓવર બ્રિજ, ફ્રી બર્ડ કોરિડોર વગેરેનું ઉદ્ઘાટન કર્યા હતા.  કોંગ્રેસ-એનસીપીના નેતાઓ આ કાર્યક્રમોના પોસ્ટર બદલ તેમની ઉપર ગુસ્સે થયા.

શિવસેનાના નેતા સંજય રાઉતનાં નિવેદનોને લીધે કોંગ્રેસે પણ નારાજગી વ્યક્ત કરી હતી. રાઉતે અગાઉ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેનાથી કોંગ્રેસ રોષે ભરાઈ હતી. આ પછી, રાઉતે સાવરકર વિશે નિવેદન આપ્યું તેવું ઉગ્ર પ્રતિક્રિયાઓનો કોઈ અંત આવ્યો નહીં.