ઘણા સમયથી કહેવાતું હતું કે, નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે અને તેમને મહેસાણાથી ટિકિટ આપવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરવી પડી છે કે, નીતિન પટેલ ચૂંટણી લડવાના નથી. નીતિન પટેલ લોકસભા ચૂંટણી લડે તેમાં કોઇ તથ્ય નથી. કોઇ તબક્કે આ વાત નથી કે નીતિન પટેલ લોકસભા ચૂંટણી લડે. નિતીન પટેલે કહ્યું હતું કે, ઉમેદવાર કોને બનાવવા એ પક્ષ નક્કી કરતો હોય છે. તેથી પાર્ટી શું નિર્ણય કરે છે તેની આપણે રાહ જોવી જોઇએ.
ભાજપના પ્રદેશ પ્રમુખે ખરેખર તો આ સ્પષ્ટતા કરવી જોઈતી હતી. પણ પ્રદેશ પ્રમુખ ચોકીદાર મટીને ચોરી કરતાં પકડાયેલા પોતાના પુત્ર મીતને કારણે ભારે શરમજનક સ્થિતીમાં છે તેથી તેઓ જાહેરમાં કંઈ બોલતાં નથી. અમિત શાહની જાહેર સભામાં પણ તેમને મંચ પરથી બોલવા દેવાયા ન હતા. તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના સ્થાને જાહેરાત કરવી પડી છે કે, નિતીન પટેલ ચૂંટણી નહીં લડે. જોકે, ભાજપ જાણે છે કે, નિતીન પટેલ મહેસાણાની ધારાસભાની બેઠક માંડ જીત્યા છે. ત્યાં તેઓ લોકસભા હારી જાય તેમ છે. ભાજપને એક બેઠક ગુમાવવી પડે તેમ પોષાય તેમ નથી. કોંગ્રેસમાં હાર્દિક પટેલ જવાથી કોંગ્રેસ મજબૂત થઈ છે. મહેસાણામાં હવે હાર્દિકની મોટી અસર થઈ છે. તેથી ભાજપ કોઈ પણ રીતે નિતીન પટેલને લોકસભાના ઉમેદવાર તરીકે ઊભા રાખી શકે નહીં.