નિ:સ્વાર્થપણે દેશની સેવા તેમજ દેશ માટે કંઈ કરવાની ભાવના ધરાવતા લોકો ઓછા હોય છે. પણ જે હોય છે, તેઓ દેશ માટે કંઈપણ કરી છૂટવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. આવા જ એક નેક વ્યક્તિ જેઓ દિલ્હીના નિવાસી છે. જેઓ સાઈકલ દ્વારા સમગ્ર દેશના પ્રવાસે નીકળ્યા છે.
પંકજ મલ કે જેઓ દેશને સ્વચ્છ કરવાનો અને દિકરીઓને ભણાવવાનો ઉદ્દેશ્ય આપે છે. બસ આ જ નારા સાથે પંકજ મલ દેશની યાત્રા પર નીકળી ગયા છે અને દેશના ખૂણેખૂણે ફરીને યુવાનોને મળી તેમને પ્રેરણા આપી રહ્યા છે. તેઓ દિલ્હીના રહેવાસી છે. ત્યારે તેમના મોટા નેક વિચારો સાથે લોકો સુધી સરકારની વાત પહોંચાડી રહ્યા છે. ત્યારે પંકજ મલ યુવાનોને મળવા માટે મોડાસાની સરકારી ઈજનેર કોલેજમાં પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પહેલા તેઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ મળ્યા હતા.
સમાજ તેમજ દેશમાં પરિવર્તન લાવવા તેઓએ આ યાત્રા વર્ષ 2016માં કારગિલથી શરૂ કરી હતી અને કન્યાકુમારી પહોંચ્યા હતા. ત્યારબાદ હવે તેઓ પશ્ચિમથી પૂર્વ સુધીની યાત્રાનું પ્રયાણ શરૂ કરી દીધું છે અને કુલ 19 હજાર કિલોમીટર સુધીની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે. રોજનું તેઓ 100 કિલોમીટરની યાત્રા કરી છે. હાલ તેઓ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રચાર પસાર કરી રહ્યા છે, અને એકતાનો સંદેશો પાઠવી રહ્યા છે. તેઓ એક અસ્તિત્વ ફાઉન્ડેશન થકી મહિલાઓ માટે 17 જેટલા શૌચાલય બનાવી ભારત નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. વિશ્વના ત્રેવિસ જેટલા દેશનો પ્રવાસ ખેડીને ભારતનું પ્રતિનિધિત્વ તરીકે એક અનોખી છાપ પ્રસરાવી છે.