નીતિન પટેલને ભાજપ સત્તા પરથી હાંકી કાઢવા માંગે છે

અમદાવાદ, રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ભાજપ પરેશાન કરવાનું બંધ નથી કર્યું. જ્યારે વડાપ્રધાન રનેદ્ર મોદી કે અમિત શાહ ગુજરાતમાં આવે છે ત્યારે હંમેશ નીતિન પટેલનું હળવું અપમાન કરવાનું ગુજરાતના ભાજપના નેતાઓ ચૂક કરતાં નથી. આવું જ અમદાવાદના ઈન્કમ ટેક્સ પુલના ઉદઘાટન વખતે પ્રજાજનોને આમંત્રણ આપવામાં આવ્યું તેમાં નીતિન પટેલનું નામ જ રાખવામાં આવ્યું હતું. ભાજપ વારંવાર કહે છે કે, સરદાર પટેલનું અપમાન કોંગ્રેસ સરકારમાં થતું હતું પણ ભાજપ પોતે જ પોતાના નેતાઓને અમાનિત કરી રહ્યાં છે. છતાં નીતિન પટેલ સ્વમાનના ભોગે સરકારમાં ટકી રહ્યાં છે. શું ભાજપ નીતિન પટેલને નથી ઈચ્છતું ?

નિમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે તેમાં નાયબ મુખ્ય પ્રધાન અને માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલનું નામ જ ગાયબ હતું. મોડે મોડે પણ અમદાવાદ મહાનગરપાલિકાને આ વાત ધ્યાને આવતાં રાતોરાત નવી પત્રિકાઓ છપાવી હતી. નવી પત્રિકામાં નીતિન પટેલનું નામ હોવાનું મેયર બિજલ પટેલે કહ્યું હતું.

અગાઉ પણ બાદબાકી

આ પહેલા પણ એસવીપી હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાં નિતિન પટેલનું નામ ગાયબ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની વી. એસ. હોસ્પિટલનાં સંકૂલમાં બનેલી એસવીપી હોસ્પિટલનું જાન્યુઆરીમાં ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની આમંત્રણ પત્રિકામાંથી પણ તેમનું નામ ગાયબ હતું.