નીલ ગાય જેવા પ્રાણીઑથી ખેતરના પાકને બચાવી લેવાના નુકસખા

રીત ૧
નીલ ગાયના છાણ ને ખેતર ની ચારે બાજુ છાટી દેવા થી ફાયદો થાય છે.

રીત ૨
નીલ ગાયનુ છાણ કા પછી ગાયનુ છાણ ૩ કિલો, છાસ ૧ લીટર, પાણી ૧૦ લીટર, સવાર થી પલાળી સાંજે ખેતર ફરતે છાટી દેવાથી પણ ફાયદો થાય છે.

રીત 3
રંગીન નકામી જૂની સાડી ઑ ખેતર ફરતે લગાડવાથી પણ નીલ ગાયનો ત્રાસ ઑછો રહે છે. જો તમારા વિસ્તારમા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય છે. રંગીન સાડીઑ જે બજારમાં સસ્તામા મળી રહે છે. તે અથવા નકામુ રંંગીન કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લાકડાના ટેકે ઉડતુ રહે તેમ લગાડી દેવુ તેનાથી મોટા ભાગના પ્રાણીઑ બીવે છે. ખેતરથી દૂર રહે છે. જો તમારા ખેતર ફરતે જાળ હાય તો પણ આ પ્રયોગ કરવો કારણ કે પક્ષીઑ પણ આ રંગીન ઉડતા કપડા થી બીવે છે અન પાક ની નુકશાન પહોચડતા નથી.

ભુંડ-રોઝથી પાકને બચાવવા ખેડૂતે બનાવી માત્ર 500 રૂપિયામાં બનાવી દિવાદાંડી

સામાન્ય રીતે ખેડૂતો મસમોટા ખર્ચ કરી ખેતર ફરતે તાર ફેન્શીંગ કેસીમેન્ટની તૈયાર દિવાલ ઉભી કરતા હોય છે. પરંતુ આ દીવાદાંડી માત્ર 500 રૂપિયામાં જ તૈયારી થઇ શકે છે અને રાત્રીના સમયે રખોપે જવાની જરૂરી રહેતી નથી. ખંભાળીયા ગામનાં ખેડૂતે પોતાની કોઠાસુઝથી દીવાદાંડીબનાવી છે. જેથી ભુંડ કે રોઝ ખેતરમાં આવતા નથી. ભેંસાણનાં ખંભાળીયા ગામમાં ભુંડ અને રોઝ મગફળી, કપાસ સહિતનાં પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે અને ભુંડ, રોઝનાં ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ બન્યા છે. ત્યારે જ ખેડૂત હરીભાઇ પાચાભાઇ ઠુંમરે કોઠાસુઝથી દીવાદાંડી તૈયાર કરી છે.

તેલના ડબ્બાને બન્ને બાજુએ કાપી અંદર ટોર્ચ મૂકી છે. આ ડબ્બામાં બેરિંગ અને સળિયો લગાવ્યા છે, જેથી ડબ્બો આસાનીથી ફરતો રહે છે. મહત્વની વાત તો એ છે કે, ઓછા કે વધુ પવનમાં ડબ્બાનાં પાંખિયાં પણ એડજસ્ટ કરી શકાય છે. ઓછો પવન હોય તો પાંખિયાં વધુ ખોલવા પડે છે અને સારો પવન હોય તો પાંખિયા બંધ રાખવાના હોય છે. ખેતરની વચ્ચે આ ડબ્બો રાતભર ફરતો રહે છે અને ટોર્ચનો પ્રકાશ ચારેબાજુ ફેલાતો રહે. વળી આ ડબ્બાની સાથે તેમણે દોરી બાંધી લોખંડની નટ લગાવી છે. ડબ્બો ફરે એટલે નટ બાજુમાં મૂકેલી થાળીમાં અથડાય છે અને આ અવાજથી ભૂંડ અને રોઝ જેવાં પ્રાણીઓ નજીક આવતા નથી.

દીવાદાંડી માટે માત્ર 500 રૂપિયાનો જ ખર્ચ

આ પ્રકારની દેશી દીવાદાંડીથી રાતભર રખોપું કરવાની ઝંઝટમાંથી છુટકરો મળી શકે છે. આવી જ કોઠાસૂઝથી હરિભાઈએ થોડો સમય પહેલાં એક સીટી બનાવી હતી. જો બોરની મોટર ચાલુ હોય અને અચાનક લાઈટ જાય તો આ સીટી વાગતી હતી, જેથી ખેતરમાં કામ કરતા ખેડૂતને સીધો સંદેશો મળી જાય. 48 વર્ષીય હરિભાઈ ઠુમ્મર ભલે વધુ ભણેલા ન હોય પણ તેમની કોઠાસૂઝ ગજબની છે.