નોકરીઓમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા

આપવામાં આવશે સાથે સાથે આ સુધારેલા કાયદામાં ૭ ના બદલે ૨૧ પ્રકારની દિવ્યાંગતા કેટેગરી ઉમેરાઇ છે
તેના પ્રત્યે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સરકારની વિવિધ વિભાગોમાં ભરતી માટે કાયદાની જોગવાઇ
અનુસાર એક્શન પ્લાન બનાવીને પ્રક્રિયા હાથ ધરાશે.
સલાહકાર બોર્ડમાં સભ્યશ્રીઓ દ્વારા દિવ્યાંગો માટે અલાયદી યુનિવર્સિટીની રચના કરવા માટે જે સૂચન
થયુ છે એ માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ દાખવશે એવી તત્પરતા મંત્રીશ્રી પરમારે દર્શાવી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અધિકારી-કર્મચારીઓને દિવ્યાંગો માટેની યોજનાના લાભો સત્વરે મળે તે માટે ખભે ખભા
મિલાવીને એક થઇને કામ કરીએ. તથા પત્રવ્યવહાર અને ફાઇલોનું સતત મોનીટરીંગ કરવા પણ મંત્રીશ્રીએ
સૂચનાઓ આપી હતી. સાથે સાથે દિવ્યાંગો માટેના સર્વેની કામગીરી પ્રત્યે પણ ખાસ ભાર મૂકીને ૧૫ ઓગસ્ટ
૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવા માટે ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય
સલાહકાર બોર્ડની આ બેઠક વર્ષમાં ત્રણવાર મળશે જેથી કરીને દિવ્યાંગો માટેની કામગીરીની સવિસ્તૃત સમીક્ષા
થઇ શકે.