નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળું નાણું ક્યાં છે? :
શ્રી અમિત ચાવડા
મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને સરકાર શું જવાબ
આપો છો? : શ્રી અમિત ચાવડા
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યાં છતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી? : શ્રી જીતેન્દ્ર
બઘેલજી
નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં
કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો
નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ
પક્ષ દ્વારા ધરણાના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સામે ધરણા પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ
કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર, ૨૦૧૬ની રાત્રે અવિચારી, મનસ્વી અને
આપખુદી રીતે વડાપ્રધાને રૂ. ૧૫.૪૪ લાખ કરોડના ચલણી નાણાંને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આતંકવાદને નાથવા,
કાળુંનાણું નાબૂદ કરવા તેમજ નકલી ચલણી નોટોને નાબૂદ કરવાના જણાવાયેલા નોટબંધીના ઉદ્દેશો પૈકી એકપણ ઉદ્દેશ સિદ્ધ
થયો નથી. તેનાથી વિપરીત નવી ચલણી નોટો છાપવાનો રૂ. ૭૯૬૫ કરોડનો ખર્ચ થયો. આ “તઘલખી ફરમાન”થી હકીકતમાં
તો લઘુ-મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને મરણતોલ ફટકો પડ્યો, કુટીર ઉદ્યોગ નાશ થવાના આરે આવી ગયો. રોજીંદી આવકવાળા કરોડો
લોકોએ રોજગારી ગુમાવી. ભારતીય અર્થતંત્રને જીડીપી વિકાસના ૧.૫% નું નુકસાન થયું. આ સરમુખત્યારી નિર્ણયથી ૧૫૦
થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો.
નોટબંધીના ખરા લાભાર્થીઓ કયાં છે?, નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી
ગયા પછી કાળું નાણું ક્યાં છે?, મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને
મોદી સરકાર શું જવાબ આપો છો?, અર્થતંત્ર ડામાડોળ છે, બિન-ઉત્પાદક મિલકતો વધી રહી છે, ભારતીય રિઝર્વ બેંક શા માટે
નિઃસહાય છે?, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યાં છતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી? ભારતની
પ્રજાને મોદી સરકાર જવાબ શું છે?, ફુગાવો વિક્રમજનક સપાટીએ છે અને ભારત સરકાર લાચાર છે. શા માટે?, અમેરિકી
ડોલર સામે ભારતનો રૂપિયો સૌથી નીચી સપાટીએ છે. આ વિષે મોદીજી આપનું શું કહેવું છે?
નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ
પક્ષ દ્વારા ધરણાના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સામે ધરણા પ્રદર્શનમાં અખિલ ભારતીય
કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના સહ પ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજીએ જણાવ્યું હતું કે, નોટબંધીના કારણે
ઉભી થયેલી આર્થિક હાડમારી, પાયમાલી, બેફામ મોંઘવારી, બેરોજગારી આસમાને સહિતના સંજોગોમાં રાજ્યમાં ૩૩ જીલ્લા
અને આઠ મહાનગરોમાં નોટબંધીની નિષ્ફળતા અંગે રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો છે. દેશના
નાગરિક મોદી સરકારના અવિચારી પગલાંથી આર્થિક કટોકટીનો ભોગ બન્યો છે. દેશનું અર્થતંત્ર પાછળ ધકેલાઈ ગયું છે. દેશના
યુવાનોને દર વર્ષે બે કરોડ નોકરી આપવાની વાત કરનાર મોદી શાસનમાં નવી નોકરી-નવો રોજગારની વાત તો એક બાજુ રહી
2 | Page
પરંતુ જે લોકો પાસે રોજગારી હતી તે લોકોની મોટાપાયે રોજગારી છીનવાઈ ગઈ છે. મોંઘવારી અને બેરોજગારી દેશની સૌથી
મોટી સમસ્યા બની ગઈ છે. તેના માટે મોદી સરકારની નીતિ જ જવાબદાર છે.
નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ
પક્ષ દ્વારા ધરણાના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સામે ધરણા પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસના
હોદ્દેદારશ્રી ડૉ.જીતુભાઈ પટેલ, ચેતન રાવલ, કૈલાસદાન ગઢવી, ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી લલિતભાઈ કગથરા, શહેર
કોંગ્રેસ પ્રમુખશ્રી શશીકાંત પટેલ, મ્યુ.કોર્પો. કોંગ્રેસ પક્ષના નેતાશ્રી દિનેશ શર્મા, અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી
પંકજસિંહ વાઘેલા, શ્રી સુરેન્દ્રભાઈ બક્ષી સહિતના શહેરના ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ, હોદ્દેદાર-કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહી
મોદી સરકારના નોટબંધીના અવિચારી પગલાંથી ઉભી થયેલી હાલાકી-પાયમાલી સામે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું
હતું.