પંચમહાલમાં 23મીએ કે 24મીએ ચૂંટણી, મતદારોની મુંજવણ

પંચમહાલ લોકસભા બેઠક પરથી વહીવટી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. પંચમહાલ મામલતદાર કચેરી દ્વારા મોરવાહડફ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં લોકોને આપવામાં આવેલી મતદાનની સ્લીપમાં મતદાનની તારીખ 24 એપ્રિલ લખવામાં આવી છે. મોરવાડહડફ વિધાનસભાના 253 ભાગ પૈકી 120થી લઈને 253 સુધીની મતદાન સ્લીપમાં આ પ્રકારની ભૂલ સામે આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મતદાનની તારીખ 23 એપ્રિલ જ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મોરવાહડફમાં 253 ભાગ છે. જેમાં 1થી 120 ભાગમાં 23 તારીખ જ છપાઈ હતી, પરંતુ પ્રિન્ટીંગ મિસ્ટેકના લીધે 121થી આગળના ભાગોમાં 24 તારીખ છપાઈને આવ્યું હતું. આથી આ સ્લીપોનું વિતરણ કરતા પહેલા તેના ઉપર 23 તારીખનો સિક્કો લગાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પણ કેટલીક કાપલીઓમાં સિક્કો મારવાના રહી જતા હવે બધી જ સ્લીપો નવેસરથી છપાવીને વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે તમામ સ્લીપ કાલ રાત સુધીમાં વિતરણ કરી દેવામાં આવશે.

સુરતના કિમ વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન કાપલીની વહેંચણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મતદાન કાપલી બુળ લેવલ અધિકારી દ્વારા લોકો સુધી પહોંચાડી હતી. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ આપવાના બદલે આ પ્રકારનું જવાબદારી ભર્યું કામ સોંપવામાં આવી રહ્યું છે. ઓલપડ ચૂંટણી અધિકારીએ તપાસ ના આદેશ આપ્યા છે.