પંચાયત પ્રમુખે ઊંડે નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવા દોડી જવું પડ્યું

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં રેતી ચોરો એટલા બેફામ બન્યા છે કે ખુદ તાલુકા પંચાયત પ્રમુખે ઊંડે નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડી છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તંત્રની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે

એક તરફ રાજ્યનો ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી અટકાવવા માટે સતત હાઇટેક બની રહ્યો છે ત્યારે જામનગર જીલ્લાનો જોડિયા તાલુકો રેતી ચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે અને આ ઘટનાની સાબિત થી જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્વેતાબેન છત્રાલય લખેલો પત્ર પુરી પાડી રહ્યો છે શ્વેતા બેન છત્રાલા એ ઉચ્ચકક્ષાએ પત્ર લખી રેતી ચોરીના આ દુષણને ડામવા માંગણી કરી છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે જોડિયા તાલુકામાં ઊંડ 2 નદીમાંથી રેતીની બેફામ ચોરી છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે કુનળ સહિતના ગામો નજીક થી રેતીની મોટાપાયે ચોરી કરવામાં આવી રહી છે જેના કારણે કુનડ બાદનપર ભાદરા સહિતના ગામના લોકોએ અવારનવાર આ રેતી ચોરી અટકાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ જ રેતી ચોરી થતી હોવાના કારણે આ ફરિયાદ અત્યાર સુધી કોઈએ કાને ધરી નથી ઉંડ નદીના કાંઠા વિસ્તારના તમામ ખાતેદાર ખેડૂતોએ સરકારી તંત્રના વિવિધ કક્ષાએ આ રેતી ચોરી અટકાવવા માટે રજૂઆત કરવા છતાં આ રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઈ હોય તેમ કોઈએ ધ્યાને લીધું નથી સૌથી ગંભીર બાબત તો એ છે કે તાલુકા પંચાયત પ્રમુખે એવો પણ આક્ષેપ કર્યો છે કે રેતીની ખનીજ ચોરી અટકાવવા માટેની ફરિયાદ સંકલન સમિતિમાં પણ કરવામાં આવી છે આમ છતાં ખાણ ખનીજ વિભાગના પેટનું પાણી હાલતું નથી અને તેના કારણે રેતી ની ખનીજ ચોરીનું પ્રમાણ ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ઉચ્ચકક્ષાએ પત્ર લખી વહેલી તકે આ રેતી ચોરી અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે