આ વર્ષે પક્ષાંતરની 5 ધારાસભ્યો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 32 ઘટનાઓ બની છે કે જે ભાજપથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપમાં ગયા હોય. આમ જ્યારથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણમાં આવ્યા છે ત્યારથી પક્ષાંતર વ્યાપક બન્યું છે. જેને ભાજપ ગૌરવ લઈ રહ્યું છે અને કોંગ્રેસ હાથ જોડીને બેરી રહ્યો છે. ગયા વર્ષે લગભગ 200 જેટલા કોંગ્રેસના મહત્ત્વના નેતાઓને ભાજપે પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું હતું જે બતાવે છે કે, ભાજપ પાસે કોઈ સારા નેતા નથી અને તેથી ચૂંટણી જીતવા માટે તે કોંગ્રેસના લોકોની સાથે સોદાબાજી કરીને વિરુદ્ધની વિચારધારા હોવા છતાં ભાજપમાં લાવવામાં આવ્યા હતા. હવે પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી આવતાં ફરી એક વખત અનૈતિક પક્ષાંતરની મોસમ ભાજપે શરૂ કરી છે. જે કાયદાનો ભંગ છે. ગુજરાત પક્ષાંતર ધારા 1986ની કલમ 3 હેઠળ તે ગુનો બને છે અને તેમની સામે પગલાં ભરવામાં આવે છે. અગાઉ અનેક લોકોને સજા પણ થઈ ચૂકી છે. પંચાયત ધારાના પક્ષાંતર ધારાની જોગવાઈ મુજબ જે પક્ષમાં ચૂંટાયેલા હોય તેમનો વ્હીપ માનવા બંધાયેલા છે. વ્હીપ આપેલો હોય તેવી બેઠકમાં ગેરહાજર રહી શકતાં નથી. પક્ષના આદેશ વિરુદ્ધ મતદાન કરી શકતું નથી. કોઈ પક્ષમાં જોડાઈ શકતા નથી. તેમ કરે તો ચૂંટાયા હોય તેમનું સભ્યપદ રદ્દ થઈ શકે છે. કુલ સભ્ય સંખ્યાના 1/3 સભ્યો પક્ષાંતર કરે કે એક સભ્ય કરે તો પણ તે ગેરકાયદે છે. પણ એક ધારાસભ્ય રાજીનામું આપીને પક્ષાંતર કરી રહ્યાં છે. આવી 130 ઘટના નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછી અને અમિત શાહ રાષ્ટ્રીય નેતા બન્યા ત્યાં સુધીમાં થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પક્ષાંતર કરાવીને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમા લઈને ચૂંટણી જીતવાની ગંદી વ્યૂહરચના બનાની છે. જે ગુજરાતના રાજકારણની તમામ નીતિમત્તાનો છેદ ઊડાડી રહી છે. સત્તા અથવા સંપત્તિ આપીને પક્ષાંતર થઈ કરવા માટે અમિત શાહ જાણીતા છે. તેઓ ગુજરાતમાં બીજી વખત કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઈને ચૂંટણી જીતાવાની કવાયત કરી રહ્યાં છે. જો ચૂંટણી જીતે તેમ હોય તો ભાજપે આવું પક્ષાંતર કરાવવાની કોઈ જરૂર રહેતી નથી. જે રીતે પક્ષાંતર પાંચ જિલ્લામાં થઈ રહ્યું છે તે જોતા એવું સ્પષ્ટ પણે કહી શકીએ કે જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા લોકસભામાં ભાજપ જીતે તેમ નથી. તેથી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવીને ચૂંટણી જીતાવની ચાલ ચાલવામાં આવી રહી છે.
ભાજપ માટે હવે સત્તા એજ એક માત્ર લક્ષ્યાંક રહ્યો છે. તે જોઈને કોંગ્રેસ પણ સામું પક્ષાંતર કરાવે છે.
પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા અને વિપક્ષના નેતા ધાનાણી રાજકોટ દોડી ગયા હતા. ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યો અને નેતાઓને લોભ લાલચ આપી પક્ષાંતર કરાવી રહ્યાં છે તેનો સામનો કરવા માટે તેઓએ ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં જસદણના જંગમાં અગ્રણીઓ અને કાર્યકરો સહિતને સોંપાશે કામગીરી તેમજ આ મત વિસ્તારની સમીક્ષા પણ કરવામાં આવનાર છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી શુક્રવાર 24 નવેમ્બર 2018ના રોજ બપોરે રાજકોટ આવીને રાજકોટમાં જસદણના જંગની વ્યૂહરચના નક્કી કરી છે. જેમાં કોંગ્રેસના આગ્રણીઓ, કાર્યકરો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટરો સાથે બેઠક બોલાવી હતી. બેઠકમાં જસદણના પ્રભારી પુંજા વંશ, સોમા પટેલ, વીરજી ઠુંમર વગેરે સાથે ચર્ચા કરીને કામગીરી સોંપવામાં આવી હતી. ઉમેદવાર માટે પેનલ તૈયાર થઇ છે. જસદણના જંગ ભાજપના કુંવરજીને હરાવવા માટે કોંગ્રેસ સંપૂર્ણ ટીમવર્ક સાથે કામ કરશે.
જ્યારે ચૂંટણી ત્યારે ભાજપ કરાવે છે પક્ષપલટો
ગુજરાતમાં જ્યારે કોઈ પણ ચૂંટણી આવે છે તેમાં કોંગ્રેસના મજબૂત કાર્યકર્તાઓની ખરીદી કરીને કે લોભલાલચ આપીને તેમને ભાજપ છેલ્લા 18 વર્ષથી કરાવતો આવ્યો છે. જેમાં પક્ષની નીતિની સાથે હાલના ભાજપના તમામ નેતાઓને કંઈ લેવા નથી.
જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો હેતલ ગોહેલ – બાળવિકાસ સમિતિ, વજીબેન સાંકડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મગનભાઇ મેટાળિયા, હંસાબેન, વાલીબેન તલવાડિયા, ચતુર રાજપરા સહિત 200 કાર્યકરોએ વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષમાં માત્ર સત્તા અને મેવા માટે સામૂહિક પક્ષાંતર કર્યું છે. સમાવેશ થાય છે.
ભાજપ છોડનારા નેતાઓ
વિંછીયા શહેર પ્રમુખ અનિલ બરછા, જસદણ વિંછીયા કોળી સમાજ પ્રમુખ જેસાભાઇ સોલંકી, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરા, લઘુમતી સમાજ અગ્રણી અશરફ ખીમાણી, વિંછીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, જસદણ તાલુકા પ્રમુખ સુરેશ કાકડિયા, જિલ્લા પંચાયતના સભ્ય વિઠ્ઠલ મેર, જિલ્લા પંચાતના પૂર્વ સભ્ય હરેશ વાલાણી, જિલલા પંચાયતના પૂર્વ સભ્ય સુરેશભાઇ ગીડા તથા જયાબેન મનસુખભાઇ જાદવ વગેરેનો સમાવેશ થાય છે.
એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર! એમાં પણ, વોર જયારે રાજકીય હોય ત્યારે ખાસ. પરંતુ, કહેવાતા મૂલ્યનિષ્ઠ પક્ષ એવા ભારતીય જનતા પક્ષે ગુરૂવારે જસદણ ખાતે ૨૦૦થી વધુ કોંગ્રેસ આગેવાનોનો સામૂહિક પક્ષપલટો કરાવીને ભાજપમાં આવકાર્યા ત્યારે પાયાના ભાજપ કાર્યકરો સરના અવાક રહી ગયા હતા. જસદણ બેઠક જીતવા માટે કોંગ્રેસને તોડવાના હિડન એજન્ડાવાળું ‘ભાજપ પરિવાર સ્નેહમિલન’ એકંદરે તડજોડનું સ્નેહમિલન બની રહ્યું હતું.
ભાજપે ક્યાં કેટલું પક્ષાંતર કરાવ્યું
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના જિલ્લા મથક અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં ભઆજપે મોટું પક્ષાંતર કરાવીને કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવી દીધી છે. સાવરકુંડલા નગરપાલિકાના 36 સભ્યોમાંથી 20 સભ્યો કોંગ્રેસ પાસે અને 16 સભ્યો ભાજપ પાસે હતા. ભારતીય જનતા પાર્ટીએ સાવરકુંડલાના લોકોના ચૂકાદાની વિરદ્ધ જઈને સત્તા મેળવવા માટે કોંગ્રેસના 4 સભ્યો વિપુલ નારાયણ ઉનાવા, ગીતા દેગામા, નયના અતુલ કાપડિયા, કૈલાશ જગદીશ ડાભીને પક્ષાંતર કરાવી દીધું હતું.
ગાંધીનગરની ખૂરશી મેળવવા ભાજપનો ગંદો ખેલ
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને સરખી બેઠકો મળી હતી. તેથી ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇને આવેલા પ્રવિણ પટેલ બળવો કરીને ભાજપમાં જોડાઇ જતાં તેમને મેયર પદ સોંપવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાજપના મેયર બનાવવા માટે ખેલ શરૂ થયા છે. અગાઉ પણ બે વખત ભાજપે ગાંધીનગર શહેરની સત્તા મેળવવા માટે પક્ષાંતર કરાવ્યું હતું.
હિંમતનગરમાં સોગંદનામું છતાં પક્ષાંતર
હિંમતનગર તાલુકા પંચાયતમાં મતદારોએ બહુમતીથી કોંગ્રેસને જીત આપી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પક્ષ પલટો કરાવીને લોક ચુકાદાની વિરુદ્ધ કોંગ્રેસના સભ્યોને પક્ષાંતર કરાવ્યું હતું અને તાલુકા પંચાયતમાં થોડા દિવસ પહેલાં હોદ્દેદારોની મધ્યસત્ર ચૂંટણીમાં સત્તા હાંસલ કરી લીધી હતી. કોંગ્રેસના ૩ સભ્યોને ભાજપમાં સત્તા અને પદની લાલચ તથા હોર્સ-ટ્રેડિંગથી લઈ જવાયા હતા. એક અપક્ષને પણ ભાજપના ટેકા માટે લાવવામાં આવ્યા હતા. આમ, બહુમતી મેળવી લીધા બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતના સામાન્ય સભા 25, જૂલાઈ 2018ના રોજ મળી હતી. કોંગ્રેસના સભ્ય અને હવે ભાજપમાં ગયેલા નયના ગીરીશ પટેલ પ્રમુખ બની ગયા છે. આમ ભાજપે તેમને પ્રમુખ બનાવવા માટે સત્તાની લાલચ આપી હતી અને પ્રજાએ આપેલાં ચૂકાદાની સામે તથા પક્ષાંતરના કાયદાનો ભંગ કરીને સત્તા મેળવી હતી. નયના પટેલે એક એવું એફિડેવિટ કરી આપ્યું હતું કે જો તેઓ ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ જશે તો તેનું સભ્યપદ રદ્દ થશે.
ગેરલાયક ઠર્યા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ લાભુબેન ચાવડાને ગેરલાયક ઠેરવીને તેમને પદ પરથી દૂર કરવા પડ્યા હતા. 2015મા લાભુબેનને કોંગ્રેસે એ શરતે પ્રમુખ બનાવ્યા હતા કે 16 મહિના પછી બીજાને મોકો આપવો પણ તેઓ ફરી ગયા અને ભાજપમાં લોકશાહી વિરુદ્ધ પક્ષાંતર કરીને 18 મે 2017માં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ લાભુબેન ચાવડાને ભાજપે પ્રમુખ બનાવી દીધા હતા. કારોબારી સમિતિના અધ્યક્ષ શાંતિ રાખોલીયા પક્ષાંતર કરીને કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જતાં રહ્યાં હતા. ભાજપના અને કોંગ્રેસના બીજા 7 સભ્યો ઉપર પણ પક્ષાંતર ધારો લાગુ કરાયો હતો.
લાલચ ખરાબ છે
માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંઘાણી સાથે કોંગ્રેસના 3 સભ્યો ભાજપમાં જોડાયા હતા. ભાજપ લાલચું પક્ષ છે જે પોતાના સ્વાર્થ માટે બીજાની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખે છે. આવા અનેક નેતાઓને ભાજપે ખતમ કરી દીધા છે. વિશ્વાસઘાત કરી અન્ય પક્ષમાં જોડાશો તો લોકો ક્યારે માફ કરશે નહી. અંજાર તાલુકા પંચાયતમાં 10 માંથી 5 સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદે ગેરલાયક ઠરેલા હતા. ભચાઉ નગરપાલીકામાં 22 માંથી 17 સભ્યો ભાજપમાં જોડાતા તમામ ગેરલાયક ઠરતા સભ્યપદ ગુમાવેલા હતા. નખત્રાણા તેમજ મુન્દ્રમાં પણ પક્ષાંતર ધારા હેઠળ કેટલાંકે સભ્યપદ પણ ગુમાવેલા હતા. ભાજપ નેતાઓની રાજકીય કારકિર્દી પુરી કરવા લોભામણી લાલચો આપતું આવ્યો છે. માંડવીના ધારાસભ્યએ ભચાઉ નગરપાલિકામાં પક્ષાંતર કરેલું તેઓ સભ્યપદેથી ગેરલાયક ઠરેલા હતા.
ગુજરાતના રાજકારણમાં 20 વર્ષથી સૌથી વધું પક્ષાંતર ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરોનું ભાજપે ગેરકાયદે કરાવ્યું છે. કાયદાનો ભંગ થતો હોવા છતાં પક્ષાંતર કરનારા ભાજપ બીજા પક્ષના કાર્યકરો આયાત કરી તેનું સન્માન કરે છે. જાહેરમાં કાયદાનો ભંગ કરીને પક્ષાંતર કરે છે છતાં રાજકીય નેતાઓને શરમ આવતી નથી. તેઓ કાયદાને માન આપતાં નથી. માત્ર સત્તા મેળવવા માટે જ પક્ષાંતર કરાવે છે. કોંગ્રેસના કાર્યકરો સત્તા મેળવવા ભાજપમાં જાય છે. ભાજપના નારાજ કાર્યકર્તા કોંગ્રેસમાં પક્ષાંતર કરતાં રહ્યાં છે. આ છેલ્લી ચાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીથી આયારામગયારામ થઈ રહ્યું છે. રાજ નૈતિક રીતે બરાબર ન હોવા છતાં દરેક પક્ષ પક્ષાંતરને પ્રોત્સાહન્ન આપી રહ્યાં છે.
ત્રણ મોટા પક્ષાંતર
ઈ.સ. 2000થી વ્યક્તિગત પક્ષાંતર વધ્યું છે. કોંગ્રેસના મહત્ત્વના નેતાઓને ભાજપ પોતાની વિરોધ વિચારધારાને સ્થાન આપી રહ્યો છે. ગુજરાતમાં ત્રણ વખત પક્ષના મોટો વિભાજન થયા છે. કોંગ્રેસના બે ભાગ થયા અને કોંગ્રેસ – ઓ અને કોંગ્રેસ – આઈ બની હતી. બીજું મોટું પક્ષાંતર ચીમનભાઈએ કર્યું હતું. જેમણે કિમલોપ પક્ષ બનાવેલો હતો. ત્રીજું સૌથી મોટું પક્ષાંતર ભાજપમાં થયું હતું. શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ બનાવીને ભાજપનું મોટા પ્રામાણમાં ભંગાણ કર્યું હતું. ચોથું ભંગાણ કે પક્ષાંતર કેશુભાઈ પટેલે ભાજપથી અલગ થઈને નવો પક્ષ રાષ્ટ્રીય જનતા પક્ષ રચેલો ત્યારે થયું હતું. 2007માં ભાજપના વર્તમાન 15 ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો મળીને 30 નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. જે તમામ ફરી ભાજપમાં જતાં રહ્યાં છે. છેલ્લે ધીરુભાઈ ગજેરા અને રમીલા દેસાઈ હમણાં જ જોડાયા હતા. 2017માં રાજ્ય સભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં પક્ષાંતર કરેલા 14 ધારાસભ્યો હતા. જેમાંથી બે જ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના 43 ધારાસભ્યો ભાજપમાં ગયા ન હતા. હાલના જેટલાં મજબૂત પક્ષો છે તેનું મૂળ ગોત્ર તો કોંગ્રેસ જ છે. જનસંઘ-ભાજપના સ્થાપક નેતા પણ મૂળ કોંગ્રેસના જ છે.
ચાર ચૂંટણીઓમાં વ્યાપક પક્ષાંતર
2017, 2014, 2012, 2007માં મોટા પ્રમાણમાં ભાજપે કોંગ્રેસમાંથી કાર્યકરો આયાત કર્યા હતા. એક અંદાજ પ્રમાણે પંચાયત અને પાલિકામાં હાલ ચૂંટાયેલાં હોય એવા કોંગ્રેસના 1206 સભ્યો ભાજપમાં છે તેના 10 ટકા કોંગ્રેસમાં છે. કોંગ્રેસના પ્રવક્તા રહે છે કે, દર વર્ષે અમે નેતાઓ તૈયાર કરીએ છીએ અને તેમાં દર વર્ષે 2થી 3 હજાર કાર્યકરો ભાજપ લઈ જાય છે. અમે વળતો પ્રહાર કરવા માટે તેનાથી 10 ટકા ભાજપના નારાજ કાર્યકરોને લઈએ છીએ. અમે જે લીધા હોય તેમાંથી મોટા ભાગના કાર્યકરો થોડા વર્ષોમાં ફરીથી તેઓ ભાજપમાં પક્ષાંતર કરી જાય છે. આવા 54 હજારથી વધું કાર્યકરો ભાજપમાં છે. ભાજપ હવે ખરા અર્થમાં કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. નેતાની સાથે 100 કે 500 કાર્યકરો પણ પક્ષાંતર કરીને સફેદ ટોપી કાઢી કેસરી ખેસ પહેરે છે. દરેક પક્ષની એક ચોક્કસ વિચારધારા હોય છે. પણ અહીં તો બધા જ સરખી વિચારધારા છે સત્તા મેળવો, રાજ કરો અને ભ્રષ્ટાચાર કરો. કુંવરજી બાવળીયા, વિઠ્ઠલ રાદડીયા, રાઘવજી પટેલ, નરહરી અમીન, આશીષ અમીન, દશરથ પટેલ, ગીરીશ પરમાર, જયંતી પરમાર જેવા નેતાઓને કોંગ્રેસમાંથી ભાજપમાં લેવામાં આવ્યા છે. જે પક્ષાંતર કરે છે તેમાં 90 ટકા રાજકારણીઓ હારી જાય છે. પણ સત્તાની લાલચમાં તેઓ પક્ષાંતર કરે છે.
ઓખા નગરપાલિકામાં ભાજપના 10 સભ્યો ગયા
ઓખા નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના 10 સભ્યોએ પક્ષ પલટો કર્યો હતો જેને સસ્પેન્ડ કરાયા હતા. ઓખા, બેટ, આરંભડા અને સૂરજકરાડી એમ ચાર ગામોની સંયુક્ત નગરપાલિકામાં આવું થયું હતું. બે વર્ષમાં પાંચ વખત પ્રમુખો બદલાયા હતાં. આમ બે વર્ષમાં 6 પ્રમુખ સસ્પેન્ડ થયા હતા.
અમદાવાદમાં પક્ષાંતર
અમદાવાદજિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઠાકરસિંહ રાઠોડ અને બાબુ પઢારે પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેને સસ્પેન્ડ કરાયા હતા. 7મી ડિસેમ્બર 2015ના ચૂંટણી થઈ હતી તેમાં કુલ 34 બેઠકો પૈકી કોંગ્રેસને 18 અને ભાજપને 16 બેઠક મળી હતી. આમ સત્તા મેળવવા માટે ભાજપે કાયદા વિરુદ્ધ પક્ષાંતર કરાવીને કોંગ્રેસે તોડી હતી. 2018માં પણ ખોડાજી ઠાકોરના કારણ કોંગ્રેસના 6 સભ્યો ભાજપમાં પક્ષાંતર કરીને જતાં રહેતાં સત્તા ગુમાવવી પડી હતી.
પક્ષની અવગણના
8 જૂન 2016માં બનાસકાંઠા જિલ્લા પંચાયતના 4 કોંગ્રેસી સભ્ય પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાયા હતા. તેઓએ પ્રમુખની ચૂંટણીમાં અને સમિતિની રચના સમયે ગેરહાજર રહી પક્ષની અવગણના કરી હતી.
મોરબીમાં સત્તા ગઈ અને પાછી આવી
મોરબી નગરપાલિકાના કૂલ 52 સભ્યોમાંથી કોંગ્રેસને 32 અને ભાજપના 20 સભ્યો હતા. કોંગ્રેસના 12 સભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું. અલગથી વિકાસ સમિતિ પક્ષનું જૂથ બનાવી સત્તા હાંસલ કરી હતી. 12માંથી 5 ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા. બીજા 7 બળવાખોરોને પક્ષાંતર ધારા હેઠળ ગુનેગાર ઠેરવી સભ્યપદેથી દૂર કરી દેવાયા હતા. તેથી 14 જૂન 2018માં ભાજપ પાસેથી સત્તા જતી રહી હતી.
છેલ્લા 18 વર્ષમાં આવી 130 ઘટનાઓ પક્ષાંતરની બની છે.
શું ઉપાય
હવે આ અંગે કાયદો કડક બનાવીને જેવું પક્ષાંતર કરે તેનો મત ગેરમાન્ય ગણીને તેમને 6 મહિનાની જેલની સજા આપવાની જોગવાઈ કરવાની હવે જરૂર છે. કારણ કે પક્ષાંતર થાય છે ત્યારે રાજકીય અસ્થિરતા થાય છે. તેથી પ્રજાના નાણાંનો વ્યય થાય છે અને લોકોના કામ અટકી જાય છે. લોકોએ જેમને ચૂંટીને મોકલ્યા છે તેઓ લોકોનો અનાદર કરી રહ્યાં હોય છે તેથી તેમની સામે કાયદાકિય પગલાં ભરવા હવે જરૂરી બની ગયા છે.