પગારદાર કરદાતાઓની વેરા મુક્ત રૂા. 5 લાખ સુધીની આવક વેરામુક્ત કરી આપવી જોઈએ. રૂા. 5 લાખથી એક રૂપિયાની આવક થાય તો પણ સામાન્ય કરદાતાન રૂા. 5000ના વેરાનો મળતો લાભ પાછો ખેંચી લેવામાં આવે છે, તે જોગવાઈને પણ કાઢી નાખીને રૂા. 5 લાખ સુધીની વાર્ષિક આવકને વેરામુક્ત બનાવવાની માગણી કરવામાં આવી છે. રૂા. 5થી 7 લાખની વાર્ષિક આવક ધરાવનારાઓ પાસે ફ્લેટ પાંચ ટકાનો વેરો લઈ લેવાની જોગવાઈ કરવી જોઈએ. સાત લાખથી વધુ અને બાર લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓ પાસેથી 20 ટકા ટેક્સ લેવા ઉપરાંત પાંચ લાખ સુધીની આવકમાં માફ કરવામાં આવેલા 12,500 પણ વસૂલવા જોઈએ. વાર્ષિક બાર લાખથી વધુની આવક ધરાવનારા કરદાતાઓ પાસેથી 30 ટકાના દરે ટેક્સ લેવ જોઈએ. સિનિયર સિટીઝનની રૂા. 5,00,000 સુધીની વ્યાજની આવક વેરામુક્ત ગણવી જોઈએ. બિઝનેસમેનોને ઘણી વેરા રાહતો આપવામાં આવી રહી છે. પગારદાર કરદાતાઓને કંપનીઓની માફક વેરારાહત ન મળતી હોવાથી તેમના ટેક્સ સ્લેબ ઊંચે લઈ જવા જોઈએ. આવી માંગણી ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.