ચૂંટણીમાં કયા પક્ષનો પતંગ ચગશે કે કપાઈ જશે તે કહેવું વહેલું છે. પણ પતંગની દોર GSTએ ગયા વર્ષે કાપી લીધા બાદ આ વર્ષે પણ ભાવ વધારો નડી રહ્યો છે. લોકસભાની ચૂંટણી આવતા તેની અસર પતંગ બજાર થઈ રહી છે. ઉત્તરાયણ પર્વ ઉત્સવ મનાવવા માટે અમદાવાદની પતંગો પર સરદારનું પુતળું, લોકસભા, બુલેટ ટ્રેન વિષય પર પતંગ તૈયાર થઈ રહ્યાં છે. તેથી 14 જાન્યુઆરીએ આકાશમાં આવા પતંગ વધું ઉડતાં જોવા મળશે.
હાલ પતંગ બજારમાં ખરીદારીની શરૂ થયેલી છે. જેમાં દેશ ભકિત, રાજકીય નેતાઓની છબીની સાથોસાથ બાળકોના મનપસંદ કાર્ટુન, ફોટોગ્રાફની પતંગો વેપારીઓ લઈ રહ્યાં છે.
લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓની તસવીર રહેતી હોય પણ પતંગ અને દોરી તથા બીજા મટીરીયલ પર GSTનો ભાવ વધારો જથ્થાબંધ બજાર પર 10થી 15 ટકા અને છૂટક બજાર પર 20થી 25 ટકા રહેશે. કાગળ, પ્લાસ્ટીક, પતંગની કમાન-ઢઢ્ઢાના મટીરીયલમાં ભાવ વધારો રહેશે.
સુરત, ખંભાતી, નડિયાદી અને અમદાવાદની હાથે બનાવેલી પતંગની લોકોમાં માંગ છે. ગૃહઉદ્યોગ તરીકે જાણીતી બનેલ પતંગોની માંગ રહે છે.
ગયા વર્ષ કાગળ અને પ્લાસ્ટીકની 100 નંગ પતંગનો ભાવ રૂા.120થી 190 હતો. જે 2018માં 250થી 270 રહેશે. દોરીમાં 5 ટકા અને તૈયાર ફીરકીમાં 8 ટકાના ભાવ વધારાના કારણે તૈયાર માંજો, બરેલી, સુરતી દોરીમાં ભાવો ઊંચા ગયા છે. ઉત્તરાયણને હવે એક મહિના જેવો સમય રહ્યો છે.
ખંભાતમાં દેશ-વિદેશમાં જાણીતોપતંગ ઉધોગને મરણતોલ પટકો પડ્યો છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. 120 મજૂરી મળતી હતી. 100 પતંગે 250થી 300 મળતાં હતા. જે હવે 350થી 400 થઈ ગયા છે.