રાજ્યના જુદા જુદા શહેરોમાં પણ 7 જાન્યુઆરીથી લઇને 14મી જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલનાર છે. 7 જાન્યુઆરી 2020 અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. 43 દેશોના 154 પતંગબાજો છે, વિવિધ રાજ્યોના 115 પતંગબાજ છે.
વર્ષ 2017માં કાગળ અને પ્લાસ્ટીકની 100 નંગ પતંગનો ભાવ રૂા.120થી 190 હતો. 2018માં 250થી 270નો હતો. આ વર્ષે 10 ટકાનો વધારો છે. દોરીમાં 5 ટકા અને તૈયાર ફીરકીમાં 8 ટકાના ભાવ વધારાના કારણે તૈયાર માંજો, બરેલી, સુરતી દોરીમાં ભાવો ઊંચા ગયા છે. 120 મજૂરી મળતી હતી. 100 પતંગે 250થી 300 મળતાં હતા. જે હવે 350થી 400 થઈ ગયા છે.
ગુજરાત
પતંગ ઊદ્યોગથી 2.82 લાખ લોકોને રોજગારી મળી રહી છે. રૂપિયા 572 કરોડથી પણ વધુનું ટર્નઓવર આ પતંગ ઉદ્યોગ છે. દર વર્ષે ગુજરાતનો પતંગનો ધંધો 15% થી 20%ના દરે વધે છે. અમદાવાદમાં પતંગોનું તોલિયા બજાર આવેલું છે. જે દોરીને તોળીને આપતુ હોવાથી માર્કેટનું નામ જ તોલિયા બજાર તરીકે જાણીતું થયું છે.
પ્રક્રિયા
8 પ્રકારની વિવિધ પ્રક્રિયાથી પસાર થાય છે. પતંગો માટેના વાંસ વલસાડ અને આસામથી મંગાવવામાં આવે છે. તેમાથી ઢઢ્ઢો અને કમાન તૈયાર કરાય છે. વાસને છોલી તેનુ સંતુલન જોઈ કમાન તૈયાર કરાય છે જેથી પતંગ હવામાં સ્થિર રહી શકે. એક કાગળમાંથી છ પતંગ, ત્રણ પતંગ, બે કે ચાર પતંગ બને જેને અડધિયુ, પાવલું, પોણીયુ કે આખું કહેવાય જ્યારે ચીલ, ઘેસીયો, ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ વિવિધ રંગમાં ખંભાતમાં બનાવવામાં આવે છે.
મોરથુંથું નખાય
ઉંદરો પતંગને કાતરી ન ખાય તે માટે મેંદામાં મોરથુંથું નાંખવામાં આવે છે. અઢાર સળી અને એક માન વાળો ગોળ પતંગ એક કારીગર એક દિવસમાં બનાવી શકે છે. પી.વી.સી. અને હલકા મેટલમાંથી રંગબેરંગી પતંગ બનાવવામાં આવી રહ્યા છે. ખંભાતમાં ઉત્તરાયણના દિવસે, બીજા દિવસે અને ઉત્તરાયણ પછીના રવિવારે ખંભાતવાસીઓ દરીયાદેવના સાનિધ્યમાં એમ ત્રણ વખત ઉત્તરાયણ મનાવવામાં આવે છે.
ખંભાતમાં પતંગ ઉદ્યોગ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 31માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના 400 પતંગબાજો જોડાયા છે. નવાબી નગર ખંભાતમાં વાર્ષિક 4 કરોડ ઉપરાંતનું ટર્ન ઓવર છે. ખંભાતમાં વિકસેલ પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ 12,000 કારીગરોને રોજગારીનો અવસર પુરો પાડે છે. અહીં વર્ષે બે કરોડ ઉપરાંતના પતંગો તૈયાર કરવામાં આવે છે.
વિવિધ વેરાઈટીની પતંગો ગુજરાત, અન્ય રાજ્યો સહિત અમેરીકા, આફ્રીકા, લંડનમાં જાય છે. ખંભાતના પતંગોનું ફીનીશીંગ વખણાય છે. અહીં બે ઈંચથી માડીને બાર ફૂટ સુધીના પતંગો પાંચ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની કિંમતના બને છે. ખંભાતમાં વિવિધ 12 જાતની પતંગો બને છે. જે
પતંગ ઉદ્યોગ પર જી.એસ.ટીનું ગ્રહણ
દિવાળી બાદના દિવસોથી પતંગો ખરીદી અંગે બુકીંગ પણ શરૂ થઈ જાય છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. 1લી જુલાઈ, 2017થી દેશભરમાં જીએસટી લાગુ કરવામાં આવતાં વિવિધ વેપાર-ધંધા પર અસર થવા પામી છે. સરકારે રંગીન, સફેદ કાગળ ઉપર,સળીઓ ઉપર સરકાર દ્વારા જી.એસ.ટી લાગુ કરવાથી ધંધામાં નુકશાની ભયની ચિંતા વધવા પામી છે.
પતંગના ઉદ્યોગને સરકારે વરસોથી ટેક્સ ફ્રિ જાહેર કરેલો છે. અગાઉ 600 કરોડ ઉપરાંત રાજ્યમાં પતંગ ઉદ્યોગ હતો. પરંતુ દિવસે દિવસે ઉદ્યોગ ઘટીને હવે 100થી 150 ટકા રહ્યો છે. તેમાંય હવે ૫ ટકા જીએસટી દાખલ કરતાં ઉદ્યોગને વધુ ગંભીર અસર પહોંચી છે.
અમદાવાદમાં 35000 પરિવાર
અમદાવાદની ઉત્તરાયણ વિશ્વમાં ઓળખ બની ગઈ છે. અમદાવાદમાં 35000 મુસ્લિમ પરિવાર આખું વર્ષ પતંગ બનાવે છે. વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ગુજરાતનો વાર્ષિક પતંગનો ઉદ્યોગ રૂ.1200 થી 1500 કરોડને પાર કરી ગયો છે. અમદાવાદમાં વાર્ષિક રૂ.300 કરોડનો પતંગ ઉદ્યોગ થાય છે.
પતંગ અને દોરી રંગવાના બિઝનેસ માટે દર વર્ષે લખનૌ, રાયબરેલી, આગ્રા જેવા શહેરોમાંથી 200 પરિવારો અમદાવાદમાં ત્રણ મહિના ધંધો કરવા આવે છે. પૃથ્વીની 5 વાર પ્રદક્ષિણા કરી શકાય એટલી દોરી અમદાવાદમાં ઉત્તરાયણમાં વપરાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર 10 લાખથી વધારે પતંગો આકાશમાં ઊડે છે.
અમદાવાદના પતંગ મ્યુઝિયમના ફાઉન્ડર ભાનુ શાહ છે. આવનારા 5 વર્ષમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 2 હજાર કરોડને પાર કરશે. હાલ 2019માં 310 કરોડનો અમદાવાદનો પતંગ ઉદ્યોગ છે. 5 વર્ષમાં 500 કરોડને પાર કરશે. પતંગ ચડાવવા માટે ભાડે મકાનો આપવામાં આવે છે.
સુરતનો પતંગ ઉદ્યોગ 200 વર્ષ જૂનો
સિઝનમાં 4 લાખ પતંગ બને છે. રાંદેરમાં 200 વર્ષથી પતંગો બને છે. લગભગ 110 કારીગરો પતંગ બનાવવાનું કામ કરે છે. સીઝન દરમિયાન સરેરાશ 3થી 4 લાખ પતંગો સુરતમાં બને છે. 100 થી 150 જેટલી દુકાનો છે. સુરતમાં 70 ટકા તો ગરીબ પરિવારોની મહિલાઓની આર્થિક પ્રવૃત્તિ પતંગની છે. સુરતના ધબકારવાડ વિસ્તાર બારેમાસ પતંગ બનાવવામાં આવે છે. સુરત, ખંભાતી, નડિયાદી અને અમદાવાદની હાથે બનાવેલી પતંગની લોકોમાં માંગ છે. ગૃહઉદ્યોગ તરીકે જાણીતી બનેલ પતંગોની માંગ રહે છે.
અગરીયા
અગરીયાના 4 હજારની વસતી ધરાવતાં ગામ ઓડુ એક એવું સ્થળ છે કે જ્યાં 29 ડિસેમ્બરે પતંગ ચગાવવામાં આવે છે. મીઠાના અગરીયા માટે કામ કરતી સંસ્થા કહે છે કે, આ પરંપરા 1882થી એટલે કે 135 વર્ષથી ચાલુ છે. અગીરઓ આ દિવસે મેળો ભરે છે. જેને પતંગ મેળો કહે છે. અહીં મીઠું પકવતાં તમામ લોકો એકઠા થાય છે. જેમાં ખારાઘોડા, મીઠાઘોડા, રણ વગેરેના લોકો અહીં આવે છે. દાવલશા પીરની દરગાહે બધા એકઠા થાય છે. જ્યાં બધી દુશ્મની ભૂલી જાય છે.
પતંગનો અર્થ
પતંગના વિવિધ નામો પતંગ એ મૂળ સંસ્કૃતનો શબ્દ વ્રજમાં તે ચંગ તરીકે ઓળખાયો. બિહાર,ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના લોકો તેને તિરંગીના નામે ઓળખે છે. દક્ષિણના તેલુગુ પ્રદેશમાં તે ગાલી પટ્ટા તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં ભરાર, ટુકલ કે ધાર તરાકે પતંગને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બોદલો કે કાગડીયો તરીકે પતંગને ઓળખાય છે. કચ્છમાં બગલું અને પડાઈ છે.