પરથી ભટોળે 5 ધારાસભ્યોને રૂ.15-15 કરોડ આપ્યા, ગેનીબેન કહે છે મેં ચા પણ પીધી નથી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અન્ય 5 ધારાસભ્યોએ પરથી ભટોળને ટિકિટ અપાવવા માટે રૂ15 કરોડ  લીધા હોવાના આક્ષેપો લાગ્યા હતા. પૈસા લેવાના આરોપોમાં હજુ સુધી કોઈ ધારાસભ્યોના નામ બહાર આવ્યા નથી. ગેનીબેન ઠાકોરે પોતાના પર લાગેલા આક્ષેપોને ખોટા ગણાવતા જાહેર સભાને સંબોધન કરતી વખતે ભગવાનાના સોગંધ ખાધા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ધારાસભ્યને કે કોઈ બીજાને પૈસાથી ટિકિટ મળતી હોય તો આ દેશના ઉદ્યોગપતિઓ સાંસદ સભ્ય બની ગયા હોત. દાણી, અદાણી સહિત તમામ ઉદ્યોગપતિઓ પાંચ અને દસ હજાર કરોડ ફેંકીને બધા જ સાંસદ સભ્યો ચૂંટી કાઢે. પણ માનવતાથી આપણે રહીએ છીએ. ધરણીધરના ધામમાં આપણે બધા રહીએ છીએ અને ધરણીધરના સોગંધ કોઈ દિવસ ખોટા ખાતા નથી. કોંગ્રેસમાં એક પણ ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કે કાર્યકર્તા ટિકિટ માટે પૈસા લેતા નથી અને જ્યાં સુધી પરથી ભટોળને ટિકિટ આપવાની વાત છે તો કોઈ ધારાસભ્યએ કે મેં પોતે કોઈ દિવસ પરથી ભટોળની ચા પણ પીધી હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે અને અમારા પર જે ખોટા આક્ષેપો કરે છે તેને ભગવાન તું પોગજે.

બીજી બાજું કોંગ્રેસના બળવાખોર નેતાએ કોંગ્રેસને બદનામ કરીને હરાવવા માટે ભાજન દ્વારા પ્રથમ હપ્તાના રૂ.20 કરોડ સુથી પેટે આપવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. તેથી કોંગ્રેસ પરેશાન રહે અને લોકસભાની ચૂંટણી હારી જાય. વિધાનસભામાં સુરેન્દ્રનગરની બેઠકમાં એક ટિકિટ ભાજપે રૂ.9 કરોડમાં આપી હતી. રાજ્ય સભામાં ભાજપના ઉમેદવારને મત મળે એટલે ધારાસભ્યોને રૂ.5 કરોડથી રૂ.16 કરોડમાં ખદીરવામાં આવ્યા હતા અને તેમણે રાજીનામા આપ્યા હતા.

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેથી પરંપરાગત હરીફ ભાજપ અને કૉંગ્રેસની પ્રચાર ઝુંબેસ પવનવેગી બની ગઈ છે પ્રચારમાં બન્ને પક્ષના આગેવાનો આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચલાવે છે ત્યારે પ્રચારમાં ભાજપ વિરુદ્ધ બિભીંતસ બોલીને વિવાદમાં સપડાયેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના ઉપર કૉંગ્રેસના ધારાસભ્યોએ ૧૫ કરોડ લઈ પરથીભાઇ ભટોલને ટિકિટ અપાવી હોવાના આક્ષેપથી વ્યથિત હતા ત્યારે ગઈકાલે ઢીમાં ખાતે યોજાયેલી કૉંગ્રેસની સભામાં જાહેરમાં તેમણે ભગવાન ધરણીધરની સોગન ખાઈને આક્ષેપો ફગાવી ભાજપ નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલતો હોવાનું જણાવી હાર ભળી ગયેલા આગેવાનો તેમની ઓકાત ઉપર આવી ખોટો પ્રચાર કરતા હોવાનો દાવો કર્યો હતો.