ખોડલધામની સંસ્થા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં પરેશ ગજેરાના પ્રમુખ પદ સમયે થયેલો ખટરાગ ફરી એક વખત સપાટી ઉપર આવ્યો છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી,જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચીએ અચાનક તેમના પદ ઉપરથી રાજીનામા ધરી દીધા છે. આ પાછળ પરેશ ગજેરાનો વિરોધ કરનાર ખોડલધામ વિદ્યાર્થી સમિતિ છે.
સરદાર પટેલ ભવનમાં વિદ્યાર્થી સમિતિનો ત્રાંસ વધી ગયો હતો અને ફાઉન્ડેશનના હોદેદારો તેમની ચેમ્બરમાં પણ બેસી શકતા ન હતા. વિદ્યાર્થીઓના ટોળા ચેમ્બરમા ધસી જઇ સભ્યોને મૂશ્કેલીમાં મૂકી દેતા હતાં. ઓડિયો કલીપો પણ વાઇરલ કરવામાં આવતી હતી. તેથી કંટાળીને પાંચમાંથી ચાર હોદેદારોએ રાજીનામા આપી દીધા છે. સરદર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની કારોબારી બેઠક મળી હતી. જેમાં પ્રમુખ વલ્લભ સતાણી, ઉપપ્રમુખ રાજેશ પરસાણા, મંત્રી જયેશ બુધેલિયા, સંયુક્ત મંત્રી મગન આંટાળા વગેરેએ રાજીનામા આપી દીધા છે. બાકી રહેલાં એડવોકેટ જી એલ રામાણી ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. પરેશ ગજેરા પ્રકરણ બન્યુ હતું ત્યારથી આવી અશાંતિ હતી. પરેશની સામે જે વિદ્યાર્થિ સમિતીએ સૂત્રોચ્ચાર કર્યા હતા, તે વિદ્યાર્થીઓએ અમને પરેશાન કર્યા છે. આમ સૂત્રધાર એક જ છે. તે બધા જાણે છે. હોદેદારો ઉપર ખોટી આક્ષેપબાજી કરવી વગેરે કાયમી ફરિયાદ થઇ ગઇ હતી. ટ્રસ્ટમાં આબરું ઢંકાઈ રહે અને બધુ ઠીક થઇ જાય એ માટે પ્રયાસો થયા હતા. તેમ સફળતા મળી નહોતી. પરેશે પણ રાજીનામુ આપી દીધુ છે.