પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક જાળવી રાખવી ભાજપ માટે હવે મુશ્કેલ બની ગઈ છે. તેવા જ સમયે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સાવરકુંડલાનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નામ ચર્ચાય રહ્યું છે. તેની પાછળ કોંગ્રેસના અહેમદ પટેલનું કામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો દૂધાત આવે અને પરેશ ધાનાણી ઉમેદવાર ન રહે તો ભાજપને આ બેઠક જીતવી આસાન બની શકે તેમ છે.
અમરેલી બેઠક માટે પરેશ ધાનાણી, જેની ઠુંમર અને કોકીલા કાકડીયાનાં નામ પક્ષમાં ચર્ચામાં હતા. પરંતુ એકાએક સાવરકુંડલાનાં ધારાસભ્યનું નામ આગળ આવી જતાં જિલ્લાનાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ હતપ્રભ બની ગયા છે. સાવરકુંડલાનાં ધારાસભ્ય તેમના મત વિસ્તારની પાલિકા જાળવી શકયા નથી કે તાલુકા પંચાયતની ઘાંડલા સીટ પણ જીતાડી શકયા ન હોય તો કેવી રીતે હાઈકમાન્ડ તેમના નામની મંજૂરી કઈ રીતે આપી શકે તે પ્રશ્ન કોંગ્રેસ પક્ષમાં પુછવામાં આવી રહ્યો છે.
ભાજપનાં ચાણકય ગણાતા આગેવાનો કોઈ પણ સંજોગોમાં અમરેલી બેઠક જાળવી રાખવા મકકમ બન્યા હોય અને પરેશ ધાનાણી જો કોંગ્રેસનાં ઉમેદવાર બને તો વિજેતા થવું ભાજપને ભારે પડે તેમ હોય તેવા જસમયે પરેશ ધાનાણી પણ દાવેદારીમાંથી બહાર નીકળી જતાં કોંગ્રેસનાં વફાદાર કાર્યકરો અને આગેવાનોમાં કોંગ્રેસના દિલ્હીના ગુજરાત ખાતેના નેતાઓની નિયત પર શંકા ઊભી થઈ રહી છે.