પશુઓનો વિકાસ કાર્યક્રમો અને યોજનાઓ

Saturday, January 4, 2014

(૧) પશુઓનો વિકાસ
પશુઓમાં ઉચ્ચ આનુવંશિક ગુણો સાચવી રાખવા તથા તેમાં વધારો કરવા માટે રાજ્યમાં સંકર સંવર્ધન અને શુધ્ધ સંવર્ધનની કામગીરી કૃત્રિમ બીજદાન દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દૂધ ઉત્પાદન અને સારા બળદો માટે ગાયોની બે ઓલાદ ગીર અને કાંકરેજ જાણીતી છે. ભેંસોમાં મહેસાણી,સુરતી ,જાફરાબાદી અને બન્ની ઓલાદ દૂધ ઉત્પાદન માટે પ્રસિઘ્ધ છે.
ગુજરાતમાં ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતી નસલો જાળવવા માટે પશુ ઉછેર કેન્દ્રઃભૂતવડ ખાતે ગીર ઓલાદ તથા પશુ ઉછેર કેન્દ્રઃ ભૂજ, થરા અને માંડવી ખાતે કાંકરેજ ઓલાદ સંશોધન અને સંવર્ધન ની કામગીરી કરેછે. આ કેન્દ્રો ઘ્વારા ઉચ્ચ આનુવંશીક ગુણો ધરાવતા સાંઢ નો ઉછેર કરી કુદરતી સેવા માટે ગ્રામ પંચાયત, સહકારી મંડળીઓ તથા ગોસંવર્ધન સાથે સંકળાયેલ અને કામ કરતી સંસ્થાઓને રુ. ૧પ૦૦ની નજીવી કિંમતે જીલ્લા પંચાયત મારફતે પુરા પાડવામાં આવેછે.
ગુજરાત રાજયમાં ગાય વર્ગ અને ભેંસ વર્ગની ઓલાદો.
કાંકરેજ જાતિ:
કાંકરેજ ગાયને ગુજરાતમાં બનીઆઈ તથા વઢીયારી તરીકે ઓળખવામાં આવેછે. પરદેશમાં ગુજરાત ગાય તરીકે ઓળખાય છે. આ ઓલાદનો મૂળસ્થાપિત વિસ્તાર કચ્છના રણના દક્ષિણ- પૂર્વ વિસ્તાર તથા થરપારકર જીલ્લાના દક્ષિણ પશ્ચિમ થી અમદાવાદ તથા ડીસાથી રાધનપુર છે.
બાહય લક્ષણો – આ ઓલાદ ની ગાયોમાં સફેદ તથા ભૂખરો રંગ જોવા મળેછે. સાંઢમાં શરીર નો આગળનો ભાગ, પાછળનો ભાગ તથા ખૂંધ કાળા રંગની હોય છે. શીંગડાં અર્ધચંદ્રાકાર, કપાળ પહોળું અને રકાબી જેવું હોય છે.

આર્થિક લક્ષણો :- આ ઓલાદ ના પશુઓ ભારવાહક તથા ઝડપી ચાલના લક્ષણો ધરાવે છે. બળદો તેમની સવાઈ ચાલ માટે સુપ્રસિઘ્ધ છે. ગાયોનું દૂધ ઉત્પાદન મઘ્યમકક્ષાનું હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૨૦૦થી ર૫૦૦ કિ.ગ્રા.હોય છે. આ ઓલાદ ના સાંઢ ૩૪ થી ૩પ મહિનાની ઉંમરે સેવા આપવાનું શરૂ કરેછે. આ ઓલાદ માં પ્રથમ વિયાજણની ઉંમર ૪પ-૫૦ મહિના તથા બે વેતર વચ્ચેનો ગાળો ૧૭ થી ૧૮ માસ તથા વસુકેલ ગાળો ૮ થી ૯ મહિના હોય છે.
ગુજરાતમાં કાંકરેજ ઓલાદના ઉછેર માટેના પ્રક્ષેત્ર:
1.પશુ ઉછેર કેન્દ્રઃ ભૂજ-કચ્છ કોન્ટેક નંબરઃ ૦ર૮૩ર-ર૩૦૮૦૪
2.પશુ ઉછેર કેન્દ્રઃ થરા જિ.બનાસકાંઠા ૦ર૭૪૭- રરરર૪૭.
3.પશુ સંવર્ધન કેન્દ્રઃ માંડવી જિ.સુરત ૦ર૬ર૩ -રર૧૦૪૬.
4.પશુ સંવર્ધન કેન્દ્રઃ સરદાર કૃષનિગર દાંતીવાડા ા એગ્રી યુનિવર્સિટી). ૦ર૭૪૮-ર૭૮૪૬૩.
ગીર:
આ ગાયો કાઠીયાવાડી ,ભોડાલી, સોરઢી તથા દેસણ તરીકે ઓળખાય છે. આ ઓલાદ નું મૂળસ્થાપિત વિસ્તાર ગીર જંગલો છે. આ ઓલાદ ના પશુઓ બીજા દેશમાં નિકાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. બ્રાઝીલ દેશમાં આ ઓલાદ ના ધણ જોવા મળેછે. કાંકરેજ અને ગીર ઓલાદ ના સંકરણ થી બ્રાઝીલમાં ઈન્ડોબ્રાઝીલ નામની ઓલાદ ઉત્પન્ન કરવામાં આવેછે.
બાહય લક્ષણો – ગીર ઓલાદ ના પશુઓ રંગે લાલ વધારે પ્રચલિત છે. તેના મુખ્ય લક્ષણોમાં લાંબુ, પહોળું, ઉપસેલું માથું તથા કાન લાંબા – લટકતા હોય છે. શીંગડાં લાંબા-લટકતાં હોય છે.
શીંગડાં બહાર તરફથી નીકળી પ્રથમ નીચે વળી અને પછી પાછળ તરફ થઈને ઉપર તરફ વળેછે.

આર્થિક લક્ષણો :- ગીર ઓલાદ ની ગાયો વધારે દૂધ ઉત્પાદન આપતી ગાયો તરીકે પ્રખ્યાત છે. એક વેતરનું સરેરાશ દૂધ ૧૫૦૦-૧૮૦૦ કિ.ગ્રા. આપેછે. પ્રથમ વિયાજણ ની સરેરાશ ઉંમર ૪પ થી પ૫ માસ હોય છે. તથા બે વેતર વચ્ચેનો ગાળો ૧પમાસ હોય છે. વસુકેલો સમય ૬ થી ૭ મહિના હોય છે.બળદ ભારવાહક છે પરંતુ ચાલવામાં ધીમી ગતી હોય છે.

ગુજરાતમાં ગીર ઓલાદ ના ઉછેર માટેના પ્રક્ષેત્ર:
પશુ ઉછેર કેન્દ્ર ઃ ભૂતવડ ( કોન્ટેક નં. ૦ર૮ર૪-રરર૦પ૮).
એલ.આર.એસ.-જૂનાગઢ( જૂનાગઢ એગ્રાકલ્ચર યુનિવર્સિટી)(કોન્ટેક નં. ૦ર૮પ-ર૬૭ર૦૮૦ એ૧ટે.૩૭૩ )

ડાંગીઃ
આ ઓલાદ નું મૂળસ્થાપિત વિસ્તાર ડાંગના જંગલો ઉપરાંત મહારાષ્ટ્રના અહમદનગર તથા નાસિક જિલ્લોમાં જોવા મળે છે.

બાહય લક્ષણો – આ ઓલાદ ના પશુઓ લાલ તથા સફેદ અથવા સફેદ કાળા ટપકાંવાળા જોવા મળેછે. પશુઓ મઘ્યમ કદના હોય છે. માથું નાનું અને બહાર ઉપસતું હોયછે. હોઠ મોટા, કાન તથા શીંગડાં નાનાં હોય છે. છે.
આર્થિક લક્ષણો – આ ઓલાદના પશુઓ મુખ્યત્વે ભારવાહક માટે વપરાય છે. બળદ લાકડાંની હેરફેર કરવા ઉપયોગી થાય છે. આ વર્ગના પશુઓ મજબુત તથા વધારે વરસાદ સામે ટકી શકે તેવા હોય છે. ગાયો નું દૂધ ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે.
ભેંસ ની ઓલાદો:
સુરતી
આ પશુઓનું ઉદભવસ્થાન ખેડા તથા વડોદરા છે. મઘ્યમ કદ ના તથા શરીરે ફાચર આકારના હોય છે. પશુઓનું માથું લાંબુ તથા આંખો ઉપસેલી હોય છે.શીંગડાં દાતરડા જેવા આકારના હોય છે. પશુઓનો મુખ્ય રંગ ભુરાશ પડતો બે સફેદ પટ્ટા, એક જડબા પાસે અને બીજો ગળા પાસે હડા ૫ર ઉપર જોવા મળેછે.
આર્થિક લક્ષણોઃ- આ વર્ગની ભેંસોનું દૂધ અને ફેટનું ઉત્પાદન આર્થિક રીતે પોષાય તેવું હોય છે. ભેંસોનું વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧ર૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા.અને સરેરાશ ફેટ ૭.પ ટકા હોય છે. ભેંસોમાં બે વિયાજણ વચ્ચેનું અંતર ૧પ થી ૧૮ મહિના હોય છે. ભેંસોની પ્રથમ વિયાજણની ઉંમર ૪ર થી ૪૮ મહિના હોય છે. વસુકેલો સમય ૫ થી ૮ મહિના હોય છે.આ ઓલાદ ની ભેંસોનો ખાણ-દાણ તથા નિભાવ ખર્ચ ઘણો જ ઓછો હોવાથી નાના અને સીમાંત ખેડૂતો વધારે પસંદ કરેછે.
સુરતી ઓલાદ ના પશુઓનું ઉછેર કેન્દ્ર
(૧) પશુ ઉછેર કેન્દ્રઃ ધામરોલ જિ. સુરત ( કોન્ટેક નં. ૩૯૪૧રપ )
(ર) લાઈવસ્ટોક રીસર્ચ સ્ટેશન- નવસારી (એન.એ.યુ.) (કોન્ટેક નં. ૦ર૬૭૩-ર૮ર૭૭૧-૭પ).
જાફરાબાદીઃ
અમરેલી જીલ્લાના જાફરાબાદ ગામ માં આ પશુઓનો વિનિમય વધારે થતો હતો જેથી આ ઓલાદ નું નામ જાફરાબાદી રાખેલ છે. આ ઓલાદ નું જન્મસ્થાન ગીર ના જંગલોની આસપાસનો વિસ્તાર છે. આ ઓલાદ ના પશુઓ સૌરાષ્ટ્ર ના બધાજ જીલ્લામાં જોવા મળેછે.

બાહય લક્ષણો – ભારત દેશની ભેંસોની ઓલાદોમાં મોટું અને કદાવર છે અને જેથી હાથીના બચ્ચાં તરીકે ઓળખાય છે.
આ ઓલાદ ના પશુઓ ઘાટા કાળા રંગના હોય છે. માથું મોટું અને ઉપસેલું હોય છે. આંખોની પાંપણો મોટી હોવાથી આંખો સંકોચાયેલી લાગેછે. શીંગડાં ખૂબ જ લાંબાં , ચપટાં અને નીચે તરફ વળેલાં તથા છેડાથી વળખાઈ જતાં હોવાથી શીંગડાંની વિવિધતા જોવા મળેછે. કાન મોટા અને લટકતા હોય છે.

આર્થિક લક્ષણો – આ ઓલાદ દૂધ આપતી નસલ તરીકે સુપ્રસિઘ્ધ છે. વેતર નું સરેરાશ દૂધ ર૦૦૦ થીર૧૦૦ કિ.ગ્રા.અને દૂધમાં ૧૦ ટકા કરતાં વધારે ફેટ જોવા મળેછે. પ્રથમ વિયાજણની ઉંમર ૫૦ થી ૫૫ મહિના તથા બે વેતર વચ્ચેનો સમય ૧૬ થી ૧૮ માસ હોય છે. જે બીજી ઓલાદ કરતાં વધારે હોય છે.વસુકેલો ગાળો છ થી આઠ મહિના હોય છે.

ગુજરાતમાં જાફરાબાદી ઓલાદ નું ઉછેર કેન્દ્રઃ

(૧) એલ.આર.એસ.જૂનાગઢ.(જૂનાગઢ એગ્રી યુનિવર્સિટી)ં.૦ર૮પ-ર૬૭ર૦૮૦ એ૧ટે.૩૭૩).

મહેસાણીઃ
આ ઓલાદ મુરાહ અને સુરતી ઓલાદ ના સંકરણ થી ઉત્પન્ન થયેલ છે. જેથી આ ઓલાદ ના કેટલાક પશુ સુરતી નાં લક્ષણો તથા કેટલાક પશુ મુરાહ ના લક્ષણો બતાવેછે. આ ઓલાદ ના પશુઓનું મૂળસ્થાપિત વિસ્તાર મહેસાણા જિલ્લો તથા બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લો છે.
બાહય લક્ષણોઃ- આ ઓલાદ સુરતી તથા મુરાહ ના મિશ્રિત લક્ષણો બતાવેછે. પશુઓ રંગે કાળા તથા ભૂખરા હોય છે. માથું લાંબુ અને શીંગડાં વજનદારે
તથા ગોળાકાર હોય છે. કેટલાંક પશુઓના માથામાં, પગ અથવા પૂંછડી ઉપર સફેદ કલર જોવા મળે છે.

આર્થિક લક્ષણોઃ- આ ઓલાદ ના પશુઓ શાંત સ્વભાવના હોય છે. તથા પુખ્ત વયે વહેલાં પહોંચેછે વિયાવામાં નિયમિત તથા વેતર ના સૂકા દિવસો ૫ થી ૬ મહિના હોય છે. પ્રથમ વિયાજણની ઉંમર સરેરાશ ૪૫ થી ૪૮ મહિના હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ળ્૭ળ્ળ્ થી ૧૮૦૦ કિ.ગ્રા. તથા દૂધ ના ફેટ ૭ થી ૭.પ ટકા હોય છે. બે વિયાણ વચ્ચેનો સરેરાશ સમય ૧પ થી ૧૬ મહિના હોય છે. ખાણ દાણ તથા નિભાવ ખર્ચ ઓછો હોવાથી આ નસલ વધારે પ્રચલિત છે.

ગુજરાતમાં મહેસાણી ઓલાદ ના ઉછેર કેન્દ્રો
(૧) એલ.આર.એસ.સરદાર કૃષિ નગર, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી જિ.બનાસકાંઠા (કોન્ટેક નં. ૦ર૭૪૮-ર૭૮૪૬૩).

બન્ની:

આ ઓલાદ કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં જોવા મળતી હોવાથી આ ઓલાદનું નામ બન્ની પાાડવામાં આવેલ છે. આ ઓલાદની શુઘ્ધ લક્ષાણો ધરાવતી ભેંસો મુખ્યત્વે ખાવડા, હાજીપીર, નખત્રાણા, અબડાસા, લખ૫ત,રા૫ર અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં જોવા મળે છે.
બાહય લક્ષણો – આ ઓલાદની ભેંસો મઘ્યમથી મોટું કદ ધરાવે છે. શરીરનો ૯૫ ટકા રંગ કાળો અને પાંચ ટકા રંગ ભૂરો જોવા મળે છે. શીંગડાઓ બહારની બાજુએથી ૯૦અંશના ખૂણે વળાંક સાથે બે ગોળાકાર ઈઢોણી આકારના હોય છે. જેથી બીજી ઓલાદો કરતાં આ ઓલાદ અલગ તરી આવે છે.શરીરનો બાંધો સુદ્રઢ, મજબૂત અને દેખાવમાં આકર્ષક ઓલાદની છે. ચહેરો લાંબો,આંખો ચમકરદાર,તેજસ્વી અને કાળી હોય છે. અને ૫હોળાઈમાં મઘ્યમ હોય છે. આ ભેંસોનું બાવલું અને આંચળ સુવિસિત,સુડોળ આકાર અને ચાર ભાગમાં સ્૫ષ્ટ વહેંચાયેલ હોય છે. શરીરનો આકાર ફાચર જેવો હોય છે.
આર્થિક લક્ષણો – આ ભેંસો વિયાજણમાં નિયમિત હોય છે. આ ભેંસોની પ્રથમ વિયાજણની ઉંમર ૪૦ થી ૪૫ મહિના હોય છે. બે વિયાજણનો સમયગાળો ૧ર થી ૧૪ મહિના હોય છે. વસુકેલ સમયગાળો બે થી ચાર મહિના હોય છે. આ ભેંસોનું વેતરનું કુલ દૂધ ઉત્પાદન ૧૮૦૦ થી ર૦૦૦ કિ.ગ્રામ હોય છે.

(ર) દૂધ ઉત્પાદન હરિફાઈ યોજનાઓ:

(૧) પશુપાલકો ને પશુપાલન પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે અને (ર) શ્રેષ્ઠ ઉત્પાદનવાળી નસલ ની ગાયો ભેંસોના નર બચ્ચા સંવર્ધન માટે પસંદ કરી શકાય તે હેતુથી રાજયમાં દૂધ ઉત્પાદન હરિફાઈ યોજવામાં આવેછે. વિજેતા જાનવરના માલિકોને રોકડ ઈનામો તથા પ્રમાણપત્રો આપવામાં આવેછે.

આ હરિફાઈ માં ભાગ લેનાર અરજદારો પાસેથી નિયત અરજી મેળવવામાં આવેછે. અને નકકી કરેલ દિવસોમાં દૂધનું ઉત્પાદન નોંધી, ર૪ કલાકનું દૈનિક ઉત્પાદન નોંધવામાં આવેછે. આ હરિફાઈ માટે દરેક ઓલાદ (બ્રીડ) માટે ર૪ કલાકનું દૈનિક લઘુત્તમ દૂધ ઉત્પાદન નું ધોરણ નકકી કરવામાં આવેલ છે જે ઉત્પાદન હરિફાઈમાં ભાગ લેવા જરૂરી છે.

વર્ષ- ર૦૧૦ માં કુલ- ૧૫૭૦ અરજીઓ આવેલ અને કુલ- રુ. ૧૮૯૦૦૦/- નાં ઈનામો તથા પ્રમાણપત્રો મંજુર થયેલ છે. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ગાય- ભેંસો એ ર૪ કલાકમાં દૂધ ઉત્પાદન નીચેની વિગતે નોંધાયેલ છે..

ગાય વર્ગ ભેંસ વર્ગ
ગીર- ૨૯.૪૬૭ કિ.ગ્રામ જાફરાબાદી – ૩૪.૩૩૩ કિ.ગ્રામ.
કાંકરેજ – ૩૧.૫૩૩ કિ.ગ્રા. સુરતી – ૧૮.૬૦૦ કિ.ગ્રામ
જર્સી – ૩૬.૨૦૦ કિ.ગ્રામ મહેસાણી- ૨૭.૬૦૦ કિ.ગ્રામ
બન્ની- ૩૬.૪૦૦ કિ.ગ્રામ
એચ.એફ.- ૩૯.૬૦૦ કિ.ગ્રામ અન્ય ઓલાદ – ૩૩.૫૩૩ કિ.ગ્રામ
(૩) સંકલ્પપત્ર યોજના:
સંકલ્પપત્ર યોજના હેઠળ રાજયમાં ગ્રામ્ય કક્ષાએ કેમ્પો તથા શિબિરોનું આયોજન કરી પશુપાલકોને ઉંચી ગુણવત્તા ધરાવતા પશુઓ મેળવવા પશુમાવજત તથા પશુ સારવાર ની તાલીમ આપવાનો મુખ્ય ઉદૃેશ છે.

આ યોજના હેઠળ રાજયના ગ્રામ્ય (અતિપછાત) વિસ્તારમાં કેમ્પો તથા શિબિરોનું આયોજન કરી ખેડૂતો / પશુપાલકો ના પશુઓને જાતિય આરોગ્ય સારવાર કરી દૂધ ઉત્પાદન માં વધારો કરવામાં આવેછે તથા વૈજ્ઞાનિક ઢબે પોતાના પશુઓની પશુમાવજત કરી શકે તે માટે પશુમાવજત , ઉછેરની જુદી જુદી પઘ્ધતિઓની જાણકારી પુરી પાડવામાં આવેછે.

સદરહુ યોજના માટે વર્ષ ૨૦૧૧-૧૨ માં ગુજરાત સરકારે ૯૯.૦૦ લાખની નાણાંકીય ફાળવણી કરેલ છે. જે ફાળવણી સામે ૧૮૦૦ કેમ્પો અને ૧૮૦૦ શિબિરોનું આયોજન કરી ૧૮૦૦૦૦ પશુસારવાર અને ૯૦૦૦૦ તાલીમાર્થીઓનો લ૧યાંક પૂર્ણ કરવા માટે ર૬ જિલ્લા પંચાયતોને મે-ર૦૧૧ માં લક્ષ્યાંકો ફાળવવામાં આવેલ છે. અને તે મુજબ કામગીરી ની સિઘ્ધિ હાંસલ કરવા દરેક જિલ્લા પંચાયત ને જાણ કરવામાં આવેલ છે.

(૪) જાતવાન સાંઢ મુલ્યાંકન એકમઃ
૫શુપાલન ખાતામાં અતિ મહત્વની કામગીરી ગણી શકાય તે ૫શુસંવર્ધનની કામગીરી છે.૫શુ સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ૫શુઓમાં દૂધ ઉત્પાદન વધારવું જરૂરી બને છે. આ માટે સારા આનુવંશીક ગુણો વાળા સાંઢ/પાડા મેળવવા તેના ૫ૂર્વજોનો ઈતિહાસ ઘ્યાનમાં રાખી ઝીણવટભર્યો અભ્યાસ કરી સાંઢ /પાડાઓમાં ખરેખર આનુવંશીક ગુણો કેવા અને કેટલા પ્રમાણમાં છે તે તેની માદા ઓલાદના દૂધ ઉત્પાદન તથા અન્ય લક્ષણોને આધારે નકકી કરવામાં આવે છે. આ માટે એક ગાણીતિક સુત્રના આધારે સાંઢનું મૂલ્યાંકન કરી તેનો મૂલ્યાંકન આંક નકકી કરવામાં આવે છે. આ નકકી થયેલ મુલ્યાંકન આંકને આધારે સાંઢ/પાડાની નીચે જણાવ્યા મુજબની ઉ૫યોગીતા થઈ શકે છે.
૧- જો સાંઢ /પાડાનો મૂલ્યાંકન આંક ર૦૦ થી વધુ હોય તો આવા સાઢ/પાડા કૃત્રિમ બીજદાનના હેતુ માટે ઉ૫યોગમાં લઈ શકાય
ર- સાંઢ/પાડનું મૂલ્યાંકન આંક ૧૫૦ થી ર૦૦ સુધીનો હોય તો આવા સાંઢ/પાડાને કુદરતી સેવા માટે ગાયોને ફાલુ કરવાના ઉ૫યોગમાં લઈ શકાય.
૩- જે સાંઢ /પાડાનો મૂલ્યાંક આંક ૧૫૦ થી ઓછો હોય આવા સાંઢ/પાડાને ખસી કરી અન્ય ઉત્પાદિત કામગીરીમાં ઉ૫યોગમાં લઈ શકાય અથવા નજીવી કિંમતે કુદરતી સેવા માટે ગૌશાળા/પાંજળાપોળોને આપી શકાય.
(૫) રાષ્ટ્રીય સાંઢ ઉત્પાદન યોજના (નેશનલ બુલ પ્રોડકશન પ્રોગ્રામ) ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત
આ યોજના હેઠળ રાજયની પ્રખ્યાત ગીર તથા કાંકરેજ ઓલાદ ની ગાયોના વંશ માટે ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી શુઘ્ધ ઓલાદ ના આનુવંશીક ગુણો ધરાવતા સાંઢ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.
ગીર પ્રોજેકટ માટે સાત સંયોજીત ગૌશાળા અને એક પશુ ઉછેર કેન્દ્ર તથા કાંકરેજ પ્રોજેકટ હેઠળ ચાર સંયોજીત ગૌશાળા તથા ત્રણ પશુ ઉછેર કેન્દ્રો નો સમાવેશ કરવામાં આવેલ છે. બંને પ્રોજેકટ માં પાંચ પાંચ બેંચ બુલ અને દરેકમાં અનુક્રમે ૭ અને ૧૦ એમ સાંઢના ડોઝ તૈયાર કરી સાંઢ પરિક્ષણ કરવામાં આવેછે. અને દરેક બેંચમાંથી તેના વાછરડીઓના દૂધ ઉત્પાદન ઉપર થી બે-બે સાંઢ સિઘ્ધ કરવાના થાય છે.ે.

સને-૨૦૧૦-૧૧ દરમ્યાન કાંકરેજ ઓલાદ માટે પાંચમી બેંચના બુલ નું ટેસ્ટીંગ કૃત્રિમ બીજદાન ઘ્વારા કરવાનું ચાલેછે. અને પ્રથમ બેંચની વાછરડીઓ વિયાવેલ હોઈ તેના વેતરના દૂધના રેકર્ડ ઉપર થી બે – બે સાંઢ સિઘ્ધ કરવામાં આવેલ છે. .
(અ) એન.બી.પી.પી. હેઠળ ગીર પ્રોજેકટ હેઠળ જોડાયેલ પશુ ઉછેર કેન્દ્રો તથા ગૌશાળાઓ.
(૧) પશુ ઉછેર કેન્દ્રઃ ભૂતવડ તા. ધોરાજી જિ.રાજકોટ ( કોન્ટેકટ નં. ૦ર૮ર૪-રરર૦પ૮).
(ર) શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સર્વજીવ હિતાવહ ટ્રસ્ટ મુ.છારોડી તા. દસક્રોઈ ( ૦ર૭૧૭-ર૪ર૧૪૧).
(૩) શ્રી જૂનાગઢ પાંજરાપોળ/ગૌશાળા-રતનબાગ,કબડીપ્લોટ,જૂનાગઢ (૦ર૮પ-ર૬ર૧પ૮૯)

(૪) શ્રી વાસણા કોતરીયા ગામાન ગૌશાળા ટ્રસ્ટ,હરિધામ સોખડા જી.વડોદરા (૦ર૬પ-ર૪પ૯૮ર).
(પ) શ્રી ગોપીનાથજી દેવમંદિર ટ્રસ્ટ ગૌશાળા ગઢડા તા. ગઢડા જી.ભાવનગર (૦ર૮૪૭-રપર૯૦૦).
(૬) શ્રી સાવરકુંડલા ગૌશાળા સાવરકુંડલા જી.ભાવનગર (૦ર૮૪પ-ર૪ર૬૬૩).
(૭) શ્રી વીરાણી ગૌશાળા , શારદાગ્રામ તા. માંગરોળ જી.જૂનાગઢ( ૦ર૮૭૮-રર૦૦૭).
(૮) શ્રી અમરેલી ગૌશાળા ટ્રસ્ટ- અમરેલી જી.અમરેલી ( ૦ર૭૯ર- રર૩૯૧૦).
(બ) એન.બી.પી.પી. હેઠળ કાંકરેજ પ્રોજેકટ હેઠળ જોડાયેલ પશુ ઉછેર કેન્દ્રો તથા ગૌશાળાઓ
૧. શ્રી સતકેવલ ગૌશાળા સારસા તા.જિ. આણંદ. (કોન્ટેક નં. ૦ર૬૯ર-ર૭ર૦૬૬).
ર. શ્રી ડાકોર ખોડાઢોર પાંજરાપોળ ટ્રસ્ટ ડાકોર ( ૦ર૬૯૯-ર૪૬૩૬૯).
૩. શ્રી મોટી રૂદ્રાણી જાગીર ગૌશાળા, મોટી રૂદ્રાણી તા. ભૂજ જિ.કચ્છ (૦ર૮૩ર-રપ૦૬૧પ).
૪. પશુ ઉછેર કેન્દ્રઃ માંડવી જી. સુરત ( ૦ર૬ર૩- રર૧૦૪૬).
પ. પશુ ઉછેર કેન્દ્રઃ થરા જિ. બનાસકાંઠા ( ૦ર૭૪૭-રરરર૪૭)
૬. પશુ ઉછેર કેન્દ્રઃ ભૂજ જિ. કચ્છ ( ૦ર૮૩ર- ર૩૦૮૦૪ ).
૭. શ્રી રાધનપુર ખોડાઢોર પાંજરાપોળ -ગોધાણા તા.સમી જિ. પાટણ ( ૦ર૭૩૩-ર૪૭૮૪પ).