પશુપાલકોને બનાસ ડેરી દૂધનો ભાવ વધારો આપે

કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસ ડેરી આગળ ઉપવાસ નો બીજો દિવસ. બનાસ ડેરીયે પશુપાલકોને દૂધ ના ભાવ ઘટાડી દીધા છે.પશુપાલકો ને દૂધ ના ભાવ 800 રૂપિયા મળવા જોઈએ તેને લઈને કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસ ડેરી આગળ ઉપવાસ ચાલુ કરેલ છે .

20મી જુલાઈએ કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસકાંઠામાં બનાસડેરીએ કરેલ દૂધ ઘટાડાના વિરોધમાં તેમજ પાસુપલકોને ટર્ન ઓવરના હિસાબે 18% નફો આપો.,મંડળીઓ ઉપર લીધેલી લોનો ભરપાઈ કરો અને મંડળીઓ ને દેવા મુક્ત કરો, ડેરીના કર્મચારીઓને હેરાન કરવાનું બંધ કરો,પાસુપલકોના પૈસે મેડિકલ કોલેજ બનવાનું બંધ કરો.સરકારી મેડિકલ કોલેજ આપો.,

મિલ્ક કલેક્સનના દૂધ ચિલ્ડ કરવાના યુનિટ દીઠ 15 પૈસા ચાલુ કરો. જેવા મુદ્દાઓને લઈને કલેક્ટર સાહેબ બનાસકાંઠાને તથા એમ.ડી.શ્રી બનાસ ડેરીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું પરંતુ આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય ના લેવાતા સંગઠન દ્વારા દિન બે તા 25 અને 26મી જુલાઈના રોજ પ્રતીક ઉપવાસ બનાસ ડેરી સામે કરવામાં આવ્યા જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી ..હજુ પણ આ બાબતે ડેરી નિયામક મંડળ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો પસુપાલકોના ઘેર ઘેર જઇ આ બાબતે જાગૃકતા લાવવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી બનાસકાંઠા કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે તેવું કિસાન ક્રાંતિ સંગઠનના હોદ્દેદારો ભેમાભાઈ ચૌધરી ,રમેશભાઈ નાભાણી ,કામરાજભાઈ પટેલ,ભૂપતસિંહ ચૌહાણ,મનુજી નેસડા જુના ,સાવસીભાઈ જીભડા, રૂડા ભાઈ રાજપૂત લાવના, લખમનસિંહ ચાલવા,પ્રભાતસિહ ,વિગેરેએ હાજર રહી જણાવ્યું હતું.