પાકિસ્તાનને છેલ્લા ચાર ર્વલ્ડ કપમાં હાર આપીતી બ્લાઈન્ડ ક્રિક્રેટર્સની ટીમ

આપણા માંથી જ છુટા પડેલાં અને હવે સામે પડેલાં પાકિસ્તાનને અત્યારે જે રાજકીય પરાજય મળી રહ્યો છે એ તમામ લોકો જાણે છે અને પણ અહીંયા વાત એક એવી ટીમની થાય છે જેણે અનેકવાર આ વિવાદાસ્પદ દેશને એક મોરચે હરાવ્યુ છે. વાત ભારતના બ્લાઈન્ડ ક્રિકેટરોની છે. વિરાટ કોહલી અને આ ક્રિકેટસર્ર્ની વચ્ચે સામ્યતાઓ પણ છે અને અંતર પણ છે. જે એ છે કે વિરાટની ટીમની જેમ તેમણે પાકિસ્તાની ટીમને અનેક વાર હરાવી છે અને તે પણ વલ્ડર્ર્ કપમાં જ્યારે અંતર એ છે કે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ રમતી હોય ત્યારે તેમનો ઉત્સાહો વધારવા માટે આખુ સ્ટેડિયમ ખીચો ખીચ ભરેલુ હોય છે અને આ ખેલાડીઓ જ્યારે રમે છે ત્યારે આખું સ્ટેડિયમ ખાલી હોય છે. બીજુ મોટુ અંતર એ છે કે એ સામાન્ય ખેલાડીઓને લાખો અને કરોડો રૂપિયા જાહેરાતો માટે પણ મળે અને મહેનતાણા રૂપે પણ મળે જ્યારે આમને પૈસા પણ ટુકડામાં મળે છે. અને આવા તો અનેક ભેદભાવો તેમની સાથે થાય છે પણ તેમનો ઉત્સાહ ઓછો નથી થતો. અને ભારતની જે ટીમ આ ગૈરવંતુ કામ કરે છે તેમાં ગુજરાતના ખેલાડીઓ અગ્રેસર છે.

અહીંયા વાત ગુજરાતના દિવ્યાંગ(અંધ) ક્રિકેટ ખેલાડીઓની છે જેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. ભારતની ક્રિકેટ ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ ગુજરાતના છે. તે પૈકીનો એક ખેલાડીતો વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી તરીકે પ્રસ્થાપીત થઈ ચૂક્યો છે.  પરંતું સૈથી મોટી તકલીફ જે આ ખેલાડીઓ ભોગવી રહ્યાં છે તે છે તેમના અસ્તિત્વની લડાઈ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર રમી ચૂક્યાં હોવા છતાં તેમની ઉપેક્શા તેમના માટે પીડા દાયક છે. બીબીસી, ગુજરાતીએ આ ટીમના ઘણા ખેલાડીઓ સાથે વાત કરી તો તેમના જીવનના અનેક દુખોના પોટલા તેમણે ખોલી નાખ્યાં.

ગુજરાતની ટીમના 14 ખેલાડીઓ પૈકીના એક જ ખેલાડી પાસે સરકારી નોકરી છે જે તેમણે પોતાની લાયકાતના આધારે મેળવી છે બાકીના મોટાભાગના ખેલાડીઓ ખેતી કે ડેરી ઉદ્યોગ દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. ગણેશ ગામીત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાડવી ગામની એક સરકારી શાળામાં આચાયર્ર્ તરીકે ફરજ બજાવે છે. ગામીતે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, અમે ક્રિકેટ અમારી પેશનના કારણે રમીએ છીએ પણ શું તેનો મતલબ એવો થાય છે કે અમને પૈસાની જરૂર નથી? અમે પૈસા વગર અમારા ઘર કેવી રીતે ચલાવીએ? ગામીત દ્રષ્ટિહીનની ત્રણ કેટેગરી પૈકીની ત્રીજી એટલે કે બી-3માં આવે છે.

કેતન પટેલ, વલસાડના ધરમપુર ગામના વતની છે અને 2014માં સાઉથ આફ્રિકામાં તેમને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીનો ખીતાબ પણ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમારી પાસે ખેતી અને પશુઓ જ આવકનું સાધન છે. તેના સિવાય અમારી પાસે કોઈ આવક નથી. જે પૈસા અમને બીજા રાજ્યોમાં રમવા જઈએ ત્યારે મળે છે તે એટલા ઓછા હોય છે કે તે વધારે ચાલતા નથી અને પુરતા પણ હોતા નથી કારણ કે મળેલી એ રકમ 14 ખેલાડીઓમાં વહેચવાની હોય છે.

નરેશ ટુંબડા, નવસારીના છે અને અનેક આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અમારી પાસે અમારો પોતાનો બોરવેલ પણ નથી. ખેતી માટેના પાણી માટે પણ અમે બીજા લોકો પર આધારીત છીએ. સરકારે અમને મદદ કરવી જોઈએ. અનેક વાર રજૂઆતો કયાર્ર્ છતાં અમને સહાયના નામે મીંડુ મળે છે.

હીતેશ પટેલે કહ્યું કે, અન્ય રાજ્યના ખેલાડીઓને તેમની સરકાર દ્વારા સારા પૈસા મળે છે પણ આપણને સરકાર દ્વારા ઉપેક્શા મળે છે. પૈસા નહીં તો નોકરી તો અમને આપવી જોઈએ જેમ સામાન્ય ખેલાડીઓને મળતી હતી તેમ. શું અમને દિવ્યાંગ હોવાનો અને દેશને માટે સરવા બદલ એટલું માન પણ ના મળવું જોઈએ.

દામજી હટીયલ, સ્પોટર્ર્ એન્ડ કલ્ચરલ કમીટી ફોર બ્લાઈડ, ગુજરાતના ચેરમેન છે. તેમણે બીબીસીને જણાવ્યું કે, ગુજરાતની બ્લાઈડ ક્રિકેટરોની ટીમ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ છે અત્યારના સમયમાં જ્યારે સામાન્ય માણસને નોકરીના ફાફા પડતાં હોય તો આ લોતો પોતાનું ગુજરાન કેવી રેતી ચલાવે. તેમના માટે ગંભીર રીતે વિચારવાનો સમય છે. જો કે તાજેતરમાં જ ગુજરાતની સ્પોટર્ર્સ કમીટીએ અમને બોલાવ્યા હતા અને એ મીટીંગમાં અમને જણાવવામાં આવ્યું હતું કે, સરકાર મદદ કરવા માટે તૈયાર છે પણ શરત એ છે કે ક્રિકેટ રમતાં દિવ્યાંગ ખેલાડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી જે પણ સગવડ ઉભી કરવામાં આવે તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય અને તે વધારે બાળકોને પ્રોત્સાહન મળે.

દિલિપ જોગારીઆ, ક્રિકેટ એશોસીયેશન ફોર બ્લાઈન્ડ ઈન ગુજરાતે પોતાની હૈયા વરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે 2018માં જ્યારે ભારતની બ્લાઈન્ડ ટીમ પાકિસ્તાનને હરાવીને પાછી આવી ત્યારે તેમનું સ્વાગત એટલું બધું નિરસ અને નબળું હતું કે કોઈ પણ ક્રિકેટરને તે જોઈને ગુસ્સો આવે પણ આ લોકોને દ્રષ્ટિ નથી એટલે એ લોકો જોઈ નથી શકતાં પણ અનુભવે તો ખરા ને. સરકારમાં વારંવરા રજૂઆતો કરી ત્યારે થોડા સમય પહેલા એક પત્ર રમત ગમત ખાતા માંથી આવ્યો કે અમારે અમને જોઈતી વસ્તુઓની યાદી તેમને આપવી જે એ લોકો અમને લાવી આપશે.

ગુજરાત અગ્રેસર

દામજીભાઈના જણાવ્યા અનુસાર, ભારતમાં બ્લાઈન્ડ ક્રિકેટ શરૂ કરવાનો શ્રેય ગુજરાતની ટીમને જાય છે. 1998માં પ્રથમ મેચ દલ્હીમાં રમાઈ હતી. જેમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં આવ્યા હતા જ્યારે ભારત ફસ્ટર્ર્ રનર અપ હતુ. ગુજરાતમાં 1981- 82માં રાજુનામની કંપની દ્વારા પ્લાસ્ટિકનો મોટો બોલ બનાવવામાં આવતો તેમા કાણું પાડી છરા ભરવામાં આવતા અને પછી તેનાથી ક્રિકેટ રમતાં હતા પછી ધીરે ધીરે પતરાના નાના બોક્સને વાળીને તેમાં છરા ભરતાં અને તેને કપડાંથી બાંધી રબર બેન્ડ લગાવતાં અને તે રીતે રમતા હતા. પછી દહેરાદૂનમાં આવેલી એનઆઈવીએચ- નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર વીઝ્યુઅલી બ્લાઈન્ડ દ્વારા પ્લાસ્ટિકના બોલ બનાવવામાં આવ્યા અને તે હવે તેનાથી જ રમવામાં આવે છે. જો કે કેટલીક વાર આ બોલ પાકિસ્તાનથી પણ લાવવામાં આવે છે.

બ્લાઈન્ડની કેટેગરી

બ્લાઈન્ડ ક્રિકેટરોને કેટેગરી પ્રમાણે લાવમાં આવે છે. બી 1, બી 2 અને બી 3. બી 1 કેટેગરીના પ્લેયરને સહેજ પણ દેખાતું નથી. બી ટુને થોડું, 3 મીટર જેટલું દેખાય જ્યારે બી 3 કેટેગરીને ખેલાડીઓને 60 ટકા   જેટલું દેખાતું હોય છે. મેટ 40 ઓવરની હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટ, 4 ઓવર બી 1 કેટેગરીના ખેલાડીઓ જોડે નંખાવી ફરજીયાત છે. બાઉન્ડરી પાસે બી 3 કેટેગરીના ખેલાડીઓને રાખવામાં આવે છે. આમાં સૈથી રસપ્રદ વાત એ છે કે જ્યારે બી 1 કેટેગરીનો ખેલાડી રન બનાવે ત્યારે તેણે જેટલા રન બનાવ્યા હોત તેના બમણાં રન ગણવામાં આવે છે.

છરા વાળો બોલ અને લોખંડના સ્ટમ્પ

ક્રિકેટ ફોર બ્લાઈન્ડ એટલે અવાજ પર સતર્ર્ક રહીને તેના આધારે બોલ પકડાની સ્કીલ. અહીંયા બોલ સફેદ રંગનો હોય છે જેમાં બોલ બેરીંગ એટલે થરાં નાખવામાં આવે છે જેથી તેને લોકેટ કરીને પકડી શકાય. સામાન્ય ક્રિકેટની જેમ અહીંયા બોલને થ્રો નથી કરાતો તેને નીચેથી ગગડાવવામાં આવે છે. બેટ સામાન્ય જ હોય છે પણ સ્ટેમ લોખંડના હોય છે અને એક બીજા સાથે જોડાયેલા હોય છે એટલે એક સ્ટમ્પને બોલ અડે એટલે ત્રણેય પડી જાય.

પાકિસ્તાનને ધોબી પછડાટ

મહેશ ઠક્કર બ્લાઈન્ડ ક્રિકેટસર્ર્ના સ્કોરર છે તેમણે બીબીસીને જણાવ્યું કે છેલ્લા 4 વલ્ડર્ર્ કપ(2012 2014 2017 2018) માં ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન સામ સામે હોય છે અને ભારત જ તેમને હરાવે છે. 2018ના ઓક્ટોબર મહિનામાં દુબઈમાં જે વલ્ડર્ર્ કપ રમાયો હતો તેમાં ભારત જ જીત્યું હતુ. ભારતની ટીમનું નેત્રુત્વ અજ રેડ્ડી કરે છે. ભારતની ટીમના ત્રણ ખેલાડીઓ ગુજરાતના છે જેઓ ગણેશ મૂંઠકર, અનલ ગારીયા અને નરેશ ટુંબડા. 2018માં પાકિસ્તાને ભારત સામે 308 રન 40 ઓવરમાં કયાર્ર્ હતા. જવાબમાં ભારતે 30થી ઓછી ઓવરમાં 309 કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું.

વલસાડ અને નવસારી ખેલાડીઓની જન્મભૂમી

ગુજરાતની ટીમના 14 ખેલાડીઓ પૈકાના બે ખેલાડીઓને બાદ કરતાં તમામ વલસાડ અને નવસારીના છે. જનું કારણ એ છે કે વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંડા ગામમાં એક ગ્રાઉન્ડ આ અંધ ખેલાડીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે અને તેના જ કારણે તેમનો રમવાનો ઉત્સાહ વધારે હોય છે.

માન સન્માન એ તમામ લોકોને મળવું જોઈએ જેઓ દેશના નામને રોશન કરે છે. બ્લાઈન્ડ ક્રિકેટરો પણ આપણા માટે ગૈરવ જ છે. તેમની ઉપેક્ષા યોગ્ય નથી. તેમને સારી નોકરી આપીને તેમના જીવનને સુધારવા માટે થતાં તમામ પ્રયાસો સરકારે કરવા જોઈએ.- પરેશ ભાવસાર, કોચ, બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ.