જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુા દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાયર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે.
ગુજરાત સરકારના ઠરાવ નં.એફએલડી.૧૦૯૧-૨૬૬૦-તા.૨૯-૭-૧૯૯૪ના હુકમથી રાજય સરકારે એફ.સી.એ.ની દરખાસ્તો સરળતાથી મંજુર થાય અને પ્રોજેકટોમાં જંગલની જમીનનો ઉપયોગ કરવાનો થાય તો તેની અવેજીમાં કોમ્પેએન્સતેટરી ફોરેસ્ટ વિકસાવવા માટે લેન્ડજ બેંક અનામત રાખવાના હુકમો કરવામાં આવ્યાઅ હતા. આ હુકમ અનુસાર પરડવા ગામને રે.સ.નં.૨૭૮ની ૨૦૦ હેકટર જમીન અનામત કરવામાં આવી હતી. કલેકટર, જામનગર તેમના હુકમ નં. જમન/૪લેખે/ફાળવણી/૨૯/૨૦૦૦ તા.૨૯-૫-૨૦૦ના હુકમથી સદરહુ જમીન દમણગંગા ડેમમાં ડુબમાં ગયેલ અનામત જંગલના કોમ્પેવન્સેનટી ફોરેસ્ટ વિકાસ કરવા માટે ફાળવી હતી અને જરૂરી વહીવટી પ્રક્રિયા બાદ.૨૯-૩-૨૦૦૩ના રોજ વન વિગભો કબ્જો સંભાળેલ હતો અને કબ્જા પાવતી પણ આપેલ હતા. ડીઆઈએલઆર મારફતે માપણી કરીને માપણી સીટ પણ બનાવેલ હતી અને ગુજરાત સરકારશ્રીએ નોટીફીકેશન નં.ગવન-૨૦૦૮(૨૨)-જમન-૧૦૨૦૦૬-૬૫ક તા.૨-૫-૨૦૦૮થી આ વિસ્તા રને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ-૪ હેઠળ અનામત વન વિસ્તા ૧ર જાહેર કરેલ હતો. સદરહુ જમીનની ૨૦૦૮માં પૂનઃ માપણી કરીને તેમનું પ્રમોલગેશન પણ પૂર્ણ કરેલ છે અને હાલમાં આ જમીનનો કબ્જોત વન વિભાગ છે.
દરમ્યારનમાં ૨૦૧૩માં નવી સરકાર બનતાં બાબુ બોખીરીયા જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી બનતાં તેમના ધ્યાનમાં આવ્યું કે, પરડવા ગામના જુના મુસ્લીયમ દરબારોની વીડીની ૧૨૫૦ વીઘા જમીન હતી આ જમીન કુતિયાણાના મુસ્લીબમ પરિવાર પાકિસ્તાજન ચાલ્યા જતા. આ જમીન કસ્ટોડીયન પાસે ચાલી ગઈ હતી. ૧૯૬૦માં કસ્ટોડીયને આ જમીનના મુળ માલિકોના વારસદારોની ખોટી સહીઓ લઈને ઉતરોઉતર આ જમીન બાબુભાઈના પુત્રો અને જમાઈઓની ભાગીદારીવાળી વીર ટ્રેડીંગ કંપનીએ બિનખેતી હેતુ માટે ખરીદી હતી. જમીનના મુળ માલીકોએ ખોટી સહીઓ, વિશ્વાસઘાત જેવાં કારણોસર લાલપુરની કોર્ટમાં દાવો દાખલ કરેલો છે અને આ દાવો ચાલુ છે.
હવે વીર ટ્રેડીંગ ખરીદેલ ૧૨૫૦ વીઘા જમીન એ બીજી કોઈ નહીં પરંતુ હાલની જંગલની જમીન છે તેવો દાવો વીર ટ્રેડીંગ દ્વારા કરાવીને ગાંધીનગરથી મુયમંત્રીના દબાણથી સદરહુ જંગલની જમીન પૂનઃમાપણી કરાવીને વીર ટ્રેડીંગને સોંપવા માટેની કાર્યવાહી થઈ રહી છે. ગ્રામજનોએ વારંવાર માપણી કાર્યવાહીનો વિરોધ કરીને રોકવામાં સફળ થયા છે. પરંતુ રાજકીય દબાણને કારણે એસઆરપીને સાથે રાખીને માપણીના હુકમો કરવામાં આવ્યાથ છે. આ કારણોસર ઘર્ષણ થાય તેવી શકયતા પણ છે આ અઠવાડીયામાં આ કાર્યવાહી કરવાની સુચના છે.
ગુજરાતમાં વન અધિકાર કાનુન હેઠળ જંગલના હજારો આદિવાસી, ગરીબ ખેડૂતોના દાવાઓ નકારવામાં આવ્યા અને જેને જમીન અપાય છે તે પણ થોડા ગુઠાઓ જ જમીન અપાઈ છે ત્યારે મોટા રાજકીય માથા બાબુ બોખીરીયાને ૧૨૫૦ વીઘાનું આખું જંગલ આપી દેવાની કાર્યવાહી થઈ રહી છે.
આ બાબતે સ્થળ તપાસ કરી વિસ્તૃત અભ્યાસ કરી, અધિકારીઓને મળીને અહેવાલ આપવા માટે નીચે મુજબની ફેકટ ફાઈડીંગ કમીટી બનાવવામાં આવે છે.
મધુસુદન મિસ્ત્રી, કન્વીનનર, માન. સાંસદસભ્યસ, નારણભાઈ રાઠવા, સભ્ય, માન. સાંસદસભ્યા (રાજ્યસભા) અને પૂર્વ રેલ્વે રાજ્ય મંત્રી, એડવોકેટ અમીબેન યાજ્ઞિક, સભ્યય, માન. સાંસદસભ્ય અને એડવોકેટ, બ્રિજેશ મેરજા, સભ્ય, માન. ધારાસભ્યસ
જામનગર જીલ્લા ના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટધ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યું દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્ય જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે. ત્યારે આ જમીનમાં મોટા પાયે ગેરરીતી થયાની પ્રાથમિક જણાય છે. સત્ય શોધક સમિતિ સ્થળ તપાસ કરી વિસ્તૃત અભ્યાસ કરી અધિકારીઓને કોંગ્રેસ પક્ષને અહેવાલ આપશે.
જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરીતી અંગે મળેલી રજુઆતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સાંસદ મધુસુદનભાઈ મિસ્ત્રીના કન્વીનર પદે “સત્ય શોધક સમિતિ” ની રચના કરી છે. જેમાં સાંસદ નારણભાઈ રાઠવા, ડૉ.અમીબેન યાજ્ઞિક અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજુઆત મળી છે