પાકિસ્તાન સાથે વાત કરો છો તો હાર્દિક સાથે કેમ નહીં – તોગડિયા

આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પ્રમુખ પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, ભાજપની સરકાર જો પાકિસ્તાન સાથે વાત કરતી હોય કે નવા શરીફ સાથે વાત કરતી તો હાર્દિક પટેલ સાથે વાત કેમ ન કરે. હાર્દિકની ચારે બાજુ પોલીસ લગાડી દેવામાં આવી છે. પાટીદારો પાછળ પોલીસ લગાવી દેવામાં આવી છે. શું એ હિન્દુ નથી. પરંતુ નીરવ મોદી પર લગાડવામાં આવતી નથી. ભાગી ગયેલા ઉદ્યોગપતિઓ પાછળ પોલીસ લગાવવામાં આવતી નથી. તેમની પાછળ પોલીસ લગાવવામાં આવ્યો હોત તો દસ હજાર કરોડ રૂપિયા બચી ગયા હોત. જે નાણાં ખેડૂતોના દેવા માફી માટે વાપરી શક્યા હોત. ત્રણ લાખ ખેડૂતો આ દેશમાં અત્મહત્યા કરી છે. પણ સરકારને તેમની કશી પડી નથી. તેઓ પોતે ખેડૂતોના પ્રશ્નો 11 સપ્ટેબરથી છત્તીસગઢના જમનાપુર થી રાયપુર સુધી ૩૦૦ કિ.મી ખેડૂતની કુચ કાઢવાના છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર માંગણી પ્રત્યે ધ્યાન નહી આપે તો ખેડૂતોનો ગુસ્સો તેમને મોંઘો પડશે. ભાજપે વચન આપ્યું હતું કે અમારી બહુમતી વાળી સરકાર આવશે તો રામ મંદિર બનશે. ખેડૂતોના પ્રશ્નો હલ થશે. આજ સુધી પ્રશ્નો રજૂ થયા નથી કે ઉકેલવામાં આવ્યા નથી. આ મુલાકાત દરમિયાન પાલીતાણામાં પ્રવીણ તોગડિયા રેલીનું સ્વાગત કર્યા બાદ ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ અને કેટલાક કોંગ્રેસના આગેવાનોએ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. સભાસ્થળે વિશ્વ હિન્દુ પરિષદ માથી છુટા પડી એએચપીની સ્થાપના કરનાર તોગડિયાની સભામાં કેટલાક વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પણ જોડાયા હતા.