પાકિસ્તાર સરહદે પાણી છોડો

સરહદી સુઇગામ તાલુકામાં આ વર્ષે વરસાદ ખુબજ ઓછો પડેલ છે અને તેં માટે રાજ્યની સરકારે કેનાલોમાં પાણી છોડવા જાહેરાત કરી પણ છેવાડાના ગામો સુધી પાણી પોહચતુ ન હોવાથી સોમવારે સુઇગામ તાલુકાના રાજપુરા, નવાપુરા મસાલી, મોરવાડા,બેણપ, સેડવ,દુધવા,લિબુંણી, મસાલી, માધપુરા સહિત ના ખેડૂતો એ ભેગા મળી પ્રાપ્ત કચેરી આગળ ઉપાસ ઉપર ઉતરતા પોલીસ તંત્ર હરકતમાં આવી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ખેડૂતોએ પ્રાંત કલેકટરને  આવેદનપત્ર પાઠવ્યું હતું.

માગણી કરી હતી કે વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી મોરવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલ નીકળે છે તેમાં પાણીનો ફોર્ષ ખુબજ ઓછો હોવાથી લિબુંણી, રાજપુરા,દુધવા,માધપુરા, મસાલી જેવા અનેક ગામોને બિલકુલ પાણી મળતું ન હોવાથી વારંવાર ખેડૂતોએ રજૂઆત કરવા છતાં પાણી ન છોડાતા ખેડૂતોને હેરાન થવુ પડે છે. નર્મદાના અધીકારીઓને રૂબરૂ બોલાવીને આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરાઇ હતી.

જો 19મી સુધી કેનાલોમાં પાણી નહી છોડાય તો તાલુકાના 42 ગામોના ખેડૂતો સાથે ભેગા મળીને ઉગ્ર અદોલન કરશુ અને જે પણ ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. જયારે ખેડૂત જાડેજા નારણસિંહે જણાવેલ કે, નર્મદા વિભાગ ના અધીકારીઓ પૂરતું પાણી આવવા દેતા નથી તો બીજું બાજુ અમારો પાક સંપૂર્ણ બળી ખાખ થઈ ગયો છે તો અમારે પશુધન કઇ રીતે બચાવવા સરકાર પાસે અમારી માગણી છે કે વેલામાં વેલી તકે ઘાસ ડેપો ચાલુ કરવા જણાવ્યું હતું.