પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ લધુમતીમાં આવી જતાં ગંદુ રાજકારણ શરૂ

પાટણ જિલ્લા પંચાયતમાં મતદારોએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટીને સત્તા સોંપી હતી. પરંતુ ભાજપે સત્તા લાલચથી પક્ષાંતર કરાવીને દોઢ મહિના પહેલા કોંગ્રેસના 19 સભ્યોમાંથી 4 સભ્યોનું ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું તેથી ભાજપે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલાં વિનુ પ્રજાપતિને પ્રમુખ બનાવી દઈને કૃત્રિમ રીતે લોકશાહી વિરૂદ્ધ સત્તા મેળવી હતી.
આજે 15 નવેમ્બર 2018ના રોજ સામાન્ય સભા હતી. જેમાં ભાજપે બહુમતી ગુમાવી દીધી હતી. તેની પાસે 13 સભ્યો અને કોંગ્રેસ પાસે 15 સભ્યો હતાં. 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આમ ભાજપે બહુમતી ગુમાવી દીધી હોવાનું સ્પષ્ટ બનતાં પૂર્વ ધારાસભ્ય અને પંચાયતના સભ્ય લવીંગ ઠાકોરે પ્રમુખ સાથી બોલાચાલીનું નાટક કરીને સભા મુલતવી રાખવા નાટક કરીને પ્રમુખે સભા મુલતવી રખાવી હતી.
તેથી કોંગ્રેસના સભ્યોએ ગેરકાયદે સભા ગણીને
ડીડીઓને એક કલાકની નોટિસ આપી ફરીથી સભા બોલાવી હતી. જેમાં કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરીને સામાન્ય સભા શરૂ કરી હતી. જેમાં ફુલ કોરમ થતાં હવે જિલ્લા વિકાસ અધિકારી અને ભાજપની કાયદા વિરુદ્ધની કાર્યવાહીને પડકારી છે. ભાજપની સત્તાલાલસાને પડકારી હતી. ભાજપે બહુમતી ગુમાવી દેતાં કાયદા વિરુદ્ધના પગલાં લેતો લોકોમાં ભારે વિરોધ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપની ગેરકાયદે કાર્યવાહી અંગે ગાંધીનગર વિકાસ કમિશ્નરને વિગતો મોકલાવીને ભાજપ તથા જિલ્લા વિકાસ અધિકારી સામે પગલાં લેવા જણાવાયું છે.