પાણી પુરવઠા બોર્ડ ભ્રષ્ટાચાર માટે જાણીતું છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે 2012માં ખેરાલુમાં રૂપિયા 20 લાખના ખર્ચે નાખેલી પાઇપલાઇન સાત વર્ષ પછી પણ પાણી આપી શકતી નથી. સ્કુલના બાળકો પાણી આવવાની રાહ જોઈ રહ્પ્રોયાં છે. કારણ કે આ લાઈન બાળકો માટે નાંખવામાં આવી હતી. યોજના રૂ.4 કરોડ 30 લાખની હતી. સીમમાંથી પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખવામાં આવી હતી. બે કિલોમીટર લાંબી પાઈપલાઈન અને દસ હજાર લીટર પાણી ની વહન ક્ષમતા હતી. આ પાઈપલાઈન અને સંપ બનાવવા માટે 20 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ ખર્ચ કરાયો હતો. શાળાના બાળકો માટે પીવાનું પાણી મળી રહે તે માટે પાઈપ લાઈન નાખવામાં સાત વર્ષ થયાં છતાં એ પાઇપલાઇનમાંથી પાણી મળતું નથી. ખર્ચ ફોગટ ગયો છે. ગોલમાલ થઈ છે. મોદી મામા પાણી આપશે એવી આશા સાથે બાળકો સાત વર્ષે પાણીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પાણી મળતું નથી. પ્રજાના પૈસાતો વપરાઈ ગયા છે. એક સ્માથળે માત્ર જોડાણ જ કરવાનું બાકી છે. બાકી બધું જ કામ થઈ ગયું છે. તેમ છતાં પણ પાણી મળતું નથી. ઠેકેદારને રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. પરંતુ તેને નિભાવવાની જવાબદારી નગરપાલિકાને સોંપી છે પણ નગરપાલિકા કંઈ કરવા તૈયાર નથી.