આગામી 1લી જન્યુઆરી 2019 ના દિવસે “નો વિહિકલ ડે “તરીકે ઉજ્વવાનું ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવવસ્થા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરી છે કે 1 જન્યુઆરી 2019 ના દિવસે બોર્ડના સંલગ્ન વિભાગો ના કર્મચારીઓ એ કચેરી એ આવવા તેમજ જવા માટે પોતાના અંગત વાહન નો ઉપયોગ નહિ કરે.અને ચાલતા કે સાયકલ નો 1 દિવસ ઉપયોગ કરી આવન જાવન કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ જે કર્મચારીઓ ના નિવાસ થી કચેરીનું અંતર વધુ હોય તો તેવા કર્મચારીઓ એ વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ કરવો અથવા 6 કે તેથી વધુ સંખ્યા હોય તો તમામ વચ્ચે એકજ વાહન નો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. જો કે આ પ્રકારની ઉજવણી કરવા પાછળ મુખ્ય હેતુ એ છેકે આજે બદલાયેલા જીવનશૈલી ના કારણે વાતાવરણ ઉષ્ણતામાન બદલાઈ રહ્યા છે પરિણામે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે નવી પેઢીમાં જાગૃતતા આવે અને સ્વાસ્થ સમાજનું નિર્માણ થાય તે હેતુ થી “નો વેહિકલ ડે” ની ઉજવણી કરવા નો મુખ્ય દે છુપાયેલો છે એટલું જ નહીં આ ઉજવણીથી પર્યાવરણ શુધ્ધ થશે અને આવનારા દિવસોમાં લોક જાગૃતતા આવશે જેના કારણે પ્રદૂષણ ના ઘટાડાની સાથે કુદરતી સંપત્તિ પણ બચી શકશે તેવો ઉલ્લેખ પણ વિશેષ પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે