પાલનપુરમાં 300 વર્ષથી વર્ષમાં બે જ વખત ખૂલતું મંદિર

પાલનપુર મુસ્લિમ નવાબે બંધાવેલું સર્વધર્મ સમભાવના પ્રતીક સમું શ્રી નાગણેજી માતાનું મંદિર હવનાષ્ટમી નિમિત્તે શ્રદ્ધાળુઓ  માટે ખુલ્લું મુકાયું હતું. વર્ષમાં માત્ર બે વાર જ ખુલતા શ્રી નાગણેજી માતાના મંદિરે હવનાષ્ટમી નિમિત્તે 21 શ્રીફળનો હવન થાય છે.  નવરાત્રી આઠમ એટલે કે, હવનાષ્ટમી  નિમિત્તે પાલનપુરની રાજગઢી ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા શ્રી નાગણેજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ શ્રી નાગણેજી માતાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુર નવાબની રાજપૂત રાણીના દાયજામાં શ્રી નાગણેજી માતા આવ્યા હતા. જોકે, પાલનપુર નવાબે આજથી ૩૦૦ વર્ષ પૂર્વે બંધાવેલું શ્રી નાગણેજી માતાનું મંદિર, નાગપાંચમ અને નવરાત્રી આઠમ સહિત વર્ષમાં માત્ર બે વખત જ ખુલે છે.

નવરાત્રી આઠમે શ્રી નાગણેજી માતાના મંદિરે લોક કલ્યાણ અર્થે એકવીસ શ્રીફળનો હવન થાય છે. જેની મધ્યરાત્રીએ પુર્ણાહુતી થાય છે. આમ, પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું નવાબીકાળનું શ્રી નાગણેજી માતાનું મંદિર કોમી એકતાનું મિશાલ પુરી પડી રહ્યું છે