પાલનપુરમાં 33 કરોડનું મકાન કૌભાંડ, ભાજપ જવાબ આપી શકે તેમ નથી

પાલનપુર નગરપાલિકામાં 33 કરોડ રૂપિયાનું મકાન કૌભાંડ ભારતીય જનતા પાર્ટીને હચમચાવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના પાલનપુર નગરપાલિકા દ્વારા રાહુલ ગાંધી આવાસ યોજના હેઠળ જે પ્લોટ ઉપર મકાનો બનાવવાનું નક્કી થયું હતું તેના બદલે બીજા પ્લોટ ઉપર 33.50 કરોડના મકાનો બનાવી દેવાયા હતા. આ અંગે તેના નાણા ચૂકવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી. સામાન્ય બોર્ડની મિટિંગમાં આ કામને માત્ર એક જ મિનિટમાં મંજૂર કરી દેવામાં આવ્યું હતું. મકાનોનું  તેનું પેમેન્ટ પણ કરી લેવામાં આવ્યું હતું. આ મકાનો એવી જગ્યાએ બનાવાયા છે કે જ્યાં પાલનપુર શહેરોનો તમામ ગંદો કચરો ઠાલવવામાં આવે છે. ડંપીંગ સાઈટની બરાબર બાજુમાં જ આ મકાનો બનાવ્યા છે. જ્યાં કોઈ રહી શકે તેમ નથી. જે જમીન છે તે સરકારી છે. અને મકાનો શહેર સુધરાઈના છે. આમ બીજાની જમીન પર કબજો મેળવી લેવામાં આવતાં આ વિવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. સંપૂર્ણ રીતે ગેરકાયદે રૂ.33 કરોડના મકાનો બનાવી દેવાયા હોવાનું હવે સ્પષ્ટ થયું છે.  તેથી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ નીલમ જાની અને બીજા 23 સભ્યો પાસેથી રૂ.33.50 કરોડ વસૂલ કરવા માટે કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. કરાયેલી ફરિયાદમાં એવું જણાવાયું છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે નગરપાલિકાઓમાં જ્યારે કાયદા મૂજબ ખર્ચ કરવામાં આવતો ન હોય ત્યારે એ ખર્ચની વસુલાત ચૂંટાયેલા સભ્યો પાસેથી કરી શકાય છે. તેથી 33 કરોડ રૂપિયા ચૂંટાયેલા સભ્યો પાસેથી વસૂલ કરવા જોઈએ. આ સભ્યો છે, એમાં પાલનપુર નગરપાલિકાના તે સમયના પ્રમુખ ઉપરાંત બીજા સભ્યો પાસેથી નાણાં વસુલવા માટે કલેક્ટરને કહેવામાં આવ્યું છે.