પાટીદાર અનામત ના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા એક સપ્તાહ પહેલા OBC પંચ સમક્ષ પાટીદાર સમાજ નો સર્વે કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેની વિશેષ ચર્ચા કરવા માટે આજે પંચ દ્વારા બોલાવવામાં આવતા પાસના 5 કન્વીનરોની એક ટીમ સુજ્ઞાબેન ભટ્ટ દ્વારા ને મળવા આવ્યા હતા પંચ ના અધ્યક્ષ સાથે થયેલી મુલાકાત અંગે પાસ પ્રવક્તા મનોજ પનારાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું .કે આજે મહારાષ્ટ્ર સરકારે જે રીતે મરાઠા સમાજ માટે અનામતની જાહેરાત કરી છે .ત્યારે અમારી આશા અમર બની રહી છે. એટલું જ નહીં આજે રાજપૂત સમાજ દ્વારા પણ અનામતની માંગ કરવામાં આવી છે ત્યારે અમને વિશ્વાસ છે કે OBC પંચ અને સરકાર હકારાત્મક નિર્ણય કરશે જ આજની મુલાકાત અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પાસ પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આઠ દિવસ પહેલા અમે જે અરજી આપી હતી તે અરજી મા કરેલા ઉલ્લેખો અને કેટલાક પ્રશ્નો ની માહિતી માટે OBC પંચે અમને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું આ તબક્કે મનોજ પનારાએ કહ્યું હતું કે પાટીદાર સમાજ નો સર્વે કરવો આવશ્યક છે. કારણકે વિના સર્વે અનામત મળી શકે નહીં. ભૂતકાળમાં પણ કેટલાક સમાજને સર્વે વિના અપાયેલી અનામત ટકી શકી ન હતી .અને એટલે જ સર્વે કરવો એ અમારી પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું .મુલાકાત અંગે વધુ માહિતી આપતા પાસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુજ્ઞાબેન ભટ્ટ એ પાટીદારસમાજની કુલ વસ્તીની માહિતી અને તેના કયા કયા મુખ્ય વ્યવસાય છે ?તેવી માહિતી પાસ સમક્ષ માગી છે .ત્યારે અમે ટૂંકસમયમાં સમગ્ર રાજ્યના તાલુકા અને જિલ્લા મુજબ માહિતી એકઠી કરીને પંચને આપીશું તેમ જણાવ્યું હતું. સુજ્ઞાબેન ભટ્ટ સાથે થયેલી ચર્ચા અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મનોજ પનારાએ સ્પષ્ટતાપૂર્ણ કહ્યું હતું કે પંચે અમને એવો પ્રશ્ન કર્યો હતો કે તમે OBCહેઠળ અનામત માગો છો કે અલગથી જેના જવાબમાં અમે સ્પષ્ટ જણાવ્યું હતું કે પાટીદાર સમાજની OBC માં જ અનામતની મુખ્ય માંગ છે. અને એટલે જ પંચ પહેલાં પાટીદાર સમાજનું સર્વે કરે તેવી અપીલ પણ અમે અધ્યક્ષ સમક્ષ કરી છે. આ ચર્ચાથી તમે સફળ થશો કે કેમ તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મનોજ પનારાએ જણાવ્યું હતું કે સર્વે પહેલાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે .અને હવે તબક્કાવાર પંચ અને પાસ વચ્ચે બેઠકો મળશે પરંતુ હાલ પાટીદાર સમાજની વસ્તી અને વ્યવસાયના મુદ્દે જે માહિતી માગી છે તે એકઠી કરીને બને તેટલું જલ્દી થી તેમને અમે આપીશું એટલું જ નહીં સુજ્ઞાબેનનું હકારાત્મક વલણ જોતાં સર્વે ટૂંક સમયમાં જ ચાલુ થશે તેવું અમને લાગી રહ્યું છે.. પરંતુ જ્યાં સુધી અનામત માગવા નું કામ ચાલુ છે ત્યાં સુધી પાટીદાર સમાજનું અમારું આંદોલન અને તેના કાર્યક્રમો સતત ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.