પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ

છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે. ગુજરાતને થતા અન્યાયના મુદ્દે મોદીએ ગુજરાતની વિધાનસભાની ચાર ચૂંટણીઓ લડી હતી. ચારેય ચૂંટણીઓના  પ્રચારમાં એવું કહેવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે. દરેક વિધાનસભા સત્રમાં સૌરભ પટેલ થી લઈને તમામ પ્રધાનો એવું કહેતા હતા કે કેન્દ્ર સરકારે ગુજરાતને વેરાનુ વળતર ચૂકવવા અન્યાય કરી રહી છે. પરંતુ હવે જ્યારે છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં ભાજપની મોદી સરકાર છે ત્યારે અન્યાય બંધ થવાને બદલે વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી જે આવક વેરો વસુલ કરવામાં આવે છે તે ફરીથી ગુજરાતને 25% આપવો જોઈએ તેવી વારંવાર માગણી કરવામાં આવી છે. પરંતુ ભાજપની સરકાર છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન જે ગુજરાતમાંથી રકમ ઉઘરાવવામાં આવી એના માત્ર સરેરાશ  17.14% રકમ ગુજરાતને હિસ્સો આપી રહી છે. 2015માં ગુજરાતમાંથી એક લાખ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા તેની સામે માત્ર 14.69% રકમ જ અપાઈ હતી. 2016-17માં પણ રૂ.1,25,000 કરોડ ગુજરાતમાંથી કેન્દ્ર સરકાર લઈ ગઈ હતી તેની સામે માત્ર 15% ગુજરાતના હિસ્સા રૂપે ફાળવી હતી. 2017-18મા રૂ.1,44,001કરોડ  ગુજરાતમાંથી આવકવેરા અને GST પેટે એકઠા કરવામાં આવ્યા હતા તેની સામે 21.75 ટકા રકમ ફાળવવામાં આવી હતી. આમ ગુજરાતની જે અપેક્ષા છે એના પ્રમાણમાં ઘણી ઓછી ફાળવણી કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે. ખરેખર તો ગુજરાતે અગાઉ માગણી કરી છે કે એને જે ટેક્સનું વળતર મળવું જોઇએ. કે તે આસપાસ હોવી જોઈએ. પરંતુ હવે નાણા મંત્રી નીતિન પટેલ મૌન બની ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલતા નથી. વિધાનસભામાં વારંવાર અન્યાય  થાય છે એવું ઉચ્ચાર કરનાર પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલ એકાએક મૌન બની ગયા છે. જાણે ગુજરાતમાં બધું જ સારૂં થઈ રહ્યું હોય એવું માની રહ્યા છે. હવે કોંગ્રેસ કરતાં ભાજપના સમયમાં ગુજરાતને અન્યાયની થપ્પડ વારંવાર પડી રહી છે. છતાં સમગ્ર ભાજપ અને કોંગ્રેસ મૌન છે.