પૂર્વ મુખ્ય પ્રધાનના બે પુત્રો હારશે કે જીતશે ?

ભરતભાઈ સોલંકી આણંદથી ચૂંટણી લડી રહ્યાં છે. જેઓ પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના પૂત્ર છે જ્યારે માધવસિંહ સોલંકીના કટ્ટ્રર દુશ્મન રેહલા એવા સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી બારડોલી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભરત સોલંકી 1995થી 2002 સુધી ધારાસભ્ય ચૂંટાયા હતા. તુષાર ચૌધરી 2002માં ધારાસભ્ય ચૂંટાયા હતા. 2004 અને 2009 એમ બ2 લોકસભાની ચૂંટણીમાં આ બંને કોંગી નેતાઓ ચૂંટાયા હતા અને યુપીએ સરકારમાં મંત્રી બન્યા હતા. 2014ની ચૂંટણીમાં આ બંને હાર્યા હતા. આ વખતે મોદીનું મોજું ક્યાંય નથી તેથી કોંગ્રેસના આ બન્ને નેતાઓ માટે આશા અમર બની છે. ભાજપની ગુજરાત અને કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાથી પ્રજા આ વખતે નક્કી કરીને બેઠી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોએ આ ચૂંટણી જીતવી પડે તેમ છે. તેથી ભરતભાઈ સોલંકીએ પોતાનો અક્કડ સ્વભાવ બદલીને 5 વર્ષથી પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તુષારે પોતાની આગવી પ્રથા જાળવી રાખી છે.  બંને નેતાઓ જો આ ચૂંટણી જીતે નહીં તો તેમની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે. પ્રજાનો આ વખતે મૂડ ભાજપે સારી રીતે પારખી લીધો છે. પવન ઉલટી દિશામાં વહી રહ્યો છે. તેથી આ બન્ને નેતાઓ જીત માટે આશાવાદી બન્યા છે.

આણંદની બેઠક પરથી ચૂંટણી લડી રહેલ ભરતસિંહ સોલંકી તેમના મત વિસ્તારમાં અને કોંગ્રેસ પક્ષમાં હજુયે સારું વર્ચસ્વ ધરાવે છે અને મજબૂત ગણાય છે. આણંદની બેઠક જીતવા અંગે કોંગ્રેસ અને ભરતસિંહ બંને આશાવાદી છે. અહીં મોદી મોજુ જોવા મળતું નથી.