પેટ્રોલના વેરા અને ભાવ વધારામાં 12 લાખ કરોડ ખંખેરી લીધા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ અને વેરા વધારીને 52 મહિનામાં દેશના નાગરિકો પાસેથી રૂ.12.76 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ત્યારે સમગ્ર દેશમાં પ્રજાના આક્રોશ સામે માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. મોદી સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહીતની પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં સમાવેશ કરી રાહત આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર જુદા જુદા ટેક્ષ અને સેસના નામે પ્રજાને લૂંટવામાં આવે છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા દેશની પ્રજાને રાહત મળે તે માટે ભારત બંધનું એલાન આપ્યું હતું, અને સરકાર પર દબાણ લાવ્યા હતા. આગામી પાંચ રાજ્યોની ચૂંટણી ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગતાં નજીવો ભાવ ઘટાડવામાં આવ્યો છે. મોદી સરકાર દેશના નાગરિકોને પુરતી રાહત આપે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો છે. સાથો સાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી ગેસ કંપનીઓએ સી.એન.જી. – પી.એન.જીની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં 211 ટકા અને ડીઝલમાં 443 ટકાથી વધુ કુલ 12 વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો.

જ્યારે કેરોસીનમાં 31.2 ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં 31.86 ટકા વધારાથી પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. –પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારી થી જનતા ત્રાહીમામ પોકારી રહી છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર – મોદી સરકાર ઉત્સવોમાં મસ્ત અને વ્યસ્ત છે.

અચ્છે દિનના વાયદા અને બહુત હુઈ મહંગાઈ કી માર જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6.50 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. ત્યારે ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતી ને કારણે ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂા. ૪૫ અને ડિઝલ રૂા.

૩૫ ના ભાવે આપી શકાય તેમ છે પણ, મોદી સરકારની જનવિરોધી નિતીના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા

ગ્રાહકો પાસેથી વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યાં છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને

આપવામાં આવતો નથી.