સફળ ઉમેદવારોને અન્યાય થાય નહીં તે માટેજ પરીક્ષા રદ નો નિર્ણય લીધો છે : (IPS) વિકાસ સહાય (ભરતી બોર્ડ ચેરમેન)
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટતા જ રાજ્યનો ગૃહ વિભાગ અને સરકાર પણ દોડતી થઈ ગઈ છે. તો બીજી તરફ આ કૌભાંડમાં ભાજપના નેતાઓ નું નામ ચર્ચા માં આવતા સરકાર અને તેનું વહીવટીતંત્ર લુલા બચાવમાં લાગી ગઈ છે . જોકે સમગ્ર કૌભાંડ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ ચેરમેન (IPS)વિકાસ સહાયએ સ્પષ્ટતા કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કે હવે પછી નવી પરીક્ષાની તારીખ ખૂબ જ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે .એ યાદ રહે કે સોશિયલ મીડિયામાં ફરી રહેલી તારીખ તદ્દન ખોટી હોવાનો સ્વીકાર કર્યો હતો. અને નવી તારીખ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. જેની અંદર સમગ્ર પરીક્ષા ન્યાયિક આયોજન હેઠળ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં પોલીસ ભરતી કરવામાં આવી રહી છે .ત્યારે અત્યાર સુધીના દાયકામાં સમગ્ર ભરતીઓ પારદર્શક અને ન્યાયી પદ્ધતિથી કરવામાં આવી છે. જોકે લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારે મને જે જવાબદારી સોંપી છે તેને હું પૂરેપૂરી નિભાવીશ એટલું જ નહીં ગઈ કાલે જે ઘટના બની તેના કારણે પોતે ખૂબ જ વ્યથિત હોવાનો સ્વીકાર મીડિયા સમક્ષ કર્યો હતો. પેપર લીક ની માહિતી આપને ક્યારે મળી? તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાના ગણતરીના સમયે પહેલા મારી પાસે એવી માહિતી આવી કે લોકરક્ષક ભરતી બોર્ડ ના પેપર માં કાંઈક ગરબડ થઈ રહી છે . ત્યારે આ સમાચારની પૃષ્ટિ કરતા મને મળેલી માહિતી સાચી ઠરી હતી .ત્યારે આ સમયે મહેનતકશ ઉમેદવારને અન્યાય થાય નહીં અને તેમને ન્યાય મળે તે હેતુથી મેં આ પરીક્ષા રદ કરવાનો તાત્કાલિક નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું .
તો બીજી તરફ જ્યાં પેપર છપાયા હતા તે પ્રેસ વિશે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં વિકાસ સહાય સ્પષ્ટ જણાવ્યું હતું કે .હું બોર્ડના અધ્યક્ષ તરીકે આ તમામ પ્રશ્નોના જવાબ આપી શકીશ નહીં કારણકે કેટલીક અંગત બાબતો જાહેર કરવી શક્ય નથી એટલું જ નહીં આ કૌભાંડની તપાસ પણ તેજ ગતિ થી ચાલી રહી છે.એટલે સંડોવાયેલા આરોપીઓ છટકી શકે નહીં તે માટે જ પ્રેસ અંગે હું કાઇ પણ કહેવા માંગતો નથી. તેમ સ્પષ્ટ જણાવ્યું હતું .પ્રિન્ટિંગ પ્રેસ પણ શંકાના દાયરામાં છે ને તેની સાથે સંકળાયેલા કેટલાક શકમંદો ઉપર પણ આ કૌભાંડની આંગળી ચીંધાય છે. તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે ફરીથી એક જ નિવેદન પકડી રાખ્યું હતું અને જણાવ્યું હતું કે હું બોર્ડના અધ્યક્ષ છું તપાસ કરતી એજન્સીના અધિકારી નો ભાગ નથી. આ કૌભાંડમાં સિનિયર અધિકારીઓ દ્વારા ન્યાયિક તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. અને તે તપાસ દરમિયાન જે કાંઈ સામે આવશે તે અમે મીડિયા થકી પ્રજા સમક્ષ જાહેર કરીશું .એટલે આ મુદ્દો ચર્ચવાનો હાલ કોઈ અવકાશ નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું .
પકડાયેલા આરોપીઓ પૈકી મનોજ પટેલનું આ પ્રેસ છે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આપ્રેસ સાથે મનોજ પટેલ ને કાંઇ જ લેવાદેવા નથી .બોર્ડ દ્વારા જ્યારે પેપર છાપવા નું કામ જે પ્રેસને સોંપવામાં આવે છે.તે ગુપ્ત રાખવામાં આવે છે. એટલુંજ નહિ પેપરો છાપવાનું કામ આપતા પહેલાં તે પ્રિન્ટીંગ પ્રેસ નો ઇતિહાસ ચકાસવામાં આવે છે. એટલું જ નહીં તેના વિવિધ પાસાઓની ખરાઇ પણ કરવામાં આવે છે .જેમ કે તેનું ટર્નઓવર કેટલું છે? તે કઈ સિસ્ટમમાંથી કેવી રીતે પ્રશ્નપત્રો છાપે છે? આ તમામ બાબતો ની ખરાઈ કર્યા બાદ જ બોર્ડ દ્વારા ખૂબ જ ગોપનીયતા દાખવીને પ્રશ્નપત્ર છાપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પેપર લીક કૌભાંડમાં હાલમાં પકડાયેલા ચાર આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે તો બીજી તરફ ભરતી બોર્ડ ની ના કામિયાબી ઉપર લોકો અનેકવિધ ચર્ચા કરી રહ્યા છે ત્યારે સરકાર તપાસનીશ અધિકારી અને બોર્ડના અધ્યક્ષ હાલ તો ચોક્કસ બાબતો પર પ્રકાશ પાડવા તૈયાર નથી પરંતુ ડેમેજ કંટ્રોલ કવાયતના ભાગરૂપે પોતાની ભૂલોનો લૂલો બચાવ સરકાર અને તેનું વહીવટી તંત્ર દ્વારા કરતા હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાતી
English




