પેપર લીક મામલે સરકારનો લુલા બચાવ

પોલીસ લપક રક્ષક ભરતી બોર્ડનું પેપર ફૂટી જવાની ઘટના સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બની છે.તો બીજી તરફ ગઈકાલે
પેપર લીકની જાણ થતા જ DGP શિવાનંદ ઝાએ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજી અમદાવાદ તેમજ ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી. આજે ચર્ચાસ્પદ આ ઘટના સંદર્ભે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર સિંહ ચાવડા એ પત્રકાર પરિષદ યોજીને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ ની વિગતો આપી હતી મયુર સિંહ ચાવડાના જણાવ્યા અનુસાર ગઈકાલથી જ રાજ્યનું પોલીસ તંત્ર પેપર લીક મામલે તપાસ કરી રહ્યું છે આ ઉપરાંત DGP શિવાનંદ ઝા ની સૂચના અનુસાર લોક રક્ષક દળ લીક ક્યાંથી, થયું અને આ પેપર ક્યારે અને કોના દ્વારા થયું, તેની તપાસ શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ પોલીસ ભરતી બોર્ડ ના ચેરમેન અધ્યક્ષ વિકાસ સહાયને સૌથી પહેલા માહિતી મળી હતી. આ દરમિયાન તેમણે સમગ્ર પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો, અને ત્યારબાદ પોલીસ તપાસમાં પાંચ આરોપીઓના નામ બહાર આવતા પોલીસે ચાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી પકડાયેલા તમામ આરોપીઓની અલગ-અલગ પૂછપરછ કરી હતી . જેમાં કેટલીક ચોકાવનારી વિગતો પોલીસને તપાસ દરમિયાન મળી હોવાનું જણાવ્યું હતું .પકડાયેલા આરોપીઓ પૈકી મનહર પટેલ, મુકેશ ચૌધરી અને રૂપલ શર્માએ ઉત્તરવહી તૈયાર કરી, હતી અને આ પેપર દિલ્હીથી લીક થયું,હોવાનું પ્રથમીક તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસ અધિક્ષક મયુર સિંહે જણાવ્યું હતું. આ કૌભાંડમાં ભરતી બોર્ડ ના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ભરતી બોર્ડની કોઇ સંડોવણી આ પેપરકાંડમાં હાલ જોવા મળતી નથી, પરંતુ અમે તે દિશામાં પણ તપાસ કરીશું તેમ જણાવ્યું હતું વાયરલેસ પીએસઆઇ પી.વી પટેલ આ કૌભાંડમાં કેવી રીતે સંડોવાયા તેની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે પીવી પટેલના બે ના સંબંધીઓ પણ આ પરીક્ષા આપી રહ્યા હતા જેમની પાસ કરાવવા માટે પી એસ આઈ પી વી પટેલે એક્ટિવ બની પકડાયેલા આરોપીઓ સાથે સંકલન કર્યું હતું તેથી તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવી છે. આ પેપરમાં અરજદારો સાથે કેટલા રૂપિયાની ડીલ થઈ હતી તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કાંડમાં હજી સુધી નાણાંકીય વ્યવહારો સામે આવ્યા નથી, પરંતુ પકડાયેલા આરોપીઓ એ પાસ થવા ઇચ્છુક અરજદારોને એવી ડીલ કરી હતી કે સૌથી પહેલા પેપર બતાવ્યું હતું અને ત્યારબાદ તેના જવાબો સાચા મળે તો એક લાખ રૂપિયાની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પાસ થયા બાદ નક્કી કરેલી રકમ ચૂકવવા માટે નક્કી કરવામાં આવી હતું પરંતુ હજુ સુધી કોઈ નાણાકીય વ્યવહારો સામે આવ્યા નથી તેમ જણાવ્યું હતું સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી યશપાલ જશવંતસિંહ સોલંકી હાલ ફરાર છે પરંતુ તેની મૂવમેન્ટ ઉપર અમારી ટીમ નજર રાખી રહી છે અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે એટલું જ નહીં તેને પકડવા માટે અલગ-અલગ ટિમો બનાવાઈ હોવાનું જણાવ્યું હતું પકડાયેલા આરોપી માં મુકેશ ચૌધરી ના રાજકીય કનેક્શન અંગે મયુર સિંહ ચાવડા સ્પષ્ટતા કરી હતી કે હાલ થઈ રહેલી તપાસ દરમિયાન કોઈ રાજકીય કનેક્શન જણાતું નથી અત્યારે તો માત્ર યશપાલ સોલંકી ની લાઈન હોવાનું જાણવા મળી છે તો બીજી તરફ પકડાયેલી હોસ્ટેલની મહિલા સંચાલિકા રૂપલ શર્મા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રૂપલ શર્મા ના પિતા પોલીસ વિભાગમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં
આ હોસ્ટેલમાં પોતાના બે બાળકો સાથે રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પકડાયેલા આરોપીઓમાં મુકેશ ચૌધરી અને રૂપલ શર્મા પણ ઉમેદવાર હતા આ ઘટનામાં મનહર પટેલે જયેશ પટેલ દ્વારા પેપર મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મુખ્ય આરોપી યશપાલે દિલ્હી જઈ પેપરના જવાબો મેળવ્યા હતા અને ત્યાંથી બાઇ એ વડોદરા પહોંચ્યો હતો પછી પેપર લીક કર્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે જોકે પોલીસે હાલ તો ચાર આરોપીની ધરપકડ કરી છે જેમાં રૂપલ શર્મા મનોહર પટેલ મુકેશ ચૌધરી અને પી.એસ.આઇ પી વી પટેલ નો સમાવેશ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ પકડવામાં પોલીસને સફળતા ક્યાંથી મળી તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે નોંધાયેલી એફ આઈ આર માં જે મોબાઇલ નંબર આપ્યો હતો તેને ટેસ્ટ કરતા પ્રાથમિક તપાસ કરતાં આ નંબર યશપાલનો હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર ઘટના અંગે ગાંધીનગર સેકટર 7 પોલીસના પીઆઇ મેવાડા તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા પોલીસ વિભાગના તમામ સિનિયર ઓફિસરો પણ તપાસનીશ અધિકારીને માર્ગદર્શન આપી વધુ તપાસ કરી રહ્યા હોવાનું ગાંધીનગર એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું. તો બીજી તરફ
આ કૌભાંડમાં ભાજપના કેટલાક હોદ્દેદારો નું નામ ચર્ચા માં આવતા સરકાર અને સંગઠન કન્ટ્રોલમાં લાગી ગયું હોવાના અહેવાલ છે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેપર લીક કૌભાંડ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક તેમના નિવાસ સ્થાને બોલાવી હતી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા ,આઇબીના વડા આર.બી બ્રહ્મભટ્ટ ,ગૃહ વિભાગના મુખ્ય સચિવ એ.એમ તિવારી અને ભરતી બોર્ડ ના અધ્યક્ષ વિકાસ સહાયની સાથે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો ની તપાસ કરવા વિચારવિમર્શ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે