પૈસા નથી તેથી ભાજપની મિશ્ર સરકાર પગાર ઘટાડી દેશે

 

 

પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં રોકડની કટોકટીના પગલે રાજ્યના મુખ્ય સચિવે સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે, જેથી નાણાંનો ઉપયોગ રાજ્યમાં માળખાગત વિકાસ માટે થઈ શકે.

નાગાલેન્ડમાં એન.ડી.પી.પી.એ ભાજપ સાથે ગઠબંધન કરીને ‘પિપલ્સ ડેમોક્રેટીક એલાયન્સ’ની સરકાર રચી છે. જેમાં ભાજપના વાય.પેટ્ટને નાયબ મુખ્ય પ્રધાન તરીકે છે.

અસામાન્ય પગલામાં મુખ્ય સચિવ તેમજેન ટોયએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારના એક ભાગને કાપીને તે ભંડોળમાંથી માળખાગત સુવિધા વિકસાવવાની વિચારણા કરી રહી છે. લોકો આવકવેરો અથવા મિલકત વેરો ભરતા નથી.

વ્યાવસાયિક કર વસૂલવામાં આવે છે પરંતુ તેમાંથી મળતી રકમ ખૂબ ઓછી છે. કેન્દ્ર સાથે અનેક વખત આ કર વધારવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તે અન્યાયી છે કે જો સુધારો લાવવામાં આવે તો દેશના અન્ય ભાગોમાં રહેતા લોકો કે જેઓ પહેલાથી જ અન્ય ટેક્સ ભરતા હોય તેઓએ વધતો વ્યાપાર કર ચૂકવવો જોઇએ.

રાજ્યમાં ઉદ્યોગ અને રોકાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ ઘણી મુશ્કેલીઓ છે. બહારના રોકાણકારો સિવાય આપણા પોતાના સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પણ આ જોગવાઈઓને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કટોકટીને પહોંચી વળવા અમે સરકારને લખ્યું છે કે બેન્કો ડિફોલ્ટર્સની જમીન સ્થાનિક નાગાને વેચી શકે છે. કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની દરખાસ્ત શાસક પક્ષ એનડીપીપી સાથે પણ શેર કરવામાં આવી છે, જે ભાજપનો સાથી છે.

નેઇફેઉ રીઓ માર્ચ 8, 2018ના રોજ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેઓ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના છે.  તેઓ ઇશાન ભારતના આ રાજ્યના ચોથીવાર મુખ્ય પ્રધાન બન્યા છે.

નાગાલેન્ડમાં એન.ડી.પી.પી.એ ભાજપ સાથે ગઠબંધન રચીને ‘પિપલ્સ ડેમોક્રેટીક એલાયન્સ’ની સરકાર રચી છે. જેમાં ભાજપના વાય.પેટ્ટને નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. તેમના ઉપરાંત અન્ય ૧૦ નેતાઓએ પ્રધાનપદ અને ગુપ્તતાના સોગંદ લીધા હતા. જેમાં પાંચ ભાજપના, ત્રણ નેશનલ ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ પાર્ટી (એન.ડી.પી.પી)ના સદસ્ય, એક અપક્ષ અને એક જદ(યુ.)ના સદસ્યનો સમાવેશ કરાયો છે.

અગાઉ મુખ્ય પ્રધાન ટી.આર.ઝેલિઆંગ હતા.

રિઓએ ૬૦ સદસ્યોની વિધાનસભામાં ૩૨ સદસ્યોનો ટેકો તેમને હોવાથી ૪ માર્ચે મુખ્ય પ્રધાન પદ માટે દાવો કર્યો હતો. જેમાં ૧૮ સદસ્યો એન.ડી.પી.પી, ભાજપના ૧૨, જદ(યુ.) અને એક અપક્ષનો ટેકો લઈ સરકાર રચી છે.