પોતાની નવી ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા

મુંબઈ ,શનિવાર

ભારતીય ક્રિકેટ ટીમના દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે. હાર્દિક હાલમાં મૂળ સર્બિયાની અને અભિનેત્રી એવી નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યા છે. હાર્દિકે પોતાના પરિવાર સાથે પણ નતાશાની મુલાકાત કરાવી છે.

થોડા દિવસ પહેલાં મુંબઈના બાંદ્રામાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક નતાશાને લઈને પહોંચ્યા હતા. આ પાર્ટીમાં હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યા પણ તેમનાં પત્ની પંખુડી શર્મા સાથે હાજર રહ્યા હતા.

નતાશાએ માત્ર 3 વર્ષની ઉંમરથી જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ તેણે સ્પોર્ટ્સ ક્ષેત્રે જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો

નચ બલિયે-9માં ભાગ લઈ રહેલી નતાશા અગાઉ એલી ગોનીની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે, તે પહેલાં તે પ્રિયાંક શર્માની પણ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. અને જો હાર્દિકની વાત કરીએ તો તેઓ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓને પણ ડેટ કરી ચૂક્યા છે, જેમાં એલી અવરામ, એશા ગુપ્તા, ઉર્વશી રાઉતેલા સાથે તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું.