પોતાની પ્રસિદ્ધિ માટે મોદીએ વોટ્સએપ જેવી ચેટિંગ એપ તૈયાર કરાવી

ભાજપનું મિડિયા સેન્ટર વોટ્સ એપ પર બલ્ક મેસેજ મોકલવા માટે જાણીતું છે. ભાડૂતી કંપનીઓ દ્વારા ભાજપ આજ સુધી ચૂંટણીઓ જીતતું આવ્યું છે. ફેક મેસેજીસ મોકલવાનો આરોપ પણ આ પક્ષ પર છે. ભાજપે જે રીતે મેસેજીસ મોકલીને પ્રજાને કઈ રીતે બનવવી તે જાણી લીધું છે. હવે સરકાર પોતે આવા મેસેજ મોકલવા માટે આગવી ચાલ ચાલી રહી છે. ગુજરાતના લોકોને પક્ષ દ્વારા આવા ભરપૂર મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. હવે સરકાર ખૂદ તે રસ્તે છે.

ભારત સરકાર એક મલ્ટિમિડીયા મેસેજિંગ એપ્સની ટેસ્ટીંગ કરી રહી છે. જે એપ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી હશે. આ એપનો કોડ નેમ GIMs એટલે કે ગવર્નમેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ છે. આ એપની ટેસ્ટીંગ તાજેતરમાં ઓડિશામાં થઇ રહી છે. તેમજ ટ્રાયલ દરમિયાન આ GIMs એપનો ઉપયોગ સૌ પ્રથમ ભારતીય નૌસેના કરશે.

ઉલ્લેખનિય છે કે GIMs એપ્લિકેશનને નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર, કેરળ યુનિટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને આ એપ આ જ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ સરકારી કર્મચારીઓ અને સરકારી એજન્સીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે કરશે. ગત સપ્ટેમ્બરની શરૂઆતમાં એપલની આઇઓએસ 11 ઓપરેટિંગ સિસ્ટમ માટેનું વર્ઝન જારી કરાયું હતું. અત્યારે તેના એન્ડ્રોઇડ વર્ઝન પર પણ કામ ચાલી રહ્યું છે.

અહેવાલો મુજબ હાલ ઓડિશા સરકારનો નાણાં વિભાગ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશનનું પરીક્ષણ કરી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા પણ કહેવામાં આવ્યું છે. ફેસબુક અને વ્હોટ્સએપ જેવી વિદેશી એપ્સના કારણે ડેટાની સુરક્ષા પર વધી રહેલા ખતરાના લીધે આ એપને લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.