પોતાની વીમાં કંપની બનાવતાં કુટુંબો

વીમા કંપનીઓ હવે રીતસર લૂંટ ચલાવી રહી છે. ઊંચા પ્રિમિયમથી લોકોને લુંટવામાં આવી રહ્યાં છે. તેનો ઉપાય લોકોએ શોધી કાઢયો છે અને હવે પોતાના નજીકના કુટુંબના થોડા લોકો એક જુથ બનાવીને હવે પોતે જ પોતાની હેલ્થની સંભાળ લઈ રહ્યા છે.

હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની અને કમિશન સાથે કામ કરનારા એના એજન્ટો વીમો વેચતી વખતે આંબા – આંબલી બતાવે અને વિમેદાર ખરેખર બીમાર પડે ત્યારે એવું કહેવામાં આવે કે આ બીમારી વીમા પહેલાની છે. વીમો લેતી વખતે છૂપાવી છે અને બીજી અનેક બહાનાબાજીથી એક પૈસો પણ ચૂકવતી નથી અને ક્લેઇમ મંજુર કરતી નથી. હેલ્થપોલિસી ધારક હોસ્પિટલ ખર્ચથી હેરાન થઈ જાય છે. વસ્તુ વેચીને હોસ્પિટલના બિલ ચૂકવવા પડે છે.
એજન્ટ પણ જીણી ફૂદરડી વાળા નિયમો બતાવી હાથ ઊંચા કરી દે છે. આમ 10- 20 હજારનું પ્રીમિયમ કંપની અને એજન્ટ હજમ કરી જાય છે. કા તો આ નાણાં મેળવવા કેસ – કબાડા કરવા પડે છે. અગર ક્લેઇમને ભૂલી જવો પડે છે.


આનો ઈલાજ  છે
હેલ્થ પોલિસીને મારો ગોલી બેંકમાં અલગ એકાઉન્ટ ખોલી પોલિસીના પ્રીમિયમ ની રકમ દર વર્ષે કે મહિને જમા કરાવતા જાઓ અને તમેજ સ્વયં વિમાકંપની બની જાઓ. તમારા નાણા તમને જ મુશ્કેલી સમયે કામ આવશે.
બીજી રીતે એ છે કે તમારા સગા મિત્રોનું કે નજીકના સગા સંબંધીઓનું એક 50 પરિવારનું મેડિકલ ઈમરજંસી ગ્રુપ બનાવો. દરેક મેમ્બર કુટુંબ રૂ.20000 ફાળવેે, આમાંથી રૂ.10 લાખની મૂડી નિર્માણ થાય છે. જે બિમારી વખતે કામ આવશે. બધા એક સાથે બીમાર થતા નથી.
20 લાખનું સાદું બેન્ક વ્યાજ દર વર્ષે 144,000 ₹ થાય.
આ વ્યાજમાંથી જ અસરગ્રસ્ત મેમ્બર ને હોસ્પિટલ ખર્ચ આપી શકાય વધારે સંખ્યામાં મેમ્બર બીમાર પડે તો જ મૂળ મૂડીમાંથી રકમ ઉપાડવી પડે.
પરિવાર દીઠ રૂ. 20000 માત્ર 5 વરસ સુધીજ કાઢવા પડે. જે રકમ વિમાકંપની ને ફેમિલી ફલોટર પ્રીમિયમ દર વર્ષ ચૂકવવીએ છીએ અને વર્ષે નાણાં ખાલસા થાય છે પરત મળતા નથી. અમુક બીમારી નાં લાભ પણ 2 અને 4 વર્ષ બાદ જ મળેછે.
ગ્રુપ મારફત 5 વરસમાં 50 લાખ એકત્ર થઈ જશે એના દર વર્ષે 4 લાખ વ્યાજ માંથી મેમ્બરોને ગંભીર બીમારીમાં હોસ્પિટલ બિલ ચૂકવી શકીએ. 5 વરસ પછી કોઈએ કોઈ પ્રીમિયમ કે નાણા ચૂકવવા નહિ પડે અને ગ્રુપ પગભર થઈ જાય. સૌના સાથથી મુશ્કેલી માંથી પસાર આસાનીથી થઈ જવાય.
આમાં નિયમ ઍવો રાખવો જોઈએ કે ફક્ત 2 વર્ષ સુંધી 50000 ₹થી ઓછો કલેમ આપવો નહીં.
રોડ એક્સિડન્ટ, હાર્ટ એટેક, કિડની, કેન્સર લીવર જેવી બીમારી સ્વાઇનફ્લૂ, મગજના રોગો અને 4 દિવસથી વધુ હોસ્પિટલ માં રોકાણ થાય એવી બીમારીઓ ને સહાય માટે સામેલ કરવી જોઈએ.
ગ્રુપ બનાવો તો વીમા કંપનીની જોહૂકમી કેે લાચારીથી મુક્ત થઈને બધા કુટુંબ જીવી શકેે. આ પ્રકારના જુથ અમદાવાદમાં બની રહ્યાાં છે. પોતાના પૈસા પોતાની પાસે જ રાખીને વીમા કંપનીને બદલે પોતાની કંપનીી ઊભી કરી રહ્યા છે.