ગુજરાત પોલીસની અલગ ઓળખ માટે ગણવેશમાં એક સમાન બેઝ તથા ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવાશે.
ગુજરાત પોલીસની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે પોલીસના ગણવેશમાં એક સમાન ‘GP’ (Gujarat Police) બેઝ અને ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાત પોલીસદળના લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના યુનિફોર્મમાં અલગ-અલગ ડીસ્ટ્રીક્ટ બેઝમાંથી કોમન ‘GP’ (Gujarat Police) બેઝ અંગેની એકસુત્રતા જળવાય અને અન્ય રાજ્યોમાં સુનિશ્ચિત ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે ગુજરાત પોલીસ જિલ્લા પ્રમાણે અલગ-અલગ બેઝની જગ્યાએ સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ માટે એક સમાન G.P. (Gujarat Police) બેઝ લાગવવા ગણવેશમાં સુધારો કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયેલા પોલીસ નિશાનને યુનિફોર્મમાં સામેલ કરવા સોલ્ડર એમ્બ્લમ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત પોલીસનો લોગોને સોલ્ડર એમ્બ્લમ તરીકે લગાવવામાં આવશે. તેમજ નેઇમ પ્લેટમાં કર્મચારીના જીલ્લાનું નામ રાખવામાં આવશે.